SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૪૭-૫૨ ૨૧૧ ટીકાર્થ : ગાઢ અંધકારમાં જ્યાં આંખથી ઘી, તેલ, છાશ વિગેરે ભોજનમાં પડતા કીડી, કીડા, માખી કે ઉડતા ઝીણા જંતુઓ જ્યારે દેખાતા નથી. એવા રાત્રિકાળમાં કયો ચેતનવાળો સમજુ ભોજન કરે ? || ૪૯ || રાત્રિ ભોજનમાં દેખેલા દોષ ત્રણ શ્લોકોથી કહે છે— 1 २२१ मेघां पिपीलका हन्ति, यूका कुर्याज्जलदोरम् । कुरूते मक्षिका वान्तिं, कुष्ठरोगं च कोलिकः ॥ ५० ॥ २२२ कण्टको दारूखण्डं च वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तिर्निपतित स्तालु विध्याति वृश्चिकः ॥ ५१ ॥ २२३ विलग्नपश्च गले वालः स्वरभङ्गाय जायते I इत्यादयो दृष्टदोषाः सर्वेषां निशि भोजने ॥ ५२ ॥ અર્થ : રાત્રિ સમયે ભોજનમાં પડતા કયા જીવથી કેવા રોગ થાય તેનું વર્ણન કરતા જણાવે છે : રાત્રિભોજનમાં આવેલી કીડી બુદ્ધિને હણે છે, જૂ જલોદર રોગને કરે છે, માખી ઉલટી કરાવે છે, કરોળિયા કોઢ રોગ પેદા કરે છે, કાંટો કે લાકડાનો ટુકડો ગળાની પીડા ઉત્પન્ન કરે છે. શાકમાં પડેલો વીંછી તાળવાને વીંધે છે, ગળામાં વળગેલો વાળ સ્વરના ભંગ માટે થાય છે. આ પ્રમાણે સર્વે મિથ્યાદષ્ટિ મતવાળાઓએ પણ રાત્રિભોજનમાં અનેક દોષો જોયા છે ॥ ૫૦-૫૧-૫૨ ॥ ટીકાર્ય : ભોજનમાં કીડી આવી અને તે રાત્રે દેખાય નહિ અને ખવાઈ જાય, તો તેથી ખાનારની બુદ્ધિ હણાઈ જાય. તેમજ જૂ ખવાઈ તો જલોદર નામનો પેટનો રોગ ઉત્પન્ન થાય, માખીથી ઊલટી થાય, કરોળિયો ખવાય તો કોઢ રોગ, બોરડી આદિનો કાંટો કે લાકડાનો ટુકડો ગળાની વ્યથા કરે, શાકની અંદર ડીંટાના આકાર સરખો વિંછી ખવાઈ જાય તો તાળવું વિધી નાંખે, શંકા કરી કીડી વગેરે બારીક હોવાથી ન દેખાય, પરંતુ વિંછી તો મોટો હોવાથી દેખાય જ અને તે કેવી રીતે ભોજનમાં ખવાય ? તેના જવાબમાં જણાવે છે કે, વૃંતાકના ડીંટાં વિંછીના આકાર સરખા હોય છે, અને કદાચ ભોજનમાં વિંછી આવી પડ્યો હોય અને તેનો ખ્યાલ ન આવે તો ખવાઈ જવાનો સંભવ ગણાય. વાળ ગળામાં ચોંટી જાય વિગેરે દોષો તો દરેક અન્ય દર્શનકારો પણ માને છે ! વળી રાત્રિભોજન કરો એટલે રસોઈ કરવામાં છ જીવનીકાયનો વધ થવાનો જ. વાસણ સાફ કરવામાં ધોવામાં પણ પાણીમાં રહેલો જીવોનો વિનાશ થવાનો, પાણી ફેંકો એટલે ભૂમિ પર રહેલા કુંથવા, કીડી આદિ જીવોનો ઘાત થવાનો, તે જીવોના રક્ષણ ખાતર પણ રાત્રિભોજન ન કરવું કહેલું છે કે– “રાત્રિ ભોજન કરવાથી કુંથુઆદિ જીવોનો ઘાત તેમજ ભાજન સાફ કરવા-ધોવાં વગેરે રાત્રિ કાર્યમાં હિંસા લાગે છે. એવાં રાત્રિભોજનના દોષોને કહેવા કોણ સમર્થ થઈ શકે તેમ છે ? ।। ૫૦-૫૧-૫૨ ॥ પ્રશ્ન કર્યો કે, જેમાં અન્ન પકાવવું ન પડે કે વાસણ ધોવાં વગરે દોષનો સંભવ નથી. તેવા તૈયાર લાડુ આદિ કે ખજૂર, દ્રોક્ષાદિનું ભક્ષણ કરનારને કયો દોષ લાગે ? તે કહે છે—
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy