SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૬-૧૭ ૮૩ ત્રીજો વાદી. ત્રણેકાળ સંબંધી લાભાલાભને જણાવનાર નિમિત્તશાસ્ત્ર ભણેલા હોય, ચોથો નૈમિત્તિક, અઠ્ઠમઆદિ વિકૃષ્ટ-કઠોર તપ કરનાર પાંચમો તપસ્વી. પ્રજ્ઞપ્તિ, રોહિણી આદિ વિદ્યાદેવીઓ જેમાં સહાય કરનાર હોય તેવી પ્રજ્ઞપ્તિ રોહિણી વિદ્યાવાળો તે છઠ્ઠો. અંજન, પાદલેપ, તિલક કરવાની ગુટિકા, સમગ્ર લોકોને આકર્ષણ કરવાની, આશ્ચર્ય પમાડવાની તથા વૈક્રિય લબ્ધિ વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, તે સાતમો સિદ્ધ. ગદ્ય-પદ્યાદિ વર્ણનાત્મક પ્રબંધો કે કાવ્યોની રચના કરનાર આઠમો કવિ. આ પ્રવચની આદિ આઠ પ્રકારે ભગવંતના શાસનની પોતાની શક્તિ અનુસાર, દેશ-કાળાદિકને અનુરૂપ સહાય કરનાર પ્રભાવક, તેઓનું કર્મ તે પ્રભાવના. બીજું ભૂષણ ભક્તિ-વિનય, વૈયાવૃત્ય કરવા રૂપ, સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર દ્વારા ગુણાધિકને વિષે, આવે ત્યારે ઉભા થવું, સામે જવું, મસ્તકે અંજલિ કરવી, પોતે આસન આપવું, ગુણાધિકે આસન સ્વીકાર્યા પછી પોતે આસન ગ્રહણ કરવું, વંદના, પર્યુપાસના, અનુગમનપાછળ ચાલવું, આઠ પ્રકારનાં કર્મને દૂર કરનાર હોવાથી આઠ પ્રકારનો ઉપચાર કરવા રૂપ વિનય કરવો, વૈયાવચ્ચ આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, નવીન સાધુ, માંદો, કુલ, ગણ, સંઘ, સાધુ સમનોજ્ઞ એટલે મનોહર જ્ઞાનાદિકવાળા. આ દશને અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર ઉપાશ્રય, પાટ-પાટલા-પાટીયાં, સંસ્તારક વગેરે ધર્મનાં સાધનો આપવાં, સેવા ઔષિધ આપવી, મુશ્કેલીવાળા માર્ગમાં સહાયક બનવું, ઉપસર્ગનિવારણરૂપ વૈયાવૃત્ય કરવું. જિનશાસનના વિષયમાં નિપુણતાવાળા બનવું, જેમ અનાર્યદેશવાસી આર્દ્રકુમારને શ્રેણિકપુત્ર અભયકુમારે કુશળતાથી પ્રતિબોધ કર્યો. નદી આદિ સુખપૂર્વક ઉતરવા માટે જેમ ઘાટ હોય, તેમ સંસાર પાર પામવા માટે સુખેથી પાર પામવાનો માર્ગ તીર્થ કહેવાય. દ્રવ્ય અને ભાવ એમ બે ભેદવાળું તીર્થ. તીર્થંકરોના જન્મ. દીક્ષા, કેવલજ્ઞાન, નિર્વાણસ્થાન એ દ્રવ્ય-તીર્થ કહેવાય જે માટે કહેલું છે કે :—“તીર્થંકર મહાનુભાવોના જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ જ્યાં થયાં હોય, તે સ્થાન દ્રવ્યતીર્થ કહેવાય, તેનાં દર્શન અવશ્ય કરવાં જોઈએ”:– ભાવતીર્થં તો ચતુર્વિધ સંઘ, શ્રમણસંઘ, કે પ્રથમગણધ૨. કહ્યું છે કે- “હે ભગવંત ! તીર્થ તીર્થંકર કે તીર્થ ? હે ગૌત્તમ ! અર્હન્તો તો નક્કી તીર્થંકર છે જ, ચાર વર્ણવાળો શ્રમણસંઘ, અથવા પહેલા ગણધર, તે તીર્થ. (ભગ. ૬૮૨) આવા તીર્થની સેવા, તે તીર્થ-સેવા. || ૧૬ || આ પ્રમાણે સમ્યક્ત્વનાં ભૂષણો કહીને તેનાં દૂષણો કહે છેસમ્યક્ત્વનાં પાંચ દૂષણો ७३ शङ्का - काङ्क्षाविचिकित्सा - मिथ्यादृष्टिप्रशंसनम् । तत्संस्तवश्च पञ्चापि, सम्यक्त्वं दूषयन्त्यमी ॥ १७ ॥ અર્થ : ૧. શંકા, ૨. કાંક્ષા, ૩. વિચિકિત્સા, ૪. મિથ્યાદૅષ્ટિની પ્રશંસા અને ૫. મિથ્યાદૃષ્ટિથી પરિચય કરવો. આ પાંચેય સમ્યક્ત્વને દૂષિત કરનારાં છે || ૧૭ ॥ ટીકાર્થ : શંકાદિક પાંચે દૂષણો નિર્દોષ એવા સમ્યક્ત્વને અતિશયપણે દૂષિત કરે છે શંકા- એટલે સંદેહ થવો, તે સર્વવિષય અને દેશવિષય, સર્વવિષય શંકા- ‘ધર્મ હશે કે નહિ ?’ અને દેશવિષય શંકા-ધર્મ વિષયક કોઈ એકાદ વસ્તુમાં શંકા થાય. જેમ કે આ જીવ છે, પણ તે સર્વગત કે અસર્વગત ? પ્રદેશવાળો કે અપ્રદેશવાળો હશે ? આ બંને પ્રકારની શંકા અરિહંત ભગવંતે પ્રરૂપેલા પ્રવચનમાં અવિશ્વાસરૂપ હોવાથી સમ્યક્ત્વને મલિન કરે છે. માત્ર આગમથી જાણી શકાય તેવા પણ પદાર્થો આપણા સરખાની પ્રમાણ પરીક્ષામાં નિરપેક્ષ આપ્ત પુરૂષોએ પ્રરૂપેલ હોવાથી શંકા કરવા યોગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy