SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ २२४ नाप्रेक्ष्य सूक्ष्मजन्तूनि निश्यद्यात्प्रासुकान्यपि । अप्युद्यत्केवलज्ञानैर्नादृतं यन्निशाऽशनम् ॥ ૧૨ ॥ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અર્થ : નેત્રથી ન જોઈ શકાય તેવા સૂક્ષ્મજંતુઓથી યુક્ત અચિત્ત પદાર્થો પણ રાત્રિએ ખાવા ન જોઈએ. કેમ કે કેવલી ભગવંતોએ પણ રાત્રિભોજન કર્યું નથી | ૫૩ || ટીકાર્થ : દિવસે બનાવેલા-પ્રાસુક અને ઉપલક્ષણથી તે સમયે નહીં પકાવેલા હોવા છતાં પણ લાડુ કે ફળ વિગેરે રાત્રે ન ખાવા શા માટે ? તો ગમે તેટલાં બીજા પ્રકાશમાં તેવા સૂક્ષ્મ જંતુઓ કુંથુ, પનક વિગેરે દેખી શકાતા નથી. એથી કેવલજ્ઞાની ભગવંતોએ કેવળજ્ઞાનના બલથી જાણ્યું છે કે, ઘણા બારીક ઉડતા અને આવી પડતા જંતુ વગરના ભોજનનો અભાવ હોવાથી તેમણે રાત્રિભોજનનો આદર કર્યો નથી. “જો કે લાડુ વિગેરે પ્રાસુક પદાર્થો રાત્રે તૈયાર ન કર્યા હોય. દિવસે બનાવ્યા હોય, તો પણ રાત્રે કુંથુઆ લીલ ફુગ આદિ નાના જંતુઓ દેખી શકાતા નથી. તેથી પ્રત્યક્ષ જ્ઞાનવાળા કેવલ-જ્ઞાનીઓ સ્વજ્ઞાનબલથી તે સૂક્ષ્મજીવોને જાણી શકે તેમ હોવા છતાં રાત્રિભોજન કરતા નથી. જો કે દીવા વગેરેના પ્રકાશમાં કીડા વિગેરેમાં જીવો દેખાય છે. તો પણ વિશિષ્ટ જ્ઞાનીઓએ મૂલવ્રતની વિરાધના થતી હોવાથી આચર્યું નથી.'' (નિશીથભાષ્ય ૩૪૧૧/૧૨) | ૫૩ ॥ લૌકિક દર્શનોમાં પણ રાત્રિભોજનનો નિષેધ છે— २२५ धर्मविन्नैव भुञ्जीत कदाचन दिनात्यये 1 बाह्या अपि निशाभोज्यम् यदभोज्यं प्रचक्षते ॥ ५४ ॥ અર્થ : ધર્મને જાણનાર પુરૂષે ક્યારેય રાત્રે ન ખાવું. કેમ કે અન્ય દર્શનકારો પણ રાત્રિ ભોજનને અભોજ્ય કહે છે | ૫૪ || ટીકાર્થ : જૈનશાસન નહિ પામેલા બીજા લોકો પણ રાત્રે ભોજન કરવાની ના કહે છે, તો પછી ધર્મ સમજનાર શ્રાવક કદાપિ સૂર્યાસ્ત થયા પછી ભોજન કરે નહિં. ॥ ૫૪ ॥ જે શાસ્ત્રોથી અન્ય મતવાળા રાત્રિભોજનની મના કરે છે, તે શાસ્ત્રપાઠ આ પ્રમાણે— २२६ त्रयीतेजोमयो भानु-रिति वेदविदो विदुः I तत्करैः पूतमखिलं शुभं कर्म समाचरेत् ॥ ધ્ ॥ અર્થ : સૂર્ય ઋગ્વેદાદિ ત્રણ તેજમય છે, તેથી તે સૂર્યના કિરણોથી પવિત્ર થયેલા સર્વ શુભ કાર્યોને આચરવા જોઈએ.' આ વાતને વેદના જ્ઞાતાઓ સારી રીતે જાણે છે || ૫૫ || " ટીકાર્થ : વેદના જાણકારો સૂર્યને ઋગ્ અને યજુ અને સામ આ ત્રણે વેદના લક્ષણથી યુક્ત એવા તેજવાળો અને ‘ત્રયીતનું એવું સુર્યનું બીજું નામ સૂચવે છે. તે સૂર્યના કિરણોથી પવિત્ર કરેલ સર્વશુભ' કાર્યો કરવાં. તેના અભાવમાં શુભ કાર્યો ન કરવા. ॥ ૫ ॥ તે જ કહે છે - २२७ नैवाहुतिर्न च स्नानं न श्राद्धं देवतार्चनम् । दानं वा विहितं रात्रौ भोजनं तु विशेषतः ॥ ५६ ॥
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy