SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૨ ૧૪૩ ત્યાં જા. પ્રીતિથી જીતશત્રુની આજ્ઞાથી દેવદત્તા અનુક્રમે વેણાતટ નગરે પહોંચી. વિક્રમરાજા પણ મહોત્સવપૂર્વક પોતાના ચિત્ત સરખા વિશાળ મહેલમાં તેને લઈ ગયો. જિનભક્તિ કરતા અને પોતાની પ્રજાનું સમ્યફ પ્રકારે પાલન કરતા, દેવદત્તાની સાથે ક્રીડા કરતા ત્રણ વર્ગો બાધા પામતા ન હતા. આ બાજુ જલથી પૂર્ણ જેમ મેઘ તેમ પારસકુલથી ઘણી ખરીદવા લાયક વસ્તુઓ સાથે અચલ ત્યાં આવ્યો. લક્ષ્મીના મહત્ત્વને કહેનાર રત્ન, મણિ, મોતી, પરવાળા વગેરેથી મોટો થાળ ભરીને તે રાજા પાસે આવ્યો. રાજાએ તો અચલને તરત ઓળખ્યો. ચતુર પુરૂષોને તો દેખીને પૂર્વજન્મના સંબંધ પણ યાદ આવે છે. “આ મૂલદેવ રાજા છે' તેમ અચલ ઓળખી ન શક્યો, વેષ પહેરેલા નટને અલ્પબુદ્ધિવાળા જાણી શકતા નથી, તું ક્યાંથી આવે છે ? એમ રાજાએ પૂછતાં તેણે પારસકુલથી એમ જવાબ આપ્યો અને પરદેશથી વેચવા માટે લાવેલા માલને જોવા માટે પંચકુલ-મહાજનની માંગણી કરી. કૌતુકથી રાજાએ તેને કહ્યું કે, “હું જાતે જોવા આવીશ' ત્યારે તેણે “મહાકૃપા' એમ કહ્યું તેવા પુરૂષોના કોપને કોણ સમજી શકે ? ત્યાર પછી પંચકુલ સાથે રાજા તેના આશ્રયે ગયો અને તેણે પણ મજીઠ, કાપડ, સૂતર વગેરે લાવેલો માલ જકાત નક્કી કરવા બતાવ્યો. રાજાએ પૂછ્યું, “શું આટલો જ માલ છે ? સત્ય કહી દો.” એમ પૂછાયેલા શેઠે કહ્યું સત્ય જ કહું છું. આટલો જ માલ છે. રાજાએ ફરી કહ્યું. બરાબર ચોકસાઈ કરી નિવેદન કરો, કારણકે અમારા રાજ્યમાં દાણ-ચોરી કરનારને શારીરિક શિક્ષા કરવામાં આવે છે. અચલે કહ્યું કે, અમે બીજા પાસે પણ ફેરફાર બોલતા નથી, તો પછી આપ દેવની પાસે કેમ અન્યથા બોલાય ? પછી રાજાએ કહ્યું. “આ સત્ય બોલનાર શેઠ પાસેથી અર્થે દાન લેવું અને તેના માલની તપાસ બરાબર કરી લેવી તે પછી પંચકુલે પગના પ્રહારથી વાંસ અંદર ઉતારીને તપાસ્યું. તો અસાર માલ વચ્ચે છુપાવેલા સારભૂત માલની શંકા થઈ ઉત્પન્ન થયેલી શંકાવાળા રાજપુરૂષોએ ક્ષણવારમાં દાણચોરના હૃદયોની માફક ચારે બાજુથી કરિયાણાં રાખેલા સ્થાનો ભેદી નાંખ્યા. તેઓને જેમ માલ માટે શંકા થઈ, તે જ પ્રમાણે ધન માટે શઠતા જણાઈ. “અધિકારીઓ હંમેશા બીજાના નગર અને અંતઃકરણ સુધી પહોંચનારા હોય છે.” જાણી કોપાયમાન થયેલા રાજાએ તરત જ તેને બંધાવ્યો. સામંતો પણ રાજાના આદેશથી બંધાય, તો પછી આ વેપારી ક્યા હિસાબમાં ? ત્યાર પછી તેને મહેલમાં લઈ જઈ બંધન છોડાવીને રાજાએ પૂછ્યું કે, મને ઓળખો છો ? ત્યારે અચલે પણ એમ કહ્યું કે, જગતને પ્રકાશિત કરનાર સૂર્યને અને આપને ક્યો એવો મુર્ખશિરોમણિ હોય કે ન ઓળખે ? હવે તારા ખુશામતનાં વચનો બંધ કર, તું બરાબર મને જાણે છે કે કેમ ? તે કહે. રાજાએ આ પ્રમાણે અચલને કહ્યું ત્યારે જવાબ આપ્યો કે હું જાણતો નથી. દેવદત્તાને બોલાવીને રાજાએ તેને દેખાડી. માનીઓની મનની સિદ્ધિ ઈષ્ટ સ્વજનો દેખે, તો પોતાને કૃતાર્થ થયેલા સમજે છે. અચલ દેવદત્તાને દેખીને એકદમ શરમાઈ ગયો અને અતિકષ્ટવાળી દશા પામ્યો. “સ્ત્રી આગળ પોતાની અપભ્રાજના થાય, તે પીડા પુરૂષને મરણ કરતાં પણ અધિક હોય છે.” દેવદત્તાએ અચલને કહ્યું કે, “આ તે મૂલદેવ છે, જેને તમે તે સમયે આ પ્રમાણે સંકટ આપ્યું હતું અને મને પણ મુશ્કેલીમાં મૂકી હતી. આજે દૈવયોગે તમે પણ સંકટ પામ્યા છો જો કે તમે અત્યારે પ્રાણ-સંકટ પામ્યો છે, છતાં પણ આર્યપુત્ર તમને માફ કરે છે. આવા મહાપુરૂષો તુચ્છનો ઘાત કરનારા હોતા નથી ત્યાર પછી શરમાઈ ગયેલ તે વેપારીએ તે બંનેના પગમાં પડીને કહ્યું કે, “ તે વખતે કરેલા મારા સર્વ અપરાધની આપ ક્ષમા આપો, તે અપરાધથી જિતશત્રુ રાજા મારા પર રોપાયમાન બન્યા છે, તે તમારા વચનથી મને ઉજ્જયિનીમાં પ્રવેશ કરવા દેશે.” મૂલદેવે કહ્યું કે, જ્યારે દેવદત્તાએ તમારા પર કૃપા કરી છે. ત્યારે જ મેં તમને ક્ષમા આપી છે. ત્યાર પછી તેના ઉપર રહેમ નજર રાખી સાથે એક દૂત આપીને રાજાએ ઉજ્જયિની નગરીમાં
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy