________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૭૨
: ૧૩૯
તું કોપ ન કરીશ, કારણકે કે જેવો યક્ષ હોય, તેના અનુસારે જ બલિ અપાય. જેમ લતા કાંટાળા વૃક્ષને, તેમ આને શા માટે વળગીને રહી છે ? માટે અપાત્ર એવા મૂલદેવ પતિનો સર્વથા તું ત્યાગ કર.' ત્યારે દેવદત્તાએ કહ્યું કે, “હે માતા ! તું મુંઝાય છે શા માટે ? પરીક્ષા કર્યા વગર પુરૂષને પાત્ર કે અપાત્ર કેમ કહી શકાય ?' ત્યારે તિરસ્કારપૂર્વક માતાએ કહ્યું, “તો પછી પરીક્ષા કરો' હર્ષ પામેલી દેવદત્તાએ પોતાની દાસીને આજ્ઞા કરી અચલને આ પ્રમાણે કહેવરાવ્યું કે, દેવદત્તાને આજે શેરડી ખાવાની અભિલાષા થઈ છે, તો તમારે શેરડી મોકલી આપવી. દાસીએ જઈને સાર્થવાહને કહ્યું એટલે પોતાને ધન્ય માનતા તેણે હર્ષથી શેરડીના સાંઠાના ગાડાં ભરીને તરત મોકલી આપ્યા. હર્ષ પામેલી કુટ્ટિનીએ પુત્રીને કહ્યું, હે પુત્રિ! ચિંતામણિ જેવા અચલ સ્વામીના અચિન્ય ઔદાર્ય તરફ તું નજર કર.” ખેદ પામેલી દેવદત્તાએ માતાને કહ્યું કે, “શું હું હાથણી છું? કે મૂળ અને આગળનાં પાંદડાં સાથે આખીને આખી શેરડી ખાવા માટે ફેંકી ! હવે તમે મૂલદેવને આ ખાવા માટે કહેવરાવો, એટલે કે માતાજી ! બેના વિવેકમાં કેટલું અંતર છે, તે ખબર પડશે.' દાસીએ મૂલદેવને કહ્યું એટલે ચતુર એવા તેણે પાંચ છ શેરડી લઈને મૂલ અને અગ્રભાગ કાપીને તરત છોલી નાંખી, તેના પર્વોની ગાંઠ કઠણ હોવાથી તેનો ત્યાગ કર્યો અને બબે આંગળના ટુકડાવાળી અમૃત-કંડિકા સરખી ગંડેરી તૈયાર કરી. (તજ, તમાલપત્ર, એલચી અને નાગકેસર) ચતુર્થાત વસ્તુથી સંસ્કાર આપી, કપૂર વડે સુગંધી બનાવી, શૂલમાં પરોવી, વર્ધમાન-શકોરાના સંપુટમાં ગોઠવીને તેને મોકલાવી. દેવદત્તાએ પણ તેને જોઈને કુટ્ટણીને કહ્યું, “સુવર્ણ અને પિત્તળ માફક ધૂર્તરાજ અને અચલનો આંતરો જોઈ લે.” કુટ્ટણી વિચારવા લાગી, “અહો ! મહામોહના અંધકારમાં અટવાતી, મૃગલી જેમ ઝાંઝવાના જળ તરફ તેમ આ પુત્રી પણ ધૂર્ત તરફ દોડી રહી છે ! અતિઉષ્ણ જળ સિંચવાથી દરમાંથી જેમ મહાસર્પ, તેમ તેવો કોઈ ઉપાય કરવો, જેથી નગરમાંથી તેને હાંકી કઢાય. કુટ્ટણીએ મૂલદેવને ખસેડવા માટે અચલને વાત કરી અને ખાનગી મંત્રણા કરી નક્કી કર્યું કે તારે બહારગામ જવાનું બનાવટી બહાનું બતાવવું. હે સાર્થવાહ ! તારે ગામ હું જાઉં છું. એમ જુઠું કહીને દેવદત્તાને વિશ્વાસ પમાડવી, ત્યાર પછી તેને બહારગામ ગયેલ સાંભળીને તે ધૂર્ત (મૂલદેવ) નિશંક થઈને દેવદત્તા પાસે આવશે. જ્યારે તે દેવદત્તા સાથે નિશ્ચિત્ત બનીને ક્રીડા કરતો હોય, તે અવસરે મારા સંકેત પ્રમાણે સુંદર ! તું સર્વ સામગ્રી સાથે આવજે, પછી તું કોઈ પણ પ્રકારે તેનું અપમાન કરજે, કે જેથી તે તેતર તેતરીના જેવી દેવદત્તાને ફરી ન ભોગવી શકે. તે પ્રમાણે સ્વીકારી “હું ગામ જાઉં છું.” એમ દેવદત્તાને કહીને તથા દ્રવ્ય આપીને અચલ નીકળી ગયો. ત્યાર પછી તેણે નિર્ભયપણે મૂલદેવનો પ્રવેશ કરાવ્યો એટલે કુટ્ટણીએ તેવા પ્રકારના જાપુરૂષના સેવકોથી પરિવરેલા અચલને બોલાવ્યો. અણધાર્યા તેને પ્રવેશ કરતો દેખીને દેવદત્તાએ પાંદડાનાં કરંડિયા માફક મૂલદેવને પલંગ નીચે સંતાડ્યો. તેવા પ્રકારે રહેલા મૂલદેવને કુટ્ટણીએ અચલને જણાવ્યો, એટલે હસતા મુખવાળો અચલ પલંગ પર પલાંઠી વાળીને બેઠો, બનાવટી નાટક કરતાં અચલે કહ્યું, “હે દેવદત્તા ! હું થાકી ગયો છું. સ્નાન કરીશ, માટે તૈયાર થા, વિલખી બનેલી અને કુત્રિમ હાસ્ય કરતી દેવદત્તાએ કહ્યું કે, તો પછી આપ સ્નાનને યોગ્ય સ્થાનમાં સ્નાન કરવા પધારો, આ પ્રમાણે આદરપૂર્વક દેવદત્તાએ ત્યાંથી ઉઠાડવા માટે સમજાવ્યા છતાં પણ અચલ પલંગમાં જ સ્થિર આસન કરીને બેસી રહ્યો. તે વખતે ધૂર્તરાજ ત્યાં રહેવા કે નીકળી જવા માટે અસમર્થ બન્યો. “ઘણે ભાગે મન અસ્વસ્થપણામાં વર્તતું હોય, ત્યારે શક્તિઓ પણ ઘટી જાય છે.” અચલે કહ્યું, “હે દેવદત્તા ! અભંગ કરેલા વસ્ત્રસહિત મેં આ પલંગ ઉપર સ્નાન કર્યું. એવું મને સ્વપ્ન આવ્યું છે, તે સ્વપ્નને સાર્થક કરવા માટે હું આવ્યો છું. સત્ય કરેલ આ સ્વપ્ન શુભ આબાદી કરનારું થાય છે, ત્યાર પછી કુટ્ટિની કહેવા લાગી