SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદસ્થાન ૮૪૫ અધ્યયન-૩૨ : ટિપ્પણ ૧૮-૧૯ ૧૮. વિકારોને... (વિયા.....) ‘વિયા'નાં સંસ્કૃત રૂપો બે બની શકે – ‘વિર’ અને ‘વિવાર', ઇન્દ્રિયવશવર્તી મનુષ્ય વિવિધ પ્રકારના વિકારો અથવા વિવિધ પ્રકારના વિચારોમાં ભરાઈ જાય છે. ૧૯. (શ્લોક ૧૦૭) મહાવીરની સાધનાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે- સમતા, ઇન્દ્રિયોના મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયો પ્રત્યે રાગ-દ્વેષ ન કરવાનો અભ્યાસ. સમતાની સાધના વિના ધ્યાને પણ સફળ નથી થતું. ધ્યાનકાળમાં વીતરાગની સ્થિતિ જેવો કંઈક અનુભવ થાય છે. ધ્યાન પૂર્ણ કરતાં ઇન્દ્રિયોના વિષયો સામે આવી જાય છે. ત્યારે રાગ-દ્વેષના સંકલ્પ અને વિકલ્પ ઉભરી આવે છે. સમતાની સાધના જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સંકલ્પ-વિકલ્પનો નાશ થતો જાય છે. ઇન્દ્રિયોના અર્થો – વિષયોના સંકલ્પ-વિકલ્પ થતા નથી, તે અવસ્થામાં કામગુણ વિષયક તૃષ્ણા પોતાની મેળે જ ક્ષીણ થઈ જાય છે. સંકલ્પ અને વિકલ્પ તૃષ્ણાનું પોષણ કરે છે. જેવું તેમનું પોષણ બંધ થઈ જાય કે તૃષ્ણા પોતાની જાતે જ પ્રતનુ બની જાય છે. વૃત્તિકારે ‘સમય’ શબ્દના બે સંસ્કૃત રૂપો વધારામાં આપ્યા છે– ‘સમ' – એકી સાથે અને ‘સી’ – સિદ્ધાન્ત, પરંતુ તે બન્ને અહીં પ્રાસંગિક નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy