________________
ઉપક્રમણિકા
૧૯
પ્રકાશનો - યોગશાસ્ત્રના પહેલા ચાર તેમ જ એના બારે પ્રકાશો અન્યાન્ય સ્થળેથી, સ્વોપજ્ઞ વૃત્તિ સંપૂર્ણ અને અપૂર્ણ એમ ઉભય રીતે છપાએલ છે. જૈનધર્મ પ્રસારક સભા તરફથી સંપૂર્ણ અને એશિયાટિક સોસાયટી ઑફ બેંગાલ ત૨થી ૧૯૦૭ થી ૧૯૨૧ના ગાળામાં કટકે કટકે પ્રસિદ્ધ થયા બાદ અપૂર્ણ રહેલ છે.
આંતર શ્લોક - યો. શા.ની સ્વોપજ્ઞ વૃત્તિમાં પ્રસંગોપાત્ત આંતરશ્લોકો છે. એ પૈકી જે ઉપયોગી જણાયા, તે સહિત સંપૂર્ણ મૂળકૃતિ આ. શ્રીદાનસૂરિ ગ્રં. મા. ત૨ફથી ઈ. સ. ૧૯૩૯માં પ્રકાશિત કરાઈ છે.
અનુવાદો - યોગશાસ્ત્રના પ્રકાશ ૧-૪ના ગુજરાતીમાં વિવિધ અને જર્મનમાં એક એમ અનુવાદો ઉપરાંત બારે પ્રકાશના ગુજરાતી તેમ જ હિન્દીમાં અનુવાદ થાય છે. વળી સ્વોપશ-વૃત્તિનો એક અપૂર્ણ અનુવાદ તો આ પૂર્વે થયેલો જ છે. એટલે પ્રસ્તુત અનુવાદ સંપૂર્ણ અક્ષરશઃ કર્યાનું જે અનુવાદકશ્રીએ કહ્યું છે, તે તેમ હોવાથી આનંદજનક ગણાય. આ વિવિધ પ્રકાશનો પૈકી ઘણાં ખરાંની નોંધ મેં હૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ. ૧૪૨-૧૪૪માં લીધી છે. યોગશાસ્ત્ર એક પરિશીલન નામનું પુસ્તક ઉપાધ્યાય અમરમુનિએ રચ્યું છે અને એ ‘સન્મતિ જ્ઞાનપીઠ, આગ્રથી ઈ. સ. ૧૯૬૩માં પ્રકાશિત કરાયુ છે. એમાં ‘યોગ’ અંગે નિરૂપણ છે. એમાં યોગશાસ્ત્રની પ્રકાશ દીઠ સંક્ષિપ્ત માહિતી અપાઈ છે.'
સ્વોપજ્ઞ વૃત્તિનો અનુવાદ આ વૃત્તિ સાથે મેળવવાનું તેમજ અન્ય અનુવાદો સાથે આની તુલના કરવાનું કાર્ય મને સોંપાયું નથી, એટલે આ વાત હું જતી કરું તે પૂર્વે નોંધીશ કે ચૈત્યનો અર્થ એક હિન્દી અનુવાદમાં વૃત્તિકા૨ના મતથી ભિન્ન કરાયો છે.
ભોજ્યાભોજ્યાદિ પદાર્થો-આનાં નામો પૃ.૧૮૨, ૨૦૪, ૨૧૦, ૨૧૮, ૨૨૩ અને ૨૫૨માં દર્શાવાયાં છે. એ પૈકી કેટલાંકનો ઉલ્લેખ વૃત્તિમાં નથી, પરંતુ અનુવાદકશ્રીએ ઉમેર્યા છે. પુષ્પોનાં નામો માટે પણ આમ બન્યું છે. આ જાતના ઉમેરા માટે કૌંસનો ઉપયોગ કરાયો હોત તો ઠીક થાત. એમણે વિસ્તૃત વિષયસૂચીઅનુક્રમણિકા લખી છે. તે આ પુસ્તકના માર્ગ-દર્શનની ગરજ સારશે.
ભાષાની શુદ્ધિ અને ઝમક, વાક્યોની રચના, આવશ્યક અવતરણોનાં મૂળનો નિર્દેશ, વિષયનો સત્વર અને સુગમ બોધ કરાવનારી કંડિકાઓ સ્વોપજ્ઞ વૃત્તિગત મનનીયતાઓ, વિસ્તૃત અને અભ્યાસપૂર્ણ ઉપોદ્ઘાત, સંતુલનરૂપે ટિપ્પણો, પૂર્વાપરના ઉલ્લેખો (Cross references) ઉપર ધ્યાન અપાયું હોત તો આ અનુવાદની પાછળ શ્રી હેમસાગરસૂરિજીએ જે પરિશ્રમ સેવ્યો, તે વધારે સાર્થક બનત. અને પ્રસ્તુત પ્રકાશનની ઉપયોગિતામાં નોંધપાત્ર વૃદ્ધિ થાત. ગમે તેમ પણ સવૃત્તિક મૂળનો સંપૂર્ણ અનુવાદ એક પણ થયો જણાતો નથી, ત્યારે તો અનુવાદકશ્રી અને પ્રકાશક સંસ્થા પણ ધન્યવાદપાત્ર ગણાય. કેમકે પ્રસ્તુત અનુવાદ બે રીતે ઉપયોગી છે. (૧) જેઓ સંસ્કૃત ભાષાનું યથાયોગ્ય જ્ઞાન ધરાવતા નથી તેમને આ અનુવાદ આશીર્વાદરૂપ થઈ પડશે અને (૨) જેઓ સંસ્કૃત સારી રીતે જાણે છે પરંતુ કોઈ કારણસર આ વૃત્તિના લાભથી વંચિત રહ્યા છે, તેમને એ વૃત્તિ વાંચવા વિચારવાની પ્રેરણા મળશે. મને તો આ અનુવાદ મારા બોધને સતેજ કરવામાં સહાયક થયો છે. એટલે એ બાબત હું અનુવાદકશ્રીનો આભાર માનું છું. અંતમાં અનુવાદકશ્રીએ પોતાના સાંસારિક પક્ષ, અભ્યાસ અને સાહિત્યવિષયક પ્રવૃત્તિઓનો નિર્દેશ કર્યો છે, એટલે મારે લખવાનું રહેતું નથી. એ સૂચવતો અને એઓ આપણને એમની શ્રુતભક્તિનો ઉત્તરોત્તર વિશેષ લાભ આપતા રહે-એ અભિલાષા દર્શાવતો આ ઉપક્રમણિકા પૂર્ણ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
કાયસ્થ મહુલ્લા ગોપીપૂરા, સુરત
તા. ૨૯-૧-૬૯
www.jainelibrary.org