SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ તપો-માર્ગ-ગતિ ७८८ અધ્યયન-૩૦: ટિપ્પણ ૧૫ ધર્મેધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ છે – (ક) એકત્વ-અનુપ્રેક્ષા – એકલાપણાનું ચિંતન કરવું. (ખ) અનિત્ય-અનુપ્રેક્ષા – પદાર્થોની અનિત્યતાનું ચિંતન કરવું. (ગ) અશરણ-અનુપ્રેક્ષા – અશરણ-દશાનું ચિંતન કરવું. (ઘ) સંસાર-અનુપ્રેક્ષા – સંસાર-પરિભ્રમણનું ચિંતન કરવું. (૪) શુક્લધ્યાન ચેતનાની સહજ (ઉપાધિ-રહિત) પરિણતિને “શુક્લ-ધ્યાન” કહેવામાં આવે છે. તેના ચાર પ્રકાર છે – (ક) પૃથકત્વ-વિતર્ક-સવિચારી, (ખ) એકત્વ-વિતર્ક-અવિચારી, (ગ) સૂક્ષ્મ-ક્રિયા-અનિવૃત્તિ, (ઘ) સમુચ્છિન્ન-ક્રિયા-અપ્રતિપાતિ. ધ્યાનના વિષયો દ્રવ્ય અને પર્યાય છે. ધ્યાન બે પ્રકારનું હોય છે – સાલંબન અને નિરાલંબન. ધ્યાનમાં સામગ્રીનું પરિવર્તન થાય પણ છે અને નથી પણ થતું – ભેદ-દષ્ટિએ અને અભેદ-ષ્ટિએ. જ્યારે એક દ્રવ્યના અનેક પર્યાયોનું અનેક દૃષ્ટિઓથી – નયોથી ચિંતન કરવામાં આવે છે અને પૂર્વ-શ્રુતનો આધાર લેવામાં આવે છે તથા શબ્દમાંથી અર્થમાં અને અર્થમાંથી શબ્દમાં અને એવી રીતે મન, વચન, અને કાયામાંથી એક બીજામાં સંક્રમણ કરવામાં આવે છે ત્યારે શુક્લધ્યાનની તે સ્થિતિને “પૃથકત્વ-વિચાર-વિચારી’ કહેવામાં આવે છે. જયારે એક દ્રવ્ય કે કોઈ એક પર્યાયનું અભેદ-દષ્ટિએ ચિંતન કરવામાં આવે છે અને પૂર્વ-શ્રુતનો આધાર લેવામાં આવે છે તથા જ્યાં શબ્દ, અર્થ અને મન, વચન, કાયામાંથી એક બીજામાં સંક્રમણ કરવામાં આવે છે, ત્યારે શુક્લધ્યાનની તે સ્થિતિને ‘એત્વ-વિતર્ક-અવિચારી” કહેવામાં આવે છે. જ્યારે મને અને વાણીના યોગનો પૂર્ણ નિરોધ થઈ જાય છે અને કાયાના યોગનો પૂર્ણ નિરોધ નથી થયો હોતો – શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ-ક્રિયા બાકી રહે છે, તે અવસ્થાને ‘સૂક્ષ્મ-ક્રિય' કહેવામાં આવે છે. તેનું નિવર્તન (હાસ) નથી થયેલ, તેથી તે અનિવૃત્તિ છે. જ્યારે સૂક્ષ્મ ક્રિયાનો પણ નિરોધ થઈ જાય છે, તે અવસ્થાને સમુચ્છિન્ન-ક્રિય કહેવામાં આવે છે. તેનું પતન નથી હોતું. એટલા માટે તે અપ્રતિપાત છે. શુક્લધ્યાનના ચાર લક્ષણો– (ક) અવ્યથ – ક્ષોભનો અભાવ. (ખ) અસંમોહ – સૂક્ષ્મ-પદાર્થ-વિષયક મૂઢતાનો અભાવ. (ગ) વિવેક – શરીર અને આત્માના ભેદનું જ્ઞાન. (ઘ) વ્યુત્સર્ગ – શરીર અને ઉપાધિમાં અનાસક્ત-ભાવ. શુક્લધ્યાનના ચાર આલંબન– (૧) ક્ષાન્તિ-ક્ષમા, (૨) મુક્તિ-નિર્લોભતા, (૩) માર્દવ-મૃદુતા અને (૪) આર્જવ સરળતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy