________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૬૧-૬૨
૧૩૧
આપો.” વૃદ્ધોનું વચન ન સાંભળ્યું હોય, તેમ પોતાની પ્રસિદ્ધિનો પણ ખ્યાલ કર્યા વગર વસુએ કહ્યું કે, ગુરૂજીએ “અજાનું મેષા” અર્થાત્ “અજો' એટલે ઘેટા એવી વ્યાખ્યા કરી હતી એમ કહીને સાક્ષી આપી તેના અસત્ય વચનથી દેવતાઓ ક્રોધાયમાન થયા અને દેવતાઓએ આકાશ જેવી નિર્મલ સ્ફટિકશિલાની વેદિકાવાળું સિંહાસન ચૂરી નાખ્યું. વસુમતીનો સ્વામી વસુરાજા ત્યાર પછી તત્કાલ નરકપાતની પ્રસ્તાવના કરતો હોય તેમ પૃથ્વીતલમાં પડ્યો. ખોટી સાક્ષી આપનાર ચંડાલ માફક તારું મુખ કોણ દેખે ? એમ વસુને તિરસ્કારતો નારદ પોતાના સ્થાનકે ગયો. અસત્ય વચન બોલવાથી કોપાયમાન થયેલા દેવતાઓએ પટકાવેલ વસુરાજા ઘોર નરકમાં ગયો. અપરાધી તે વસુરાજાનો જે જે પુત્ર રાજ્ય પર બેસતો હતો, તેને તેને દેવતાઓ હણતા હતા, એવી રીતે આઠ હણ્યા હતા. આ પ્રમાણે વસુરાજાને અસત્ય વચન બોલવાનું ફલ સાંભળીને જિનવચન શ્રવણ કરેલ આત્માએ કોઈના પણ આગ્રહને વશ ન બનતાં પ્રાણોના સંશયમાં પણ અસત્ય ન જ બોલવું. ઇતિ નારદ-પર્વત કથા. || ૬૦ ||
“સજ્જનોને હિત કરનાર' તે સત્ય-એવી વ્યુત્પત્તિથી યથાર્થ વચન હોવા છતાં પણ બીજાને પીડા કરનાર વચન પણ અસત્ય જ ગણેલું છે, માટે સત્ય પણ એવા પ્રકારનું ન બોલવું જોઈએ.
११७ न सत्यमपि भाषेत, परपीडाकरं वचः ।
लोकेऽपि श्रूयते यस्मात् कौशिको नरकं गतः ॥६१ ॥ અર્થ : અન્યને પીડા થાય તેવું સત્ય વચન પણ ન બોલવું. જેથી લોકમાં પણ સંભળાય છે કેકૌશિક તાપસ સત્યથી નરકમાં ગયો . ૬૧ ||
ટીકાર્થ : લોકવ્યવહારથી સત્ય દેખાવા છતાં પરમાર્થથી વિચાર કરીએ તો તે પરપીડા કરનાર હોવાથી તે વચન અસત્ય જ છે, તેવા વચનો ન બોલવા જોઈએ. તેવું વચન બોલવાથી નરકગમન થાય છે. લોકમાં અને બીજામતના શાસ્ત્રોમાં પણ તે વાત સંભળાય છે કે, બીજાને પીડા કરનાર સત્ય વચન બોલવાથી કૌશિક નરકમાં ગયો. કૌશિકની વાત સંપ્રદાયથી આ પ્રમાણે સમજવી–
સત્ય એ જ ધનવાળો કૌશિક નામનો કોઈક તાપસ ગામના સંબંધનો ત્યાગ કરી ગંગા નદી પાસે રહેવા ગયો. કંદમૂળાદિનો આહાર કરનારા મમત્વ-રહિત પરિગ્રહ વગરના એવા તેણે સત્યવાદી તરીકે ઘણી નામના મેળવી. એક વખત ગામ લૂંટીને તે તાપસ દેખે તેવી રીતે તે ચોરો દરમાં જેમ સર્પ તેમ આશ્રમ નજીકમાં વનની ઝાડીમાં ભરાઈ ગયા. ચોરોના પગલાંના અનુસારે ગામલોકોએ તાપસને પૂછ્યું કે, “તમે સત્યવાદી છો, કહો કે ચોરો ક્યાં ગયા ?' ધર્મતત્ત્વના મર્મને ન જાણનારા કૌશિકે કહ્યું કે, “આ ગાઢ ઝાડીની અંદર ચોરોએ પ્રવેશ કર્યો છે. તેના કહેવાથી હાથમાં હથિયારોથી સજ્જ બની ગામલોકોએ વનમાં પ્રવેશ કરી શિકારીઓ જેમ મૃગલાને તેમ ચોરોને મારી નાખ્યા. બીજાને પીડા કરનાર' એવું સત્યવચન બોલનાર પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને કૌશિક તાપસ પ્રગટ નારકીમાં ગયો. || ૬૧ || અલ્પ પણ અસત્ય બોલવાનો પ્રતિષેધ કરીને મહાઅસત્ય બોલનારા માટે ખેદ કરે છે– ११८ अल्पादपि मृषावादाद् रौरवादिषु संभवः ।
अन्यथा वदतां जैनी, वाचं त्वहह का गतिः ॥ ६२ ॥ અર્થ : અલ્પ મૃષાવાદથી પણ રૌરવ આદિ નરકોમાં જીવની ઉત્પત્તિ થાય છે, તો પછી ખેદની વાત છે કે શ્રી જિનરાજની વાણીને વિપરીતપણે કહેનારાં નિહનવ આદિ પુરુષોની કઈ ગતિ થાય ? | ૬૨