SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવ અને અજીવનો વિભાગ (નીવાનીવિત્તિ) જીવ અને અજીવના અનેક પ્રકારો છે. આગમ સાહિત્યમાં તેનું વિશદ વિવેચન મળે છે. દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે – जो जीवे वि न याणाड़, अजीवे वि न याणई । जीवाजीवे अयाणतो, कहं सो नाहिइ संजमं ॥ જે જીવ અને અજીવને નથી જાણતો – તેમના ભેદ-પ્રભેદ અને લક્ષણોને નથી જાણતો – તે સંયમને નથી જાણતો. સંયમને જાણવો તે મોક્ષ સુધી પહોંચવાનું પ્રથમ સોપાન છે. અને તેવો બોધ જીવ-અજીવના સાચા જ્ઞાનથી જ થાય છે. જીવ અને અજીવના આધારે સંયમના સત્તર પ્રકારો પ્રતિપાદિત થયા છે. ૨. આ લોક જીવ અને અજીવમય છે (નીવા ચેવ અનીવા ય) જૈન-આગમોમાં ‘લોક’ની પરિભાષા વિવિધ પ્રકારે મળે છે — ધર્માસ્તિકાય લોક છે. લોક પંચાસ્તિકાયમય છે. જે આકાશ ષદ્ભવ્યાત્મક છે તે લોક છે. અહીં જીવ અને અજીવને લોક કહેવામાં આવેલ છે. આ બધામાં કોઈ વિરોધ નથી. માત્ર અપેક્ષાભેદે તેમનું પ્રતિપાદન થયેલું છે. ધર્મ દ્રવ્ય લોક-પરિમિત છે. એટલા માટે તેને લોક કહેવામાં આવેલ છે. કાળ સમગ્ર લોકમાં વ્યાપ્ત નથી અથવા તે વાસ્તવિક દ્રવ્ય નથી, એટલે લોકને પંચાસ્તિકાયમય બતાવવામાં આવ્યો છે. ટિપ્પણ અધ્યયન ૩૬ : જીવાજીવવિભક્તિ દ્રવ્યો છ છે. તેમાં આકાશ બધાનો આધાર છે. એટલા માટે તેના આધાર પર જ બે વિભાગ કરવામાં આવ્યા છે – (૧) લોકાકાશ અને (૨) અલોકાકાશ. અલોકાકાશમાં આકાશ સિવાય કશું નથી. લોકકાશમાં બધાં દ્રવ્યો છે. વ્યાવહારિક કાળ માત્ર મનુષ્યલોકમાં છે, પરંતુ તે છે લોકમાં જ, એટલા માટે ‘વંશસ્થાપિ વિત્ પૂર્ણત્વન વ્યપવેશ:' અનુસાર લોકને । પદ્ભવ્યાત્મક માનવાનું જ યુક્તિ-સિદ્ધ છે. કહેવામાં આવ્યું પણ છે ‘દ્રવ્યાપિ ષટ્ પ્રતીતાનિ, દ્રવ્યો: મેં વ્યતે ।' સંક્ષિપ્ત દષ્ટિએ જ્યાં પદાર્થને ચેતન અને અચેતન ઉભયરૂપે માનવામાં આવેલ છે ત્યાં લોકનું પણ ચેતનાચેતનાત્મક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. ૩. જ્યાં અજીવનો દેશ છે—આકાશ જ છે (અનીવનેસમાસે) ૧. - અજીવના ચાર ભેદ છે – (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય અને (૪) પુદ્ગલાસ્તિકાય. અલોકમાં જીવો તો હોતા જ નથી, અજીવમાં માત્ર આકાશ જ હોય છે. એટલા માટે અલોકને આકાશમય કહેવામાં આવ્યું છે. એ જ આશયથી બૃહવૃત્તિ (પત્ર ૬૭૧)માં કહેવામાં આવ્યું છે - धर्मादीनां वृत्तिर्द्रव्याणां भवति यत्र तत् क्षेत्रम् । तैर्द्रव्यै: सह लोकस्तद् विपरीतं ह्यलोकाख्यम् ॥ જ્યાં ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યો રહેલાં છે તે લોક છે. જે તેનાથી વિપરીત માત્ર આકાશમય છે, તે અલોક છે. – તે આકાશ પણ અખંડ નથી. આકાશના બે વિભાગ છે – લોકાકાશ અને અલોકાકાશ. એટલા માટે અલોકાકાશને અજીવનો એક દેશ કહેવામાં આવેલ છે. दसवे आलियं, ४। श्लोक १२ । Jain Education International = ૨. समवाओ १७।२। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy