SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ, શ્લો. ૯-૧૨ ૭૯ ટીકાર્થ : નરક, તિર્યંચ સ્વરૂપ દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરી રાખનાર હોવાથી ધર્મ કહેવાય. આ શબ્દાર્થ કહ્યો, અને ધર્મનું લક્ષણ પણ આ જ છે. મનુષ્ય, દેવ અને મોક્ષસ્થાનમાં પ્રાણીઓને સ્થાપન કરે, તે નિરુકતાર્થથી ધર્મ, કહ્યું છે કે- “દુર્ગતિમાં પડતા જંતુઓને ધારી રાખે અને તેઓને શુભસ્થાનમાં સ્થાપન કરે, તેથી તેને ધર્મ કહેલો છે.” તે તો આગળ કહીશું તેવો સંયમઆદિ દશ પ્રકારવાળો છે, તે સર્વશે કહેલ હોવાથી મુક્તિ માટે થાય છે. બીજા દેવતાઓનું અસર્વજ્ઞપણું હોવાથી તેમનું કથન પ્રમાણભૂત ન ગણાય. અહીં વાદી શંકા કરે છે કે, સર્વ કહેલાં વચનનો અભાવ હોવા છતાં પુરૂષ વિના કહેલા વેદવાક્યરૂપ ધર્મનું પ્રમાણપણું હો. કહ્યું છે કે, “પ્રેરણા-ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, સૂક્ષ્મ, મોટા આંતરે રહેલા દૂરના પદાર્થોને જાણવા માટે સમર્થ બની શકે છે, પણ ઈન્દ્રિયો કંઈ જાણવા સમર્થ નથી. (શાબર ભા. ૧, ૧,૨) પ્રેરણા-વૈદિક ધર્મ અપૌરુષેય હોવાથી પુરૂષસંબંધી દોષોનો તેમાં પ્રવેશ નથી, તેથી તે પ્રમાણભૂત જ છે કહ્યું છે કે –“બોલનારને આધીન શબ્દ હોય, તેમાં દોષ થવાપણું છે, કોઈ વખત ગુણવાન વક્તાથી પણ દોષનો અભાવ થાય છે. તેવા ગુણોથી રહિત હોય, તેમના શબ્દમાં દોષ સંક્રાન્ત થવાનો સંભવ હોવાથી. અથવા વક્તાના અભાવમાં આશ્રય વગરનાં દોષો રહી શકતા નથી. (મી.ગ્લો.વા. ૧-૧-ર-૬૨/૬૩) વળી દોષો છે, અગર નથી, તે પુરૂષના વચનોમાં સંભવે છે, વેદમાં કર્તાનો અભાવ હોવાથી દોષ થવાની અમને બિલકુલ શંકા નથી. + ૧૧ | આ શંકાનું સમાધાન કરતાં કહે છે ६८ अपौरुषेयं वचन-मसम्भवि भवेद्यदि न प्रमाणं भवेद्वाचां ह्याप्ताधीना प्रमाणता ॥ १२ ॥ અર્થ : પુરૂષ વગરનું વચન અસંભવિત ગણાય, અને કદાચ હોય તો તે પ્રમાણ નથી, કારણ કે વચનોની પ્રમાણતા યથાર્થ વક્તા-આખપુરૂષને આધીન છે | ૧૨ // ટીકાર્થ : પુરૂષ વડે બોલાએલ તે પુરૂષસંબંધી વચન, તે નહિ તે અપૌરુષેય વચન, કંઠ વગેરે સ્થાન, કરણ, અભિઘાત પૂર્વક બોલાય, તે વચન. અપૌરુષેય અને વચન તે પરસ્પર વિરુદ્ધ છે. આકાશમાં ત્રસરેણુ માફક વચનનો સંભવ નથી તેમજ અમૂર્તનું અદર્શન કહેવું યુક્ત નથી, પ્રમાણ ન હોવાથી, ચપટી વગાડવા રૂપ શબ્દ-શ્રવણને જ પ્રમાણ ગણતા હો તો, તે ઠીક નથી. કારણ કે તેમ માનવામાં પણ તેની ઉત્પત્તિ સિદ્ધ થાય છે. તાળી પાડવી, ચપટી વગાડવી તે રીતે શબ્દની ઉત્પત્તિ માનવામાં તો ઉલટો અપૌરુષેયપણાનો દોષ આવે છે એક શબ્દ માટે કંઠસ્થાન, કરણ, અભિઘાતની જરૂર જણાઈ, ત્યારે તેના જેવા બીજા શબ્દો પ્રગટ કરવા માટે પણ સ્થાનાદિની જરૂર પડે. બીજા વ્યંગ્યોમાં તે જોવામાં ન આવતી હોવાથી શબ્દોની પ્રતિનિયત વ્યંજક વ્યંગ્યતા નથી. વળી ગૃહસ્થ ઘરમાં દહીંની મટકી જોવા માટે દીપક પ્રગટાવ્યો, તે વડે કરીને તેના સરખા પુડલાને પણ તે દેખાડે છે. તેથી આ રીતે વચનની અપૌરુષેયતા સંભવતી નથી. (ન્યાયમ પૃ. ૧૯૫) વળી જો અપ્રામાણિકપણાની ટેકના બલથી આકાશાદિ માફક શબ્દની અપૌરુષેયતા માનીએ, તો પણ તે પ્રમાણ નથી. કારણ કે, પ્રમાણિક-આખપુરૂષના મુખમાંથી નીકળેલી વાણી પ્રમાણભૂત ગણાય, તે સિવાયની પ્રમાણ ન ગણાય. કારણ કે “શબ્દમાં ગુણની ઉત્પત્તિ તો કહેનારને આધીન હોય છે, પણ દોષયુક્ત બોલનારથી તો ગુણનો અભાવ છે. તે દોષોથી રહિતના શબ્દમાં તો સંક્રાન્તિનો અસંભવ છે. અર્થાત્ તેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy