SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૧૩-૧૧૪ ૧૮૫ બળ તેજ અને કાન્તિ વડે દેવકુમાર સરખા શ્રેણિક વગેરે અનેક પુત્રો હતા. ‘આ સર્વ પુત્રોમાં રાજ્યયોગ્ય કોણ છે?” તેની પરીક્ષા માટે રાજાએ એક દિવસ એક જગ્યા પર ભોજન માટે ક્ષીર-ભોજનના થાળો આપ્યા. કુમારો જ્યારે ભોજન કરવા પ્રવર્યા. ત્યારે બુદ્ધિશાળી રાજાએ વાઘ સરખા મોં ફાડેલા કૂતરાઓને છોડી મૂક્યા. ‘શ્વાનો દોડી આવ્યા. એટલે બુદ્ધિ-નિધાન શ્રેણિક સિવાયના તમામ કુમારો એકદમ ઉભા થઈ ગયા અને બહાર નીકળી ગયા. શ્રેણિકકુમારે બીજા થાળોમાંથી થોડું થોડું ક્ષીરભોજન કૂતરાઓને આપ્યું અને કૂતરાઓ જેટલામાં ચાટ્યા કરે, તેટલામાં તેણે પોતે ભોજન કરી લીધું. ‘આ કુમાર કોઈ પણ ઉપાયથી શત્રુઓને વશ કરીને આ પૃથ્વી સ્વયં ભોગવશે.” તે કારણે રાજા આનંદ પામ્યો. રાજાએ ફરી પુત્રોની પરીક્ષા કરવા કોઈ દિવસ સીલબંધ લાડવાના કરંડીયા અને પાણીના ભરેલા માટીના ઘડા આપ્યા અને રાજાએ તેમને કહ્યું કે, “આ કરંડીયાનું ઢાંકણું કે તેની મુદ્રા (સીલ) તોડ્યા વગર આ લાડવાનું ભોજન કરો અને ઘડાનું ઢાંકણું ખોલ્યા વગર કે છિદ્ર કર્યા વગર પાણી પીઓ' શ્રેણિક વગર તેમાંથી કોઈપણ ખાઈ કે પી શક્યા નહિ. ગમે તેવા બળવાળા હોય તો પણ બુદ્ધિથી કરી શકાય તેવા કાર્યમાં શું કરી શકે ?” હવે શ્રેણિક કરંડીયો ખંખેરીને લાડવાનો ભૂક્કો સળીના પોલાણમાંથી બહાર ખરી પડે તેને એકઠો કરી ભોજન કર્યું અને પાણીના ઘડા નીચે પાણીના બિંદુઓ ટપકતા હતા, તેને ચાંદીની છીપ વડે ઝીલી લીધા એમ કરીને તેણે પાણી પણ પીધું. “સુબુદ્ધિશાળીઓની બુદ્ધિને દુ:સાધ્ય શું હોય ? તે દેખીને ખુશ થએલા રાજાના મહેલમાં એક દિવસ આગ લાગી, ત્યારે પુત્રોને કહ્યું કે, મારા મહેલમાંથી જેના હાથમાં જે આવે તે લઈ જાવ. અને તેની માલિકી લઈ જનાર પુત્રોની. ત્યારે દરેક પુત્રો રત્નોને ગ્રહણ કરીને બહાર નીકળી ગયા. અને શ્રેણિક તો ભંભાને લઈને ત્વરાથી બહાર નીકળ્યો. શ્રેણિકને રાજાએ પૂછ્યું, આ શું ખેંચી લાવ્યો ? ત્યારે શ્રેણિક કહ્યું કે, રાજાઓના જયનું પ્રથમ ચિહ્ન આ ભંભા છે. આના શબ્દથી રાજાઓની વિજયયાત્રા સફળ થાય છે, માટે તે સ્વામિ ! રાજાઓએ પોતાના આત્માની માફક આ ભેભાનું રક્ષણ કરવું જોઈએ. પરીક્ષામાં પાર પામવાથી તેની બુદ્ધિ માટે ખાત્રી થવાથી પ્રીતિ પામેલા રાજાએ તેનું બીજું નામ “ભંભાસાર પાડ્યું. પોતાને રાજ્ય યોગ્ય માનનારા બીજા પુત્રો રખે આને રાજ્ય યોગ્ય જાણી જાય. આ કારણે રાજા શ્રેણિક તરફ બહારથી અવજ્ઞા બતાવતો હતો. બીજા કુમારોને જુદા જુદા દેશો રાજાએ આપ્યા, પણ ભવિષ્યકાળમાં આ રાજ્ય એનું થાવ' એમ વિચારી શ્રેણિકને કંઈ પણ ન આપ્યું. ત્યાર પછી અરણ્યમાંથી જેમ યુવાન હાથી–બાળક તેમ અભિમાની શ્રેણિક પોતાના નગરથી નીકળીને તરત વેણાતટ નામના નગરમાં ગયો. ત્યાં પ્રવેશ કરતાં જે ભદ્ર નામના શેઠની દુકાને સાક્ષાત્ લાભોદય કર્મ હોય તેમ આવીને બેસી ગયો. તે વખતે તે નગરમાં કાંઈ મોટો મહોત્સવ પ્રવર્તતો હોવાથી નગરલોકો નવીન ઉત્તમ વસ્ત્રો અંગરાંગના સુગંધી પદાર્થો આદિ ખરીદ કરવામાં વ્યાકુળ બન્યા હતા. ઘણા ગ્રાહકો આવવાથી તે વખતે શેઠ વ્યાકુળ બની ગયા એટલે કુમાર પણ તેને પડીકાં વગેરે બાંધી બાંધીને ઝડપી સહાય કરવા લાગ્યો. કુમારના પ્રભાવથી શેઠે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. “ખરેખર પુણ્યશાળી પુરુષોને પરદેશમાં પણ સંપત્તિઓ સાથે જ ચાલનારી થાય છે.' શેઠે શ્રેણિકને પૂછયું કે, આપ આજે ક્યાં પુણ્યવંત ભાગ્યશાળીના અતિથિ છો ?'ત્યારે તેણે “આપના જ’ એમ ઉત્તર આપ્યો. શેઠે મનમાં વિચાર્યું કે, આજે રાત્રે સ્વપ્નમાં મેં નંદા યોગ્ય વર દેખ્યો, તે જ સાક્ષાત્ આ છે. તેણે કહ્યું કે, ‘તમે મારા પરોણા થયા, તેથી હું ધન્ય બન્યો, આ તો આળસુને ત્યાં ગંગાનો સમાગમ થયા જેવું થયું” દુકાન બંધ કરીને તેને ઘરે લઈ જઈને શેઠે સ્નાન કરાવી, કપડાં પહેરાવી, ગૌરવ-પૂર્વક ભોજન કરાવ્યું. એ પ્રમાણે તેને ત્યાં રહેતા
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy