SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ‘હે પુત્રિ તારા જીવિતેશની આજ્ઞાને માન્ય કેમ કરતી નથી ? સ્વામિની ઈચ્છા પ્રમાણે અનુસરવાની વાત તેં શું સાંભળી નથી ? દેવતાએ કહ્યું ‘હે આર્ય ! આવી રેશમી દેવદૃષ્યથી બનાવેલી કિંમતી ગાદી વિનાશ કરવી, તે તમને યોગ્ય ગણાય ?’ અચલે કહ્યું ‘હે ભદ્રા ! આવી કૃપણતા રાખવી એ તને યોગ્ય છે ? તારા સરખી સ્ત્રીઓ પતિ ખાતર શરીર પણ અર્પણ કરે છે. જેનો પતિ અચલ છે, એવી તને બીજી તળાઈઓ નહિ મળે ? જેનો મિત્ર સમુદ્ર હોય, તે લવણથી સીદાય ખરો ?' ત્યાર પછી ભાટી-ધનથી પરાધીન દેવદત્તાએ પલંગ પર બેઠેલા અચલને તેલ-માલીશ તથા સ્નાન કરાવ્યું ત્યાર પછી સ્વામીને સ્નાન કરાવતાં મહાદેવનાં સેવક ચંડ માફક મૂલદેવ સ્નાનના મલિન જળાદિકથી ચારે બાજુથી ભીંજાઈ ગયો. કુટ્ટણીએ અચલના ભટોને દૃષ્ટિસંજ્ઞાથી બોલાવ્યા અને ધૂર્તને ખેંચી કાઢવાના કાર્ય માટે અચલને પ્રેરણા આપી. જેમ કૌરવે દ્રૌપદીને કેશ પકડીને તેમ, કોપાયમાન બનેલા અચલે મૂલદેવને કેશ પકડી ખેંચ્યો. તેને કહ્યું ‘તું નીતિ જાણનાર છે, વિદ્વાન બુદ્ધિશાળી છે, આજે તારા કર્મને અનુરૂપ કઈ શિક્ષા છે ?' તે કહે’ ધનને આધીન શરીરવાળી આ વેશ્યાની સાથે ક્રીડા કરવાની અભિલાષા રાખે છે ? તો ગામના પટ્ટાની માફક આને તે ઘણા ધનથી કેમ ન ખરીદી ?' તે વખતે મૂલદેવ પણ સ્તબ્ધ થઈ, આંખો બંધ કરીને રહ્યો હતો, જાણે ફાળ ચૂકેલો દીપડો હોય તેવી અવસ્થા અનુભવતો હતો. ત્યાર પછી અચલ સાર્થવાહ વિચારવા લાગ્યો. આ મહાત્મા દૈવ યોગે આવી દશા પામ્યો છે, તો તે નિગ્રહ કરવા યોગ્ય નથી. તેણે મૂલદેવને કહ્યું. ‘હું આ ગુનાથી તને આજે મુક્ત કરું છું, તું કૃતજ્ઞ છે. તો સમય આવે ત્યારે મારા પર ઉપકાર કરવો' તેણે ધૂર્તરાજાને છોડી મૂક્યો, એટલે ઘરથી નીકળીને યુદ્ધમાં ઘાયલ થયેલા હાથી માફક ઉતાવળા ઉતાવળા ચાલતા તેણે ગામના છેડે આવેલ મોટા સરોવરમાં પહોંચી સ્નાન કર્યું. તે જ ક્ષણે ધોએલા વસ્ત્રવાળો તે શરદના સમય માફક શોભવા લાગ્યો. અચલનો અપકાર કે ઉપકાર કરવાના મનોરથમાં આરૂઢ થયેલો તે ધૂર્તરાજ બેનાતટ તરફ ચાલ્યો. પોતાની દુર્દશાની પ્રિયસખી સરખી ફાડી ખાનારાં જાનવરોવાળી બાર યોજન લાંબી અટવી પાસે તે આવી પહોંચ્યો. અપાર સમુદ્ર પાર પામવાની ઈચ્છાવાળો જેમ નાવડીને, તેમ આ મહાઅટવીનો પાર પામવા કોઈ સથવારો મેળવવા મૂલદેવ વિચારવા લાગ્યો, તે સમયે જાણે આકાશમાંથી પડ્યો હોય તેમ અણધાર્યો હાથમાં ભાતાની પોટલીવાળો ટક્કર નામનો કોઈક બ્રાહ્મણ આવ્યો. અસહાયને સહાય-ભૂત એવો તે વિપ્રને આવેલો જાણી જેમ વૃદ્ધ પુરૂષ લાકડીને મેળવીને હર્ષ પામે, તેમ મૂલદેવ હર્ષ પામ્યો. મૂલદેવે તે વિપ્રને કહ્યું, ‘અટવીમાં સહાયક મેળવવાની ઈચ્છાવાળા મને મારી છાયા સરખો બીજો તું ભાગ્ય યોગે મળી આવ્યો હે ઉત્તમ વિપ્ર ! આપણે બંને ઈચ્છા પ્રમાણે વાતો કરતાં કરતાં માર્ગ કાપીશું. કારણ કે માર્ગમાં વાતો એ માર્ગનો પરિશ્રમ દૂર કરનારી વિદ્યા છે.’ ત્યારે વિપ્રે કહ્યું, હે બડભાગી ! તારે કેટલે દૂર અને કયે સ્થાને જવાની અભિલાષા છે ? તે કહે અને માર્ગની મૈત્રી વશ કર. વળી વિષે કહ્યું કે, હું તો આ જંગલને છેડે રહેલું વીરનિધાન નામનું સ્થાન છે, ત્યાં જવાનો છું, હવે તું ક્યાં જવાનો છે ? તે કહે. મૂલદેવે કહ્યું હું વેણાતટ નગરમાં જવાનો છું. ત્યારે વિષે કહ્યું, તો ચાલો, ઘણા દૂર સુધી આપણો એક જ માર્ગ છે. બંને મળ્યા પછી તેઓને ચાલતા ચાલતાં બરાબર મસ્તક તપાવનારા સૂર્ય મધ્યાહ્નમાં આવ્યો, ત્યારે તેમને એક સરોવર પ્રાપ્ત થયું. મૂલદેવ હાથ, પગ અને મુખને જળથી ધોઈને વચમાં તડકા વગરની એક સરખી વૃક્ષ છાયાવાળા ભૂતલમાં બેસી ગયો. તે વિપ્ર પોટલીમાંથી સાથવો કાઢી પાણી સાથે મસળી રેકની માફક એકલો ખાવા લાગ્યો. ધૂર્તે વિચાર્યું કે, પ્રથમ મને ભોજન આપ્યા વગર ભોજન કરવા મંડ્યો છે, તેને અતિભૂખ લાગી હશે, એટલે તે જમી રહ્યા પછી મને આપશે, પરંતુ વિપ્ર તો પોટલી બાંધી ઉભો થયો એટલે ધૂર્તે વિચાર્યું કે, ‘આજે ન આપ્યું તો આવતી કાલે આપશે' બીજા દિવસે પણ તે પ્રમાણે આપ્યા વગર ભોજન કર્યું. ૧૪૦
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy