SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૮૭ ૨૩૩ નિર્દોષ હોય, તે જ ગ્રહણ કરે. આ કારણે તેમને પાત્ર ધારણ કરવામાં ગુણ નથી. વસ્ત્ર તો દીક્ષાકાલે તીર્થકરો પણ ગ્રહણ કરે છે. કહેલું છે કે ચોવીશ પણ જિનેશ્વરોએ એક વસ્ત્ર સહિત દીક્ષા લીધી છે, તેઓ અન્યલિંગમાં કે ગૃહસ્થલિંગમાં કે કુલિંગમાં હોતા નથી. (આ. નિ. ૨૧૭) પૂર્વ મહર્ષિઓએ કહેલું છે કે – “ભૂતકાળમાં જે જિનેશ્વરી થયા, ભવિષ્યમાં થશે અને વર્તમાન-કાલમાં વિચરી રહેલા છે. તે સર્વએ-સવસ્ત્ર પાત્ર ધર્મનો ઉપદેશ આપવાનો હોવાથી એક દેવદુષ્ય ગ્રહણ કરીને દીક્ષા લીધી, લેશે અને લે છે, તેમની સેવા કરું છું દીક્ષા લીધા પછીના કાળમાં સર્વ પરિગ્રહ, ઉપસર્ગ પીડા સહન કરતા હોવાથી વસ્ત્રનું તેમને પ્રયોજન નથી અને કોઈ પ્રકારે તે વસ્ત્ર ચાલ્યું જાય છે. શિષ્ય ગુરુના લિંગને અનુસરવાની વાત જે જણાવી. તે તો સામાન્ય હાથીને ઐરાવણના અનુકરણ કરવા જેવી વાત છે. વળી તીર્થકરનું અનુકરણ કરવા ઈચ્છનારાઓને મઠ, વસતિ કે ઉપાશ્રયમાં વાસ કરવો, કારણે આધાકર્મી ભોજન કરવું. માંદગીમાં તેલ ચોળવું. અંગારાની સગડીનું સેવન, તૃણપટી ધારણ કરવી, કમંડલ રાખવું. સાધુઓને સાથે વાત કરવાપણું છદ્મસ્થોએ ધર્મદેશના કરવી, સાધુ-સાધ્વીને દીક્ષાદાન–આ સર્વ કરી શકાશે નહિ અને આ તો (દિગંબર સાધુઓ) કરે જ છે. વળી કંબલ રાખવાની એ કારણે જરૂર છે કે, વરસાદ વરસતો હોય, બહાર ગયા હોય, ત્યારે તરત પડેલા વરસાદના અષ્કાયના જીવોના રક્ષણ માટે કામળી જરૂરી છે. બાલસાધુ, વૃદ્ધ કે માંદા સાધુ માટે વરસતા વરસાદમાં ભિક્ષા લેવા નીકળવું પડે તો શરીર પર કામળી ઓઢેલી હોય તો તેવી અપકાય જીવોની વિરાધના નહિ થાય. લઘુ કે વડી શંકા-નિમિત્તે બહાર જવું પડે તો વરસાદ કે કાળના સમયે બહાર જનારે તેવી વિરાધનાઓએ કામળીથી રોકી શકાય છે. શંકા કરી કે, “આ કરતાં તો છત્રાદિકથી શરીર ઢાંકી દેવાય તો કામળી વગર ચાલી શકે છે. એમ કરે તો શો દોષ?' એવા પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે– “છત્તમ ય થારVIઠ્ઠાણ' (દશ. ૩/૪) એમ કહીને આગમમાં છત્ર ધારણ કરવાનો નિષેધ જણાવેલો છે. રજોહરણ તો સાક્ષાત્ જીવરક્ષા પ્રતિલેખના કરવામાં ઉપયોગી હોવાથી તેમાં કોઈ વિવાદ કરી શકે તેમ નથી. મુખવસ્ત્ર અર્થાત મુહપત્તી પણ ઉડતા જીવોના રક્ષણ માટે, મુખમાંથી ગરમ વાયુથી બહારના વાયુકાયના જીવોનું રક્ષણ કરવા, માટે મુખમાં ધૂળનો-રજનો પ્રવેશ અટકાવવા માટે ઉપયોગી છે. પાટ-પાટિયાનો ઉપયોગ એ કારણે કરવાનો છે કે, વર્ષાકાળમાં લીલ, ફુગ, કુંથુઆ આદિ વિવિધ સંશક્ત જીવોવાળી ભૂમિમાં શયન કરવાનો નિષેધ હોવાથી શયન કરવું. આસન કરવું તેમાં તે ઉપયોગી છે. શિયાળા અને ઉનાળામાં શય્યા, સંથારા આદિકનો શયનમાં ઉપયોગ થાય છે. વસતિ-ઉપાશ્રય રહેવાનું સ્થાન તો સાધુને માટે અત્યંત ઉપકારી છે કહેલું છે કે જે ભાગ્યશાળી અનેક ગુણ ધારણ કરનાર મુનિ ભગવંતોને વસતિ-ઉપાશ્રય કે રહેવા માટે સ્થાન આપે છે. તેણે વસ્ત્ર, અન્ન પાણી, શયન આદિ દરેક આપ્યું છે–એમ સમજવું કારણ કે ત્યાં રહેનાર છે. તે સર્વ મુનિવરો તે વસતિનો ઉપયોગ કરે છે, વળી ઉપાશ્રયમાં પોતાનું અને ચારિત્રનું પણ રક્ષણ થાય છે. જ્ઞાન-ધ્યાનાદિકની સાધના થાય છે, આ કારણથી વસતિ આપનારે સર્વ આપ્યું ગણાય. ઠંડી, તાપ, ચોર, ડાંસ, મચ્છરોથી મુનિઓનું રક્ષણ કરનાર સુરલોકનાં સુખને સ્વાધીન કરે છે.” એવી રીતે બીજા પણ ઔધિક અને ઔપગ્રહિક ધર્મોપકરણ ધારણ કરવામાં સાધુને દોષ નથી. તેના દાતારને તો નક્કી પ્રગટ ગુણ-લાભ છે જ. ઉપકરણનું વ્યક્તિ વિશેષ, આશ્રયીને પ્રમાણ જણાવે છે કે – “જિનકલ્પીઓને બાર પ્રકારનાં, સ્થવિરોને ચૌદ પ્રકારનાં, અને આર્યાઓ, પચીસ ઉપકરણો રાખવાની અનુજ્ઞા છે, તે ઉપરાંત હોય તે ઉપગ્રહ કહેવાય (ઔઘ. નિ. ૬૭૧) આ સર્વ હકીકત પિંડનિયુક્તિ ઓઘનિર્યુક્તિ આદિ આગમથી
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy