________________
૮૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ શબ્દોની પ્રતીતિ થતી નથી, અથવા કહેનાર ન હોવાથી આશ્રય વગર ગુણો રહી શકતા નથી. વળી આ
ચનોમાં ગુણ છે કે નથી, તે પણ પૌરુષેય વચનોમાં નક્કી કરી શકાય છે, વેદમાં તો કર્તાનો અભાવ હોવાથી તેમાં ગુણો છે-એવી અમને શંકા પણ થતી નથી.” | ૧૨ //
એ પ્રમાણે અપૌરુષેય વચન-કથનની અસંભાવના વગેરે વડે તેનો અભાવ જણાવીને અસર્વજ્ઞ પુરૂષ કહેલા ધર્મનું અપ્રામાણિકપણું જણાવે છે
६९ मिथ्यादृष्टिभिराम्नातो-हिंसाद्यैः कलुषीकृतः ।
स धर्म इति वित्तोऽपि, भवभ्रमणकारणम् ॥ १३ ॥ અર્થ : મિથ્યાદષ્ટિઓએ પ્રવર્તાવેલો, હિંસાદિક વડે કલુષિત કરેલો ધર્મ તરીકે પ્રસિદ્ધિ પામવા છતાં તે ભવ-ભ્રમણના કારણ સ્વરૂપ સમજવો. | ૧૩ //
ટીકાર્ય : હરિ, મહાદેવ, બ્રહ્મા, કપિલ, બુદ્ધ વગેરે મિથ્યાદષ્ટિઓએ પ્રવર્તાવેલ, જેને ભોળી બુદ્ધિવાળાઓએ ધર્મ તરીકે સ્વીકાર્યો છે, પરંતુ તે તો ભવ-બ્રમણનું કારણ હોવાથી અધર્મ જ છે કેવી રીતે? તે કહે છે, હિંસા વગેરેથી દૂષિત બનાવ્યો છે. મિથ્યાદષ્ટિએ બનાવેલાં શાસ્ત્રો હિંસાદિક દોષોથી દૂષિત છે. || ૧૩ ||. હવે અદેવ, અગુરૂ અને અધર્મના તિરસ્કાર પૂર્વક ખંડન કરે છે
७० सरागोऽपि हि देवश्चेद् गुरु रब्रह्मचार्यपि ।
कृपाहीनोऽपि धर्मः स्यात् कष्टं नष्टं हहा जगत् ॥ १४ ॥ અર્થ : જો રાગી દેવ હોય, અબ્રહ્મચારી પણ ગુરૂ હોય અને જો દયાહીન પણ ધર્મ હોય, તો તો પછી ખેદની વાત છે કે આ જગતુ વિનાશ પામ્યું છે. || ૧૪ |
ટીકાર્થ : રાગ, દ્વેષ અને મોહવાળા દેવ હોય, પ્રાણાતિપાત વગેરે પાંચ મહાપાપો સેવનારા ગુરૂ હોય, મૂલ અને ઉત્તરગુણથી રહિત જો ધર્મ હોય તો, અમને પારાવાર ખેદ અને અફસોસ થાય છે કે દેવ, ગુરૂ અને ધર્મ વગરનું દુર્ગતિ ગમન કરનાર જગત્ વિનાશના પામ્યું છે કહેલું છે કે- “હે સખિ ! જો દેવ રાગી હોય, દ્વેષી દેવ હોય, દેવ શૂન્ય પણ હોય, મદિરાપાનમાં ધર્મ હોય, માંસમાં ધર્મ હોય, જીવહિંસામાં ધર્મ હોય ગુરૂઓ વિષયોમાં રક્ત, કામમાં મત્ત અને કાન્તામાં આસક્ત બનેલા હોય, તેવા પણ વળી પૂજ્ય ગણાતા હોય તો ખેદની વાત છે કે આમ-તેમ ગમે-તેમ વર્તતા લોકો વિનાશના માર્ગે જઈ રહેલા છે. આ પ્રમાણે અદેવ, અગુરૂ, અધર્મના પરિહાર-પૂર્વક દેવ, ગુરુ અને ધર્મની પ્રતીતિ સ્વરૂપ સમ્યક્તની સુંદર વ્યવસ્થા સમજાવી, તે શુભ આત્મ-પરિણામરૂપ છે, આપણા સરખાને પરોક્ષ, માત્ર તેનાં ચિહ્નો દ્વારા જાણી શકાય છે, તે જણાવવા કહે છે | ૧૪ || સમ્યક્તનું સ્વરૂપ : ७१ शमसंवेगनिर्वेदा-ऽनुकम्पाऽऽस्तिक्यलक्षणैः ।
लक्षणैः पञ्चभिः सम्यक् सम्यक्त्वमुपलक्ष्यते ॥ १५ ॥ અર્થ : ૧. શમ્ ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪. અનુકંપા અને ૫. આસ્તિક્ય આ પાંચ લક્ષણો દ્વારા સમ્યક રીતે સમ્યક્ત ઓળખી શકાય ૧૫ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org