SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ જવા માટે અચલને રજા આપી. મૂલદેવના વચનથી અવંતિનાથે તેને અવંતિમાં દાખલ કર્યો. કારણ કોપનું કારણ તે હતો. હવે કોઈક દિવસે દુઃખથી પરેશાન થયેલા વેપારીઓ એકઠા મળીને પ્રજાના કાર્ય કરવા માટે તૈયાર મૂલદેવને વિનંતી કરવા લાગ્યા કે, “હે દેવ ! આપ પ્રજા રક્ષણ કરવા માટે રાતદિવસ જાગ્રત રહો છો. તો પણ ચોર, લુંટારા આ નગરને ચારે બાજુથી ચોરી, લૂંટફાટ કરી ત્રાસ પમાડે છે. મોટા ઉદર માફક દરેક રાત્રિએ આ નગરમાં ચોરો મોટું ખાતર પાડે છે અને કોટવાલો પણ અમારા ઘરનું રક્ષણ કરવા સમર્થ બની શકતા નથી. અંજનસિદ્ધ સરખા કોઈથી ન દેખાતા ચોરો પોતાના ઘરની જેમ અમારા ઘરમાં ભ્રમણ કરે છે “અપયશ કરાવનાર તે ચોરોને ટૂંક સમયમાં પકડી શિક્ષા કરીશ.” એ પ્રમાણે મૂલદેવે વણિકોને કહી સાત્ત્વન આપી વિદાય કર્યા. ત્યાર પછી રાજાએ ઠપકાપૂર્વક નગરના અધ્યક્ષને આજ્ઞા કરી કે, સર્વ ચોરોને ખોળીને પકડો અને સજા કરો. હવે નગરના મોટા અધિકારીએ કહ્યું, હે સ્વામી ! એક એવો ચોર છે, જે પિશાચ માફક દેખતા દેખતામાં નાસી જાય છે અને તે પકડવો શક્ય નથી. ક્રોધ પામેલો પરાક્રમી તે રાજા રાત્રે નીલવસ્ત્રધારી બીજા બલદેવ સરખા વાદળી રંગના વસ્ત્ર પહેરી બહાર નીકળ્યો. બાહુબળવાળા તે રાજા ચોરને રહેવાના શંકા-સ્થાનોમાં ફર્યો તો પણ આકાશમાં કે જળમાં સર્પના પગલાં ન દેખાય, તેમ કોઈ ચોરને ન દેખ્યો. રાજા આખા નગરમાં ભમ્યો અને થાકેલો હોવાથી ગુફામાં જેમ કેસરી તેમ કોઈ એક ખંડીયાર દેવકુલમાં સૂઈ ગયો. રાત્રે ફરનારા ભૂત પ્રેત સરખો ભયંકર કોઈ મંડિક નામનો ચોરનો આગેવાન અકસ્માત ત્યા આવી ચડ્યો. ત્યાર પછી ચોર સ્વામીએ કહ્યું કે, અહીં કોણ છે ? રોષ પામેલા તેણે સૂતેલા વાઘ માફક રાજાને પગથી પાટું માર્યું. રાજા તેની ચેષ્ટા, સ્થાન અને ધનને જાણવાની ઈચ્છાવાળો હોવાથી કહ્યું કે, “હું પરદેશી મુસાફર છું તેવા પુરૂષો શામાં હોંશિયાર હોતા નથી ?” “હે મુસાફર ! ચાલ, આજે તને હું ધનવાન બનાવી દઉં.'એમ રાજાને ચોરે કહ્યું. “મદાંધોની અજ્ઞાનતાને ધિક્કાર હો' ધનનો અર્થી તે રાજા પગપાળા માફક તેની પાછળ ચાલ્યો. “ગરજ પડે ત્યારે જનાર્દન પણ ગધેડાના પગનું મર્દન કરે છે. મૃત્યુને જેમ આત્મા તેમ પાસે રહેલા તે રાજાને ન જાણતો તે ઘણી સંપત્તિવાળા કોઈ શેઠના ઘરમાં દાખલ થયો. ત્યાં હથિયારથી ઘરમાં ખાતર પાડીને તેણે રાહુ જેમ કુંડમાંથી અમૃતને ગ્રહણ કરે, તેમ સારભૂત દ્રવ્ય ગ્રહણ કર્યું. અજાણ ચોરે રાજા પાસે સર્વ દ્રવ્ય વહન કરાવ્યું. શાકિનીને પેટ બતાવવા માફક મૂઢ બુદ્ધિવાળા તેણે આ બતાવી દીધું. તે ચોરને મૂળમાંથી ઉખેડી નાખવા માટે તે ભાર મૂલદેવે વહન કર્યો. ધૂર્તો કારણ પડે ત્યારે નમ્ર બની જાય અને કાર્ય-સમયે રાક્ષસ પણ બની જાય.” જીર્ણ ઉદ્યાનમાં પહોંચી ગુફા ઉઘાડીને તેણે અંદર પ્રવેશ કર્યો. છાણામાં સ્થાપેલા વીંછી માફક રાજાને પણ ત્યાં લઈ ગયો. ગુફામાં નાગકુમારદેવી સરખા રૂપવાળી નવયૌવન, લાવણ્ય અને પવિત્ર સુંદર અવયવોથી શોભતી કુમારી તેની એક બેન હતી, ભાઈએ બેનને આજ્ઞા કરી કે, “આ પરોણાના બે પગો ધોઈ નાખો” ત્યાર પછી તેણે નજીકના કૂવા પાસે રાજાને એક આસન પર બેસાડ્યા, કમલ સરખા નેત્રવાળી તે કન્યા તેના બે ચરણો પ્રક્ષાલન કરતી હતી ત્યારે તેનો કોમળ સ્પર્શ અનુભવ્યો અને સર્વ અંગો તરફ નજર કરી. “અહો ! આ તો સાક્ષાત્ કોઈ કામદેવ જ છે.” એમ વિસ્મય પામી તેના તરફ અનુરાગ અને અનુકંપાવાળી બની. તેણીએ રાજાને કહ્યું કે, પગ ધોવાના બાનાથી આ કૂવામાં ઘણા માણસોને ફેંક્યા છે, તે વડભાગી ! ચોરોને દયા ક્યાંથી હોય ?તમારા દેખાવથી પ્રભાવિત થયેલી હું તમને આ કૂવામાં નહિ ફેંકું “મહાપુરુષોનો પ્રભાવ અદ્ભૂત વશીકરણ છે' તેથી કરી મારા આગ્રહ ખાતર હે સુંદર ! તમે અહીંથી એકદમ છટકી જાવ, નહિતર હે નાથ ! આપણા બંનેનું કુશળ નહિ થાય’ ત્યાર
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy