________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
**
૧૦૪
કર્યો છે. વાયુવેગ જેમ નેતરને તેમ ભિલ્લોને નમાવીને અહીં ગ્રામોનો નાશ કરવા, ધાડ પાડવી ઇત્યાદિ વડે પિતાજી પોતાના પરિવારનું પોષણ કરે છે. સંપત્તિ મેળવવાના ચાર ઉપાય સરખા ચાર પુત્રો પછી પિતાજીને અત્યંત વલ્લભ એવી એક પુત્રી જન્મી, જે હું પોતે જ છું. યૌવનવયવાળી મને પિતાજીએ કહ્યું કે, સર્વ રાજાઓ મારા દ્વેષી છે. અહીં રહીને તારે વ૨ની તપાસ કરતા રહેવું અને તને જે માન્ય હોય, તે મને જણાવજે, ચક્રવાકી માફક સરોવર-કાંઠે હંમેશા રહેલી હતી, ત્યારથી માંડી માર્ગે આવતા અનેક મુસાફરોને જોયા કરું છું. કરેલા મનોરથની પ્રાપ્તિ સ્વપ્રમાં પણ અત્યંત દુર્લભ હોય છે., પરંતુ હે આર્યુપુત્ર ! મારા ભાગ્યની પ્રબળતાથી તમો અહીં આવી પહોંચ્યા. તે પલ્લીપતિ કોઈક દિવસે ગામનો નાશ કરવા માટે ગયા ત્યારે તેની સાથે કુમાર પણ ગયો. કારણકે, ક્ષત્રિયોનો આ ક્રમ છે. ગામ લુંટાતું હતું. ત્યારે સરોવ૨-કિનારે વરધનું હંસ માફક કુમારના ચરણ-કમળમાં આવીને પડ્યો. કુમારના કંઠનું આલંબન કરી વરધનું મુક્ત કંઠથી રુદન કરવા લાગ્યો. ઈષ્ટના દર્શન થતાં દુઃખો અંદરથી ઉભરાઈ જાય છે. ત્યાર પછી અમૃતના કોગળા સરખા અતિમધુર વાર્તાલાપ વડે આશ્વાસન આપી કુમારે પૂછેલો તેનો અત્યાર સુધીનો વૃતાંત કહ્યો કે, હે નાથ ! વડના વૃક્ષતળે તમને તે વખતે મૂકીને હું તમારા માટે જળની તપાસ કરવા ગયો. કંઈક આગળ અમૃતના કુંડ સરખું એક સરોવર જોયું. હું તમારા માટે કમલિની પત્રના પડીયામાં પાણી ભરીને લાવતો હતો. ત્યારે યમના દૂત સરખા બખ્તર પહેરેલા સુભટોએ આવી મને ઘેરી લીધો અને પૂછ્યું, ‘અરે વરધનુ ! બ્રહ્મદત્ત ક્યાં છે ? તે કહે.’ એમ તેઓએ મને પૂછ્યું ત્યારે મેં કહ્યું કે, મને ખબર નથી. ચોરની માફક નિઃશંકપણે તેઓ મારતા હતા, ત્યારે મેં કહ્યું કે, બ્રહ્મદત્તને વાધે ફાડી ખાધો છે, તે સ્થાન બતાવ, એમ કહેવાએલા મેં કપટથી આમ તેમ ફરતાં તમારી નજરમાં આવી તમને પલાયન થવાની સંજ્ઞા કરી.' પરિવ્રાજકે આપેલી એક ગુટિકા મુખમાં મૂકી એટલે તેના પ્રભાવથી હું ચેષ્ટા અને ભાન વગરનો થઈ ગયો. ‘આ મરી ગયો.' એમ ધારી તેઓએ મને છોડી દીધો. તેઓ ગયા પછી લાંબા કાળે મેં મુખમાંથી ગુટિકા બહાર કાઢી અને ખોવાએલા પદાર્થ માફક તમને ખોળવા માટે હું કોઈક ગામમાં ગયો. ત્યાં સાક્ષાત્ તપસ્યાના ઢગલા સરખા એક પરિવ્રાજક મહાત્માના દર્શન કર્યા અને નમસ્કાર કર્યા ત્યાર પછી પરિવ્રાજકે મને કહ્યું કે હે વધુન ! હું ધનનો મિત્ર વસુભાગ છું. પૃથ્વીમાં ભાગ્યશાળી એવા બડભાગી બ્રહ્મદત્ત અત્યારે ક્યાં વર્તતા હશે ? મેં પણ તેના પર વિશ્વાસ રાખી સાચી વાત જણાવી. મારી દુઃખની કથાના ધૂમાડાથી મ્યાનમુખવાળા બની ફરી તેણે મને કહ્યું કે - તે સમયે લાક્ષાઘર બળી ગયા પછી દીર્ઘરાજાએ સવા૨ે તપાસ કરાવી તો બળી ગયેલ એક શબ મળ્યું. પણ ત્રણ શબ ન જણાયાં. ત્યાં સુરંગ દેખી અને તેમાં છેડે અશ્વનાં પગલાં પણ દેખ્યા. આ ધનુની બુદ્ધિથી નાસી ગયા છે, એટલે ધનુમંત્રી ઉપર કોપાયમાન બન્યો અને આજ્ઞા કરી કે, સૂર્યતેજ માફક અસ્ખલિત પ્રયાણો કરનાર લશ્કરો દરેક દિશામાં મોકલી તેમને બંનેને બાંધીને અહીં લાવો. ધનુમંત્રી પલાયન થયો અને તારી માતાને તો દીર્ઘરાજાએ નરક સરખા ચાંડાલના પાડામાં નાખી છે. ફોલ્લા ઉપર બીજો ફોલ્લો થાય તેવી વાતોથી દુઃખ પામેલો દુઃખ ઉપર બીજું દુઃખ ઉત્પન્ન થવાથી હુ કામ્પિલ્ય નગર તરફ ગયો. કપટથી કાપાલિક સાધુનો વેષ ધારણ કરી ત્યાં ચાંડાલના પાડામાં સસલા માફક ઘરે ઘરે પ્રવેશ કરતો રહ્યો. લોકો મને અહીં ભ્રમણ કરવાનું કારણ પૂછવા લાગ્યા, ત્યારે મે કહ્યું કે, ‘મારો માતંગી વિદ્યાનો કલ્પ આવા પ્રકારનો છે. ‘ત્યાં આ પ્રમાણે ભ્રમણ કરતાં કરતા વિશ્વાસપાત્ર એવા કોટવાલ સાથે મૈત્રી થઈ. માયાથી શું ન સાધી શકાય ?
કોઈક દિવસે કોટવાલ દ્વારા માતાને મેં કહેરાવ્યું કે, ‘તમારા પુત્રના મિત્ર મહાવર્તી કૌડિન્ય તાપસ તમને વંદન કરે છે. બીજા દિવસે જાતે જઈને માતાજીને ગુટિકા સહિત બીજોરું આપ્યું. તે ખાવાથી તે