________________
૮૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ બીજા ધર્મની અભિલાષા ન થાય. જીવનો ધર્મ સમ્યક્ત પરોક્ષ હોવા છતાં પણ આસ્તિક્યથી ઓળખી શકાય છે. તેવા સમ્યક્તવાળો આસ્તિક કહેવાય છે. “જિનેશ્વરોએ જે પ્રરૂપેલું છે. તે જ સત્ય અને શંકા વગરનું છે' એવા શુભ પરિણામવાળો અને કાંક્ષાદિ દોષથી રહિત હોય, તે સમ્યક્તી ગણાય છે. વળી કેટલાક આચાર્ય શમ આદિ લિંગોની વ્યાખ્યા જુદી રીતે કરે છે. સારી રીતે પરીક્ષા કરેલ વક્તાના રચેલા આગમોનાં તત્ત્વોમાં આગ્રહ રાખી મિથ્યા અભિનિવેશનો ઉપશમ કરવો, તે શમ. તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જે અતત્ત્વનો ત્યાગ કરી તત્ત્વને પામેલ છે, તે સમ્યગ્દર્શનવાળો છે. સંવેગ એટલે ભયથી જિનપ્રવચનને અનસરનાર અને તેની શ્રદ્ધા કરનાર. નરકોમાં શારીરિક, માનસિક, શીત અને ઉષ્ણાદિકથી થયેલ વેદના સંકિલષ્ટ પરિણામવાળા પરમાધામીઓ અને પૂર્વભવના વેરવાળા બીજા નારકીઓ પરસ્પર ઉદીરણા કરતાં
| વેદનાઓ. તિર્યંચગતિમાં ભાર ઊંચકવાનું, પરાધીનતા, લાકડી, ચાબુકના માર ખાવા મનુષ્યોમાં દરિદ્રતા, દુર્ભગતા, રોગ વગેરે વિટંબણા દેખીને તેનાથી ભય પામેલા, તેની શાંતિના ઉપાયભૂત ધર્માનુષ્ઠાન કરતા એવાનું સમ્યગ્દર્શન જણાય છે અથવા આને સમ્યગ્દર્શને વર્તે છે. નિર્વેદ એટલે વિષયમાં અનાસક્તિ, જેમ કે “આ લોકમાં જીવોને દુરંત કામભોગમાં આસક્તિ, તે અનેક ઉપદ્રવ-ફળવાળી છે અને પરલોકમાં
તેકટુક નરક, તિર્યંચ, મનુષ્ય જન્મ ફલને આપનાર છે, માટે આ કામભોગોથી સર્યું. આ છોડવા લાયક જ છે. આવા પ્રકારના નિર્વેદથી પણ આને સમ્યગ્દર્શન છે-એમ નક્કી કરી શકાય છે અનુકંપા એટલે કૃપા, જેમ કે સર્વ જીવો સુખના અર્થી અને દુઃખથી દૂર ભાગનારા છે, માટે મારે તેમને પીડા ના કરવી. આથી પણ આનામાં સમ્યગ્દર્શન છે-એમ સમજી શકાય છે. જિનેન્દ્રના પ્રવચનમાં ઉપદેશેલા અતીન્દ્રિય એવા જીવ, કર્મ, પરલોક, પુણ્ય, પાપ આદિક ભાવો નક્કી છે જ-એવા પરિણામ હોય તે આસ્તિક્ય. આ આસ્તિક્ય વડે કરીને પણ આ સમ્યગ્દર્શનવાળો છે-એમ નિર્ણય કરી શકાય છે. જે ૧૫ //
સમ્યક્તનાં પાંચ લિંગો કહીને હવે તેનાં ભૂષણો જણાવે છેસમ્યત્ત્વનાં પાંચ ભૂષણો
७२ स्थैर्य प्रभावना भक्तिः कौशलं जिनशासने ।
तीर्थसेवा च पञ्चास्य, भूषणानि प्रचक्षते ॥ १६ ॥ અર્થ : ૧. જિનશાસનમાં સ્થિરતા, ૨. પ્રભાવના, ૩. ભક્તિ, ૪. જિનશાસનમાં કુશળતા અને ૫. તીર્થોની સેવા. આ પાંચ સમ્યક્ત્વનાં ભૂષણો કહ્યાં છે. || ૧૬ |
ટીકાર્થ : જેનાથી શોભા કરાય, તે ભૂષણો કહેવાય. આ જિનશાસનને શોભાવનાર પાંચ ભૂષણો કહેલાં છે. જૈનધર્મ સંબંધી જે સ્થિરતા, બીજા ચલાયમાન ચિત્તવાળા થયા હોય, તેને પણ સ્થિર બનાવવા, બીજા અન્ય દર્શનીઓની ઋદ્ધિ-સમૃદ્ધિ કે ચમત્કાર દેખીને પણ જિનશાસન પ્રત્યે નિષ્પકંપતા જૈનશાસન ન પામેલાઓને જૈનેન્દ્રશાસનની પ્રભાવના દ્વારા તેઓ પણ આ શાસન પ્રત્યે અનુરાગવાળા થાય, તેવા પ્રકારનાં નિમિત્તોથી તેમને પ્રભાવિત કરવા રૂપ પ્રભાવના. તે આઠ પ્રકારની છે. ૧ પ્રવચની, ૨ ધર્મકથી, ૩ વાદી, ૪ નૈમિત્તિક, ૫ તપસ્વી, ૬ વિદ્યાવાળા, ૭ સિદ્ધ, અને ૮ કવિ એ આઠ પ્રભાવકો છે. વ્ય.ભા.) તેમાં જે દ્વાદશાંગી રૂપ પ્રવચન અથવા ગણિપિટક એવા અતિશયવાળા જ્ઞાનને ધારણ કરનાર, તેને યુગપ્રધાનાગમ પણ કહી શકાય તે પ્રથમ પ્રવચની જેને ધર્મોપદેશ આપવાની સુંદર શક્તિ હોય જેની મધુર વાણીથી અનેકને ધર્મનો પ્રતિબોધ થાય તે, બીજો ધર્મકથી. વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ લક્ષણવાળી ચતુરંગી સભામાં પ્રતિપક્ષનું ખંડન કરી પોતાના પક્ષનું સ્થાપન કરવાના સામર્થ્યવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org