________________
૧૩૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
ટીકાર્થ : આ લોકના અલ્પ લાભ કરનાર થોડા અસત્યથી રૌરવ, મહારૌરવ વગેરે નારકીમાં ઉત્પન્ન થાય છે. રૌરવ એ નારકી અર્થમાં લોકોમાં પ્રચલિત છે, નહિંતર સર્વ નરકમાં એમ કહે. તે જિનેશ્વરની વાણીને વિપરીત અર્થમાં કહેનાર અને અસત્ય કથન કરનાર કુતીર્થિકો તથા સ્વમતમાં નિલવો વગેરેની શી ગતિ થશે ! નરક કરતાં પણ અધિક અધમ ગતિ પામશે. તેઓને રોકવા અશક્ય છે માટે ખરેખર તેઓ શોક અને ખેદ કરવા લાયક છે. કહેવું છે કે - અહાહા ! બીજાં અન્ય સર્વ પાપો કરતાં પ્રભુમાર્ગથી થોડું પણ વિપરીત બોલવું કે પ્રરૂપણા કરવી-એ મહા ભયંકર છે. મરીચિના ભવમાં ઉપાર્જન કરેલા અવશેષમાત્ર પાપના યોગે દેવોથી જેના ગુણોની પ્રશંસા થએલી હોવા છતાં, ત્રણે ભુવનમાં અજોડ મલ્લ સરખા તીર્થકર હોવા છતાં પણ ત્રણ જગતના પ્રભુ ! તમે અનેક વખત ગોવાળીયા આદિકથી કદર્થના પામ્યા !” સ્ત્રી, ગાય, બ્રાહ્મણ અને ગર્ભના જીવોની હત્યા કરનાર દૃઢપ્રહારી સરખા કેટલાક ઘણા પાપ કરવા છતાં તે ભવમાં સિદ્ધિ પામ્યા છે, તે વાત પ્રસિદ્ધ છે || ૬૨ | અસત્યવાદીઓને નિંદીને સત્યવાદીઓની સ્તુતિ કરે છે– ११९ ज्ञानचारित्रयोर्मूलं, सत्यमेव वदन्ति ये ।
धात्री पवित्रीक्रियते, तेषां चरणरेणुभिः ॥ ६३ ॥ અર્થ : જે પુરૂષો જ્ઞાન અને ચારિત્રના મૂળ હેતુ સમાન સત્ય વચનને જ બોલે છે. તે ઉત્તમ પુરુષોના ચરણની રેણુથી – ધૂળથી પૃથ્વી પણ પવિત્ર થાય છે || ૬૩ |
ટીકાર્થ : જ્ઞાન અને ચારિત્ર બંનેના મૂલકારણ સ્વરૂપ સત્ય જ જેઓ બોલે છે. તેઓના ચરણની રજથી આ પૃથ્વી પવિત્ર થાય છે. જ્ઞાન અને ચારિત્ર એટલા માટે કહ્યું કે ના વિકરિયામોડ્યાં (વિ.ભા.૩) એ ભગવાન્ ભાષ્યકારના વચનનો અનુવાદ કરવા માટે જ્ઞાન ગ્રહણ કરવાથી દર્શન પણ આવી જાય. દર્શન વગરનું જ્ઞાન એ અજ્ઞાન ગણેલું છે. મિથ્યાષ્ટિ જીવો સદ્ અસદ્ પદાર્થોવિપરીત જાણે છે. તેનું જ્ઞાન ભવતારણવાળું અને સ્વચ્છંદપણે અર્થકથન કરનાર નિરપેક્ષતાવાળું હોવાથી તેમને જ્ઞાનનું ફળ થતું નથી. કહેવુ છે કે સાચા અને ખોટામાં તફાવત ન હોવાથી ભવના કારણભૂત, પોતાની મતિકલ્પના પ્રમાણે અર્થ કરતા હોવાથી, શાસ્ત્રની પરાધીનતા કે સાપેક્ષતા ન હોવાથી, જ્ઞાનના ફળ-સ્વરૂપ વિરતિનો અભાવ હોવાથી, મિથ્યાષ્ટિનું જ્ઞાન અજ્ઞાનરૂપે માનેલું છે.” || ૬૩ છે. સત્યવાદીઓનો આ લોકમાં પણ પ્રભાવ બતાવે છે. १२० अलीकं ये न भाषन्ते, सत्यव्रतमहाधनाः ।
नापरार्धमलं तेभ्यो-भूतप्रेतोरगादयः ॥ ६४ ॥ અર્થ : સત્યવ્રત રૂપ મહાધનવાન એવા જ પુરૂષો અસત્ય નથી બોલતા, તેઓને ભૂત-પ્રેત, સાપ આદિ કોઈ પણ પ્રાણી ઉપસર્ગ કરવા શક્તિશાળી બનતા નથી. / ૬૪ ||
ટીકાર્થ: ભૂત, પ્રેત વ્યંતર, કુટુંબીઓ જેઓ પોતાના સંબંધીઓને હેરાન-પરેશાન કરે છે, ઉપલક્ષણથી સર્પો, વાઘો વગેરે પણ સમજવા. પરંતુ સત્યવ્રત રૂપી મહાજનવાળા જેઓ અસત્ય બોલતા નથી, તેમને હેરાન કરવા ભૂતાદિક સમર્થ થઈ શક્તા નથી, આને લગતા બીજા શ્લોકો પણ કહે છે–
બીજા વ્રતો અહિંસા-જળનું રક્ષણ કરનાર તળાવની પાળ સરખા છે. સત્યવ્રતના ભંગ થવા યોગે પાળ તૂટી જાય તો તે અહિંસા-જળ રક્ષણ વગરનું બની વિનાશ પામે. સર્વ જીવોને ઉપકારક એવું સત્ય