SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ૧૫૮ અનુભવ કરનાર અનેક વિદ્યાવાળો ઈન્દ્ર નામનો વિદ્યાધર રાજા વૈતાઢય પર્વત પર હતો. વિશ્વમાં ઐશ્ચર્યબલની અધિકતાથી અને આગલા ઈન્દ્રપણાના અભ્યાસથી પોતે પોતાને જ ઈંન્દ્ર માનવા લાગ્યો કે બીજા કોઈ ઈન્દ્ર નથી. તેણે પોતાની મુખ્ય પટ્ટરાણીનું નામ શચી, અસ્ત્રનું નામ વજ્ર, પટ્ટહાથીનું નામ ઐરાવત, અશ્વનું નામ ઉચ્ચઃશ્રવા સારથિનું નામ માતલ, અને ચાર મહાસુભટોનાં સોમ, યમ, પાધર (વણ) અને કુબેર એ પ્રમાણે નામો રાખ્યાં. બાહુબલમાં મદોન્મત્ત બનેલો તે પોતાને ઈન્દ્ર માનતો અને બીજાને તણખલાં સરખા ગણતો ભયંકર યુદ્ધ કરનાર રાવણને પણ તે ગણકારતો નહિ. એટલે તેના પર કોપ પામેલા યમરાજા સરખા બલવાળો રાવણ શ્રાવણના મેઘ સરખી ગર્જના કરતો લડવા ચાલ્યો. વિદ્યાના પ્રભાવથી જળ, આકાશ અને પૃથ્વી પર સરખા વાહનવાળા વિદ્યાધરો અને સૈન્ય સહિત તેણે સમુદ્રનું લંઘન કર્યું. કલ્પાંતકાળના મહાવાયરાની જેમ સૈન્યરૂપી વંટોળિયાની ઉડેલી રજશ્રેણિ વડે આકાશને ઢાંકી દેતો તે એકદમ વૈતાઢયે પહોંચ્યો. રાવણને આવતો જાણીને ઈન્દ્ર પણ એકદમ સામે આવ્યો. કારણકે, ‘પુરુષોને મૈત્રી અને વૈર બંનેમાં સન્મુખ આવવું એ પ્રથમ કાર્ય છે.' મહાપરાક્રમી રાવણે દૂરથી જ એક દૂત મોકલી ઈન્દ્રને મધુર શબ્દોથી કહેવરાવ્યું છે. ‘અહિં’ જે કેટલાક વિદ્યા અને ભુજાબળથી ગર્વિત રાજાઓ છે, તેમણે ભેટણા આપવા પૂર્વક દશકંધર રાવણ રાજાની પૂજા કરી છે. રાવણની વિસ્મૃતિથી અને તમારી સરળતાથી અત્યાર સુધીનો સમય પસાર થઈ ગયો. હવે તમારે સેવા કરવાનો સમય પાકી ગયો છે. માટે તેમના પ્રત્યે ભક્તિ નહિંતર શક્તિ બતાવો. ભક્તિ અને શક્તિ બેમાંથી એક પણ નહિ બતાવો, તમો વિનાશ પામશો.' ઈન્દ્રરાજાએ એમ કહ્યું કે, ‘બિચારા રાંકડા રાજાઓએ તેની પૂજા કરી. એટલે રાવણ મદોન્મત્ત બની મારી પાસેથી પણ પૂજાની અભિલાષા કરે છે ! અત્યાર સુધી તો રાવણનો કાલ જેમ તેમ સુખમાં ગયો, પણ હવે તો કાલરૂપ તેનો સમય પાકી ગયો છે. માટે તું તારા સ્વામી પાસે જઈને કહે કે, તે મારા પ્રત્યે ભક્તિ કે શક્તિ બતાવે. જો તે ભક્તિ કે શક્તિ વગરનો હશે તો આ પ્રમાણે વિશાન પામશે.’ દૂતે આવીને રાવણને જ્યારે સમાચાર સંભળાવ્યા, ત્યારે ક્રોધથી ભયંકર બનેલો રાવણ પ્રલયકાળના ખળભળેલા સમુદ્ર સરખા અનંત સૈન્યરૂપી કલ્લોલો સાથે લડવા ચાલ્યો. સંવર્ત પુષ્કરાવર્ત મેઘ સરખા શસ્ત્રોના વરસાદ કરતાં બંને લશ્કરોનું માંહોમાંહે અથડામણવાળું યુદ્ધ થયું. રાવણપુત્રે રાવણને નમન કરીને યુદ્ધ કરવા માટે ઈન્દ્રને બોલાવ્યો. વીર પુરુષો યુદ્ધક્રીડામાં કોઈને અગ્રપદ આપતા નથી. ત્યાર પછી બંને એકાંકી વિજય મેળવવાની અભિલાષાવાળા ઈન્દ્ર અને રાવણપુત્ર સૈન્યોને દૂર કરી ને દુર્ધર બની દ્વન્દ્વયુદ્ધ કરવા લાગ્યા. મદોન્મત્ત બે હાથી દ્વન્દ્વયુદ્ધ કરતાં હોય તેવાં આ બંને માંહોમાંહે યુદ્ધનો પાર પામવા માટે શસ્ત્રોના પ્રહાર કરવા પૂર્વક લડતા હતા. એકબીજા વેગથી પરાવર્તન પામી જતા હોવાથી રાવણપુત્ર ઉ૫૨ છે કે નીચે ? કે ઈન્દ્ર ઉપર છે કે નીચે ? તે જાણી શકાતું ન હતું. વિજયશ્રી ક્ષણવા૨ ઈન્દ્રને વિષે, ક્ષણવાર મેઘનાદ વિષે એમ આવ-જા કરતા બહાદુર એવા બંનેથી ભય પામી હોય તેમ જવા-આવવા લાગી. ત્યાર પછી ગર્વથી સર્વસામર્થ્ય વડે મેઘનાદે ઉપદ્રવ કર્યો. એટલે તે ઈન્દ્ર મશક જેવો નિર્બલ બની ગયો. તરત જ રાવણપુત્ર મેઘનાદે તેને નીચે પાડ્યો અને બાંધ્યો. ‘જયની ઈચ્છાવાળાઓને જયમાં પ્રથમ હેતુ ઉતાવળથી કાર્ય કરવાપણું હોય છે.’ સિંહનાદથી આકાશને પણ ગજાવતા મેઘનાદે મૂર્તિમાન જય માફક તેણે અર્પણ કર્યો. રાવણે તેને પ્રબલ રક્ષણવાળા કેદખાનામાં નાંખ્યો. બળવાન બંને કાર્ય કરનારા હોય છે. હણે પણ ખરા અને રક્ષણ પણ કરે. દંડધર,, સોમ પાશવાન (વરુણ) અને કુબેર એ ચારે સુભટોએ ઈન્દ્રને પકડવાથી ક્રોધવાળા થઈ રાવણને ઘેરી લીધો. જીત પામેલા રાવણ પણ ચારે સુભટોની સાથે ચારગુણા ઉત્સાહથી લડ્યો અને દંડવાળાનો દંડ ભાગી નાંખ્યો, ગદાવાળાની ગદા ચૂરી
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy