SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૦ યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ પશુવધ કરવાનું કહેલું છે, જેમાં માતા-પિતા દેવતાઓ છે, એવા પ્રકારની ક્રિયાઓ તે રૂપ શ્રાદ્ધ કર્મ પિતૃઓ તથા દેવતાઓનું મહાયજ્ઞાદિ કર્મ, આ કહેલા વિધાનમાં પશુઓની હિંસા કરવી, તે સિવાય પશુઓની હિંસા ન કરવી તેમ મનુએ કહેલું છે. આ કહેલાં કાર્યો સાધવા માટે પશુઓની હિંસા કરતાં બ્રાહ્મણ પોતાને અને પશુઓને સ્વર્ગ અને મોક્ષ ઉત્તમ ગતિ પમાડે છે. વેદના પરમાર્થને જાણનાર દ્વિજ વિદ્વાનોનો આ અધિકાર છે || ૩૫-૩૬ / હિંસાશાસ્ત્રની વાત બાજુ પર રાખી તેના ઉપદેશ કરનારાઓ કેવા પ્રકારના છે. તે કહે છે– ९३ ये चक्रुः क्रूरकर्माणः शास्त्रं हिंसोपदेशकम् ।। क्व ते यास्यन्ति नरके नास्तिकेभ्योऽपि नास्तिकाः ॥ ३७ ॥ અર્થ : ક્રૂર કર્મ કરનારા મનુ આદિ જે પુરુષોએ હિંસાનો ઉપદેશ આપનારાં શાસ્ત્રોને બનાવ્યા છે. તે બધા કઈ નરકમાં જશે? કેમ કે, તેઓ તો નાસ્તિકોમાં પણ નાસ્તિક છે . ૩૭ || ટીકાર્થઃ મનુ વગેરે જેઓએ નિર્દય ક્રૂર કર્મ કરવાના સ્મૃતિ વગેરે હિમોપદેશક શાસ્ત્રો કર્યા છે, તે કઈ નરકમાં જશે ? તેઓ દેખવામાં આસ્તિક લાગતા છતાં નાસ્તિકથી પણ મહાનાસ્તિક છે || ૩૭ | ९४ 'वरं वराकश्चार्वाको, योऽसौ प्रकटनास्तिकः । वेदोक्तितापसच्छद्म - च्छन्नं रक्षो न जैमिनिः ॥ ३८ ॥ અર્થ : પ્રગટ નાસ્તિક દંભ વગરનો બિચારો ચાર્વાક કંઈક સારો ગણાય, પરંતુ તાપસના વેષમાં છુપાએલા અને વેદમાં આમ કહ્યું છે એમ કહી વેદશાસ્ત્રના નામે લોકોને ભમાવતો રાક્ષસ સરખો જૈમિનિ સારો નથી || ૩૮ છે. ટીકાર્થ : જૈમિનિની અપેક્ષાએ ચાર્વાક કે લોકાતિક દંભ વગરનો હોવાથી અનુકંપા કરવા યોગ્ય કંઈક ઠીક ગણાય, પરંતુ જે વેદ-વચન આગળ કરનાર અને તાપસના વેષમાં છુપાએલા સકલ પ્રાણીઓને ઠગનાર તે રાક્ષસ જેવો છે. કહ્યું છે કે, “યજ્ઞ માટે પશુઓને ઉત્પન્ન કર્યા છે તે તો માત્ર વાણીનો વિલાસ છે. ખરી રીતે તો પોતે પોતાના કર્માનુસાર જુદા જુદા પ્રકારની યોનિમાં જીવો ઉત્પન્ન થાય છે.” આમ હોવાથી કોઈકનો સૃષ્ટિવાદ ખોટો માર્ગ છે. વિશ્વની સર્વની આબાદી માટે યજ્ઞ, એમ કહીને અર્થવાદ એ પક્ષપાત માત્ર છે. “વધ વધ નથી' એ હાસ્યવચન સમજવું. યજ્ઞ માટે મારેલા અને ઔષધિ આદિકના જીવોને ઉત્તમગતિની પ્રાપ્તિ તે માત્ર તેની શ્રદ્ધા કરનારનું વચન સમજવું. પરંતુ સુકૃત કર્યા વગર યજ્ઞના વધ માત્રથી ઊંચી ગતિ મળી શકતી નથી અને યજ્ઞમાં હણવા માત્રથી જો ઉંચી ગતિ મળતી હોય, તો પછી યજ્ઞમાં માતાપિતાદિકનો વધ કેમ કરતો નથી ? એથી કહેવું છે કેઃ “હું સ્વર્ગની ભોગની તૃષ્ણાવાળો નથી, મેં તારી પાસે તેવી કોઈ માંગણી કરી નથી, હું તો હંમેશા તૃણ ભોજનમાં સંતોષ માનનારો છું માટે હે ભલા પુરૂષ ! આમ કરવું તને યોગ્ય નથી. યજ્ઞની અંદર હણાએલા પ્રાણીઓ જો નક્કી સ્વર્ગમાં જ જતા હોય, તો પછી તમે માતા-પિતા, પુત્ર અને બંધુઓથી યજ્ઞ કેમ કરતા નથી ?” “મધુપર્યાદિકમાં હિંસા કલ્યાણ કરનારી થાય છે, બીજામાં નહિ” એ સ્વછંદીનું વચન સમજવું, હિંસામાં ફરક કેમ પાડ્યો? જેથી એક કલ્યાણ કરનારી અને બીજી તેવી નથી ! પુણ્યાત્માઓએ તો સર્વ પ્રકારની હિંસા ન કરવી જોઈએ, જેમ કે “સર્વ જીવો જીવવાની જ ઈચ્છા કરે છે, મરવાની નહિ, તે કારણથી નિગ્રંથ મુનિવરો ઘોર પ્રાણિવધ કરતા નથી” (દશ. ૬/૧૧) વળી પૂર્વ કહી ગયા કે, “આત્માને અને પશુને ઉત્તમ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy