SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૭ ૧૦૫ નિશ્ચેતન જેવી જડ બની ગઈ. કોટવાળે રાજાને જઈને કહ્યું કે, મૃત્યુ પામી. રાજાએ પોતાના સેવકોને અગ્નિ-સંસ્કાર કરવા માટે હુકમ કર્યો. તે વખતે હું ત્યાં આવ્યો અને મેં કહ્યું કે, જો આ ક્ષણે આનો સંસ્કાર કરશો, તો તમારા રાજાને મહાઅનર્થ થશે.' એટલે તેઓ પોતાના સ્થાને ગયા. પછી કોટવાલને મેં કહ્યું કે, જો તું સહાય કરે તો હું સર્વલક્ષણ યુક્ત આના શબથી એક મંત્ર સિદ્ધ કરું કોટવાલે તે વાતનો સ્વીકાર કર્યો અને તેની જ સાથે હું માતાને સાંજે સ્મશાનમાં દૂર લઈ ગયો. એક તેવા ભૂમિસ્થાનમાં કપટથી મેં મંડલાદિક આલેખીને નગરદેવીઓને બલિ આપવા માટે કોટવાલને મોકલ્યો, તે ગયો એટલે માતાને બીજી ગુટિકા આપી. નિદ્રા ઉડી જવા માફખ બગાસું ખાતી ચેતનાવાળી તે ઉભી થઇ. પોતાની ઓળખાણ આપી. રુદન નિવારણ કરી તેને કચ્છ ગ્રામમાં પિતાજીના મિત્ર દેવશર્માના ઘરે લઈ ગયો તમને ખોળવા માટે આમ તેમ ભટકતો હું અહિં આવ્યો. ભાગ્ય-યોગે સાક્ષાત્ મારા પુણ્યરાશિ સરખા તમારા દર્શન અત્યારે મને થયાં. હે નાથ ! ત્યાર પછી તમે ક્યાં પ્રયાણ કર્યું ? અને ક્યાં રોકાયા ? એમ તેનાથી પૂછાએલા કુમારે પણ પોતાનો વૃત્તાન્ત નિવેદન કર્યો. હવે કોઈએ આવીને બંનેને કહ્યું કે, ગામની અંદર દીર્ઘરાજાના સુભટો તમારા સરખી આકૃતિવાળા ચિત્રપટ લાવીને બતાવતા કહે છે કે, ‘આવી આકૃતિવાળા કોઈ બે માણસ અહીં આવ્યા હતા ?' એમ તેમની વાણી સાંભળીને મેં તમને બંનેને જોયા, ‘હવે તમોને જેમ રુચે તેમ કરો' તે ગયા પછી અરણ્યમાં તેઓ હાથીના બચ્ચા સરખા દોડતા દોડતા ક્રમે કરી કૌશાંબી નગરીએ પહોંચ્યા. ત્યાં ઉદ્યાનમાં સાગરદત્ત શેઠ તથા બુદ્ધિલને લાખની શરતવાળું કૂકડાનું યુદ્ધ કરાવતું જોતા હતા તે કૂકડાઓ ઉડી ઉડીને પ્રાણ ખેંચના૨ અણીયાળા હથિયા૨ સરખા નખો વડે તથા ચાંચો વડે યુદ્ધ કરી રહેલા હતા. તેમાં સાગરદત્તના ભદ્રહાથી સરખા ઉત્તમ જાતવાન સક્ત કુક્કુટને મધ્યમ પ્રકારના હાથી સરખા બુદ્ધિલના કૂકડાએ હરાવ્યો. ત્યારે વરધનુએ કહ્યું, ‘હે સાગર ! તારો ઉત્તમ જાતિનો ફૂકડો હોવા છતાં પણ કેમ નાસીપાસ થયો ? આ કારણથી જો તું ઈચ્છતો હોય તો હું એની તપાસ કરું ‘સાગરની અનુમતિથી તેણે બુદ્ધિલના કુર્કુટને જોયો, તો તેના પગમાં યમદૂતી સરખી લોઢાની સોયો જોઈ. બુદ્ધિલ પણ અંદરથી સમજી ગયો કે, ‘મારું કપટ આ જાણી ગયો છે' એટલે છાની રીતે અર્ધોલાખ આપવા ઈચ્છા જણાવી. તેણે પણ આ હકીકત કુમારને એકાંતમાં જણાવી. કુમારે પણ લોહસોય ખેંચી લીધી અને સાગરશેઠના કૂકડાની સાથે ફરી યુદ્ધ કરાવ્યું. તો સોય વગરનો તે બુદ્ધિલનો કુકકુટ તેની સાથે યુદ્ધ કરતાં ક્ષણવારમાં હારી ગયો. ‘કપટ કરનાર હલકા માણસોનો જય કેવી રીતે થાય ? ખુશ થયેલા સાગરદત્ત વિજયદાન અપાવનાર બંનેને પોતાના રથમાં બેસાડી પોતાના ઘરે લઈ ગયો. ત્યાં પોતાના ઘર માફક રહેલા હતા, ત્યારે વરધનુની પાસે આવીને બુદ્ધિલના કિંકરે કંઈક કહ્યું. તે ગયા પછી વરધનુએ કુમારને કહ્યું કે, બુદ્ધિલે તે સમયે અર્ધલાખ આપવાની ઈચ્છા કરી હતી, તે વાત આજે તું જોજે, ત્યારે પછી તેણે નિર્મલ, મોટા, ગોળ મોતીઓ વડે જાણે શુક્રમંડલની શોભા કરી હોય તેવો હાર બતાવ્યો. કુમારે હાર ઉપર બાંધેલો પોતાના નામનો લેખ જોયો અને સાક્ષાત વાચિક લેખ હોય તેવી વત્સા નામની તાપસી આવી. તેઓ બંનેના મસ્તક ઉપર અક્ષતો નાંખી-વધાવીને આશીર્વાદ આપવા સાથે વરધનુને એક બાજુ લઈ જઈ કંઈક કહીને તે ચાલી ગઈ. મંત્રીપુત્રે બ્રહ્મદત્તેને તે વાત જણાવી કે, હાર સાથે બાંધેલા લેખનનો પ્રતિલેખ એ માગતી હતી. શ્રીબ્રહ્મદત્ત નામાંકિત આ લેખ તેને આપો, મેં તેને પૂછ્યું. ‘બ્રહ્મદત્ત કોણ ?' ત્યારે તેણે આ નગરમાં પૃથ્વીમાં પોતાના રૂપનું પરિવર્તન કરી રતિ જાણે કન્યાપણું પામી ન હોય એવી રત્નવતી નામની શેઠપુત્રી છે. પોતાના ભાઈ સાગરદત્ત અને બુદ્ધિલના કૂકડાઓના યુદ્ધમાં તેણે તે દિવસે કહ્યું 1
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy