________________
ટિપ્પણ અધ્યયન ૩૫ : અનગાર-માર્ગ-ગતિ
૧. કમાડ સહિત (સવીd)
મહાત્મા બુદ્ધ કમાડવાળા કોઠાઓમાં ન રહેવાને પોતાની પૂજાનું કારણ માનવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું છે – ઉદાયી ! ‘, જેવા તેવા શયનાસનથી સંતુષ્ટ, સંતુષ્ટતા-પ્રશંસક0’ આનાથી જો મને શ્રાવક છે પૂજે ૦; તો ઉદાયી ! મારા શ્રાવકો વૃક્ષ-મૂનિક' (=વૃક્ષની નીચે સદા રહેનાર), મોઝાશિ (=અધ્યા =સદા ખુલ્લામાં રહેનારા)પણ છે, તે આઠ માસ (વર્ષાના ચાર માસ છોડીને) છતની નીચે નથી આવતા. હું તો ઉદાયી ! કયારેક ક્યારેક લીંપેલા-ગુંથેલા વાયુરહિત, કમાડ-ખડકીબંધ કોઠા ( કૂટાગારો) માં પણ વિહરું છું.” ૨. (શ્લોક ૬)
બૌદ્ધ ભિક્ષુઓ માટે તેર ધુતાંગોનું વિધાન છે. તેમાં નવમું ધુતાંગ વૃક્ષ-મૂલિકાંગ અને અગિયારમું ધુતાંગ શ્મશાનિકાંગ છે. વિશુદ્ધિમાર્ગમાં કહ્યું છે –
વૃક્ષ-મૂલિકાંગ પણ–“છવાયેલાને છોડી દઉં છું, વૃક્ષ નીચે રહેવાનું સ્વીકારું છું.” આમાનાં કોઈ એક વાક્યમાંથી ગ્રહણ કરાયેલું હોય છે. તે વૃક્ષમૂલિકને (સંઘ~)સીમાના વૃક્ષ, દિવી-દેવતાઓના)ચૈત્ય ઉપરના વૃક્ષ, ગુંદીના ઝાડ, ફળેલાં ઝાડ, ચામાચીડિયાવાળાં ઝાડ, ધોંધડ વાળું ઝાડ, વિહારની વચ્ચે ઊભેલ ઝાડ–આવા ઝાડાને છોડી વિહારથી દૂર આવેલા ઝાડને સ્વીકારવું જોઈએ. આ તેનું વિધાન છે.
પ્રભેદોથી આ પણ ત્રણ પ્રકારનું હોય છે. તેમાં ઉત્કૃષ્ટ રુચિ અનુસાર ઝાડ સ્વીકારીને સાફ-સફાઈવાળું કરાવી શકે નહીં. પડેલાં પાંદડાં દૂર કરીને તેણે રહેવું જોઈએ. મધ્યમ તે સ્થાનને આવેલા માણસો પાસે સાફ-સફાઈવાળું કરાવી શકે છે. મૃદુએ મઠના શ્રામણેરોને બોલાવી સાફ કરાવી, સરખું કરાવી રેતી નખાવી, ચાર દિવાલોનો ઘેરો કરાવી, બારણું મુકાવી રહેવું જોઈએ. પૂજાના દિવસે વૃક્ષમૂલિકે ત્યાં ન બેસતાં, બીજી જગાએ આડમાં બેસવું જોઈએ. આ ત્રણેની ધુતાંગ છાયેલા (સ્થાન)માં વાસ કરવાની ક્ષણે તૂટી જાય છે. “જાણી બુઝી છાયેલા(સ્થાન)માં અરુણોદય ઉગાડવાથી” અંગુત્તર-ભાણક કહે છે. આ ભેદ ( વિનાશ) છે.
આ ગુણ છે – “વૃક્ષ મૂળવાળા શયનાસનના સહારે પ્રવ્રજયા છે.” આ વાક્ય વડે નિશ્ચય અનુસાર પ્રતિપત્તિનું હોવું. “તેઓ થોડા પરંતુ સુલભ અને નિર્દોષ છે.” ભગવાન દ્વારા પ્રશંસિત હોવાનો પ્રત્યય, પ્રત્યેક સમય ઝાડના પાંદડાંના વિકારો જોવાથી અનિત્યનો ખ્યાલ પેદા થવો, શયનાસનની કંજુસાઈ અને (વિવિધ) કામોમાં વળગેલા રહેવાનો અભાવ, દેવતાઓની સાથે રહેવું, અભેચ્છતા વગેરે અનુસાર વૃત્તિ.
वण्णितो बुद्धसेवेन निस्सयोति च भासितो ।
निवासो पविवित्तस्स रुक्खमूल समो कुतो ॥ (શ્રેષ્ઠ ભગવાન બુદ્ધ દ્વારા પ્રશંસિત અને નિશ્રય કહેવાયેલા એકાંત નિવાસને માટે વૃક્ષમૂળની જેવું બીજું શું છે?)
आवासमच्छेर हरे देवता परिपालिते । पविवित्ते वसन्तो हि रुक्खमूलम्हि सुव्वतो ॥
૧. માિનિયે, રા રૂ. ૭, પૃ. ૩૦૭T
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org