SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૯૯ ૧૫૯ ✰✰ નાખી, વરુણનો પાશ તોડી નાંખ્યો, સોમનું ધનુષ છેદી નાખ્યું. જેમ મોટો હાથી નાના હાથીઓને તેમ પ્રહારોથી તેમને નીચે પટકાવ્યા અને વેરીનો વિનાશ કરનારા રાવણે પકડી ચારેને બાંધ્યા. સાત અંગવાલા રાજ્ય સહિત તે ઈન્દ્રને સાથે રાખી પાતાલલંકા જીતવા માટે રાવણ ચાલ્યો. ત્યાર પછી ત્યાં ચંદ્રોદર રાજાને હણીને તેનું રાજ્ય અને પોતાની બેન ત્રણ મસ્તકવાળા ખર દૂષણમાં મોટા ખરને આપ્યાં. ચંદ્રોદરનું સમગ્ર રાજ્ય કઠોર બળવાળા ખરે ગ્રહણ કર્યું. પરંતુ એક ગર્ભવતી રાણી નાસીને ગમે ત્યાં ચાલી ગઈ. તે પછી લંકાપતિ રાવણ પાતાલલંકાથી ગયો અને દેવતાઓને પણ કાંટા સમાન તેણે પોતાનું રાજ્ય નિષ્કંટક બનાવ્યું. કોઈક સમયે રાવણે પુષ્કર વિમાનમાં બેસીને ક્રીડાથી આમતેમ ફરતા મરુતરાજાએ પ્રારંભેલા મહાયજ્ઞને દેખ્યો. ત્યાર પછી તે યજ્ઞ જોવાની ઈચ્છાથી રાવણ વિમાનથી નીચે ઉતરીને તે સ્થળે ગયો. એટલે તે રાજાએ સિંહાસન પર બેસાડવા ઈત્યાદિકથી સત્કાર કર્યો પછી રાવણરાજાએ મરુત્ત રાજાને કહ્યું કે, ‘અરે ! નરકે લઈ જનાર આ યજ્ઞ કેમ કરે છે ?' ત્રણે જગતનું હિત કરનારા સર્વજ્ઞ ભગવંતોએ અહિંસાથી ધર્મ કહ્યો છે. તો પછી પશુઓની હિંસાવાળા યજ્ઞથી ધર્મ કેવી રીતે થાય ? માટે બંને લોક બગાડનાર શત્રુ સરખો યજ્ઞ તું ન કરીશ, અને જો કદાચ કરીશ આ લોકમાં મારા કેદખાનામાં અને પરલોકમાં નરકમાં તારો વાસ થશે. મરુત્તરાજાએ તરત જ યજ્ઞ બંધ કર્યો કારણકે વિશ્વને ભયંકર એવી રાવણની આજ્ઞા માનવી જ પડે. મરુત્ત રાજાના યજ્ઞને બંધ કરાવી પવન સરખા વેગવાળો તે સુમેરું અને અષ્ટાપદાદિક તીર્થોની યાત્રા કરવા ગયો. ત્યાં શાશ્વતા-અશાશ્વતા ચૈત્યોમાં યાત્રા કરીને ફરી પાછો રાવણ પોતાને સ્થાને આવ્યો. રામ અને રાવણનું યુદ્ધ આ બાજુ અયોધ્યા નગરીમાં અસીમ સંપત્તિના સ્થાન સ્વરૂપ મહારથી દશરથ નામનો રાજા હતો. મૂર્તિમાન ચાર દિશાલક્ષ્મી હોય, તેવી રીતે કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા અને સુપ્રભા નામની ચાર પ્રિયાઓ હતી. કૌશલ્યા રાણીએ રામને, કૈકયીએ ભરતને, સુમિત્રાએ લક્ષ્મણ અને સુપ્રભાએ શત્રુઘ્ન નામના પુત્રોને જન્મ આપ્યો. ઈન્દ્રના ઐરાવત હાથીના દાંત માફક રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન શોભતા હતા. જનકની પુત્રી, અને ભામંડલની બેન સીતા સાથે ધનુષ્યબાણ આરોપણકરી રામભદ્રે લગ્ન કર્યા. એક દિવસે દશરથ રાજાએ ચારે રાણીઓને મંગલસ્વરૂપ જિનેન્દ્ર-બિંબનું અભિષેક જળ મોકલાવ્યું. પોતાને તે જળ મોડું મળવાથી રીસાએલી કૌશલ્યા રાણીને મનાવવા માટે રાજા પોતે ગયો. ત્યાં આગળ ઘંટના લોલક સરખા હાલતા દાંતવાળા, ચલાયમાન મુખવાળા, આખા શરીર પર શ્વેત કેશવાળા, પાંપણમાં બીડાએલી આંખવાળા, ડગલે-પગલે ચાલતા સ્ખલના પામતા, મરણની યાચના કરતા, એક ઘરડા-અંતઃપુર સેવકને રાજાએ દેખ્યો. તેને જોઈ રાજાએ વિચાર કર્યો કે, જ્યાં સુધીમાં આપણે આવી દશા ન પામીએ, ત્યાં સુધીમાં ચોથા પુરુષાર્થ મોક્ષ માટે પ્રયત્ન કરીએ. વ્રત ગ્રહણની ઈચ્છાવાળા તેણે પોતાના રાજ્ય ૫૨ સ્થાપન કરવા માટે રામ અને લક્ષ્મણ પુત્રોને બોલાવ્યા. ભરતની માતા કૈકેયીએ ધીમી વાણીથી આગળ આપેલા બે વરદાનની સત્ય પ્રતિજ્ઞાવાળા દશરથ પાસે માંગણી કરી. તે સમયે એક વરદાનથી સ્થિર પ્રતિજ્ઞાવાળા દશરથ રાજાએ ભરતને રાજ્ય અર્પણ કર્યું. અને બીજા વરદાનથી સીતા સાથે રામે અને લક્ષ્મણે ચૌદ વર્ષ સુધી વનવાસ ભોગવવાની માંગણી કરી અને તે પ્રમાણે આજ્ઞા આપી. સીતા અને લક્ષ્મણ સાથે રામે તત્કાલ દંડકારણ્યમાં પંચવટીના આશ્રમમાં નિવાસ કર્યો, ત્યાં આગળ કોઈ બે ચારણમુનિઓ આવ્યા હતા. તેમને રામ-લક્ષ્મણે નમસ્કાર કર્યા અને શ્રદ્ધાલુ સીતાએ અતિથિભૂત બંને મુનિઓને શુદ્ધભિક્ષાથી પ્રતિલાભ્યા. એટલે તે વખતે દેવોએ સુગંધી જળવૃષ્ટિ કરી એટલે તેની સુગંધથી
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy