________________
૧૮૪
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કહેવરાવ્યો છે.” – દાવાગ્નિથી બળેલી ભૂમિને પાણી જેવી તે દૂતની વાણીથી નંદરાજાએ પણ એકદમ જાણે તેને બાળવાની ઈચ્છાથી હોય તેમ અતિ ઉષ્ણ વચન-વરાળ બહાર કાઢી અને તેને સંભળાવ્યું કે, તું રાજદૂત હોવાથી અવધ્ય છે.” પછી નંદરાજા ઉભા થઈને મસ્તક પીડાવાળાની જેમ ગર્ભગૃહની અંદર ગયો. ત્યાર પછી “જવાસો જેમ જળને તેમ આ સદુપદેશને યોગ્ય નથી” – એમ વિચારતો દૂત પણ પોતાના રાજા પાસે ગયો. અનેક પાપ વડે ઉત્પન્ન થયેલા ભયંકર વેદના આપનારા રોગો વડે તે નિંદરાજાને અહીં પણ પરમાધામીઓએ કરેલી વેદના જેવી વેદના પ્રાપ્ત થઈ. ભયંકર વેદનાથી પીડાતો નંદ જેમ જેમ આઝંદ કરતો હતો તેમ તેમ પ્રજા લોક પણ આનંદ અનુભવવા લાગ્યા જાણે અગ્નિમાં રંધાતો હોય, ચણા માફક રેતીમાં ભુંજાતો હોય, દાઝતો હોય તેવી વેદના નંદ અનુભવી. ‘તેવા પ્રકારના પાપી મનવાળાને માટે આ સર્વ અલ્પ જ ગણાય' આ પૃથ્વી પર મેં મારા સુવર્ણના પર્વતો ઉભા કર્યા. તેમ જ બીજા પણ સુવર્ણના ઢગલા સ્થાપન કર્યા છે. હવે તેનો માલિક કોણ થશે ? આ પ્રમાણે મૂછ કરતો તૃપ્તિ વગરનો નંદરાજા મરીને અંત વગરના ભવના દુઃખને પામ્યો – એ પ્રમાણે નંદકથાનક છે. | ૧૧૨ //
લાભની ઈચ્છાવાળા પરિગ્રહ ગ્રહણ કરતા યોગીઓને પણ મૂલવ્રતોને હાનિ પહોંચે છે. તે જણાવતા કહે છે –
१६९ तपः श्रुतपरीवारां, शमसाम्राज्यसंपदम् ।।
परिग्रहग्रहग्रस्ता-स्त्यजेयुर्योगिनोऽपि हि ॥ ११३ ॥ અર્થ : પરિગ્રહના ગ્રહથી ગ્રસ્ત બનેલા યોગીપુરુષો પણ તપ અને જ્ઞાનાદિના પરિવાર સ્વરૂપ શમરૂપ સામ્રાજ્યની સંપદાને ત્યજી દે છે / ૧૧૩ ||
ટીકાર્થ : સામાન્ય માનવીની વાત બાજુ પર રાખીએ, પરંતુ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયવાળા યોગીઓ પણ પરિગ્રહના અલ્પ સુખમાં લુબ્ધ બને તો પિશાચના વળગાડવાળાની જેમ સ્વાધીન એવી તપ ચારિત્ર શ્રુતજ્ઞાન-પરિવારવાળી સંતોષ-સામ્રાજ્યની સંપત્તિનો ત્યાગ કરે છે. મૂલનો ઉચ્છેદ કરી લાભની ઇચ્છા કરે છે / ૧૧૩ || હવે અસંતોષના ફલને દેખાડવા પૂર્વક સંતોષના ફળને જણાવે છે–
१७० असन्तोषवतः सौख्यं, न शक्रस्य न चक्रिणः ।
નન્તોઃ સન્તોષનો ચ-રૂમ ચેવ નાયતે | ૨૨૪ / અર્થ : અભયકુમાર મંત્રીની જેમ સંતોષી આત્માને જે પરમસુખ પ્રાપ્ત થાય છે તેવું સુખ અસંતુષ્ટ ઈન્દ્ર કે ચક્રવર્તીને પણ મળતું નથી. | ૧૧૪ ||
ટીકાર્થ: અસંતોષવાળા ચક્રવર્તી અને ઈન્દ્રને જે સુખ નથી, તે પ્રકારનું સુખ, સંતોષવાળા અભયકુમાર જેવા સંતોષી આત્માને હોય છે. સંપ્રદાય-ગમ્ય તે કથાનક કહે છે – સંતોષવાળા અભયકુમારની કથા
આ ભરત ક્ષેત્રમાં ક્યારા સરખા સુંદર વિશાળ કોટથી શોભાયમાન રાજગૃહ નામનું નગર છે. ત્યાં સમુદ્ર સરખો ગંભીર, સમગ્ર રાજાઓને વશ કરનાર પ્રસેનજિત નામનો રાજા હતો. શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરના શાસનમાં અત્યંત અનુરાગવાળો, સમ્યગ્દર્શન અને અણવ્રતધારી તે પરમશ્રાવક હતો. તેને