SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, ગ્લો.૩૧-૩૬ ૧૧૯ રાખનાર છેતરનારના વચનોમાં વિશ્વાસ રાખતો નથી. || ૩૦ || જેમણે હિંસાશાસ્ત્ર કહેલ છે, તે જણાવી તેનો નિર્દેશ કરે છે– ८९ 'यज्ञार्थं पशवो सृष्टाः स्वयमेव स्वयम्भुवा । યજ્ઞોડી મૂત્યે સર્વણ તમાદ્ય વડવધ:' | રૂરૂ મનુ પ૩િ૯ અર્થ : હવે મનુસ્મૃતિના વચનોથી મનુના મતને જણાવે છે કે, બ્રહ્માએ પોતે જ યજ્ઞ માટે પશુઓનું સર્જન કર્યું અને આ યજ્ઞ સર્વ જગતની આબાદી માટે છે, તેથી યજ્ઞમાં થયેલો વધ એ વધ ન કહેવાય // ૩૩ / ટીકાર્થ : “બ્રહ્માએ પોતે જ યજ્ઞ માટે પશુઓ બનાવ્યાં છે. યજ્ઞ આ જગતને માટે કલ્યાણ અને આબાદી કરનાર છે, તે કારણે તેમાં થતી હિંસા એ હિંસા નથી. હિંસાથી થનારા પાપની તેમાં ઉત્પત્તિ નથી.” તેમાં એમ કહેવાય છે કે, “યજ્ઞમાં હિંસાનો દોષ કેમ નથી ?' તેના જવાબમાં તેઓ કહે છે કે, જેની હિંસા કરવામાં આવે, તેના પ્રાણવિયોગથી પુત્ર, સ્ત્રી, ધન વગેરેના વિયોગથી મહાન અપકાર થાય છે અથવા સર્વ અર્થ ઉત્પન્ન કરનાર દુષ્કૃત-પાપ થાય. નરકાદિક ફળ ભોગવવા પડે, પરંતુ યજ્ઞમાં હણાએલા જીવો ઉપર ઉપકાર થાય છે. નરકાદિક ફળ ન મળતાં હોવાથી અપકાર થતો નથી. || ૩૩ / તે જ કહે છે९० औषध्यः पशवो वृक्षा-स्तिर्यञ्चः पक्षिणस्तथा । યજ્ઞાર્થ નિધન પ્રાપ્તા: પ્રાનુdજ્યુસ્કૂતિં પુન: ૩૪ મન પ/૪૦ અર્થ : વળી જે ઔષધિ, પશુઓ, વૃક્ષો અને તિર્યંચ એવા પક્ષીઓ યજ્ઞને માટે મરણ પામ્યા, તેઓની પણ ઉન્નતિ થઈ છે. I ૩૪ | ટીકાર્થ : “દર્ભ વગેરે ઔષધિઓ, બકરા વગેરે પશુઓ, યૂપ વગેરે વૃક્ષો, બળદ, ઘોડા વગેરે તિર્યંચો, કપિંજલ વગેરે પક્ષીઓ, યજ્ઞ નિમિત્તે નિધન (વિનાશ-પીડા) પામે છે, તે ફરી ઉત્કર્ષને પામે છે. દેવ, ગંધર્વ-યોનિપણાને અને ઉત્તરકુરુ વગેરેમાં લાંબા આયુષ્યને પામે છે.” || ૩૪ છે. ९१ मधुपर्के च यज्ञे च, पित्र्ये दैवतकर्मणि । ત્રેવ પાવો હિંડ્યા-રાત્રે વન્મનું રૂ મનુ પ/૪૧ ९२ एष्वर्थेषु पशून् हिंसन्, वेदतत्त्वार्थविद्विजः । આત્માનં પવ, મત્યુત્તમાં તિમ્ રૂદ્દ એમનુ પ/૪૨ અર્થ : “દહીં-દૂધ આદિ પાંચ પદાર્થના મિશ્રણ રૂપ મધુપર્કની ક્રિયામાં, અશ્વમેઘ આદિ યજ્ઞોમાં, દેવોના મહાયજ્ઞાદિ કાર્યોમાં અને પિતાદિના શ્રાદ્ધ પૂજાના પ્રસંગે જ પશુઓની હિંસા કરવી, પણ બીજા કોઈ કાર્યોમાં નહિ” આ પ્રમાણે મનુએ કહ્યું છે તે ૩૫ || ઉપર કહેલા અનુષ્ઠાનોમાં પશુઓની હિંસા કરતો અને વેદશાસ્ત્રના રહસ્યોને જાણનારો બ્રાહ્મણ પોતાને અને પશુઓને ઉત્તમ ગતિમાં પહોંચાડે છે. || ૩૬ //. ટીકાર્ય : મધુપર્ક એક પ્રકારની ક્રિયા, તેમાં ગો-વધનું વિધાન કહેલું છે, જ્યોતિષમાં યજ્ઞ વગેરેમાં
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy