SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ તપો-માર્ગ-ગતિ ૭૭૯ અધ્યયન-૩૦: ટિપ્પણ ૯ (૯) રૂક્ષ આહાર-લુખો સુખો આહાર.૧ આ તપનું પ્રયોજન છે ‘સ્વાદ-વિજય'. એટલા માટે રસ-પરિત્યાગ કરનાર વિકૃતિ, સરસ કે સ્વાદિષ્ટ ભોજન ખાતો નથી. | વિકૃતિઓ નવ છે – (૧) દૂધ, (૨) દહી, (૩) માખણ, (૪) ઘી, (૫) તેલ, (૬) ગોળ, (૭) મધ, (૮) મધ અને (૯) માંસ. આમાં મધ, મદ્ય, માંસ અને માખણ – એ ચાર મહાવિકૃતિઓ છે. જે વસ્તુઓ વડે જીભ અને મન વિકૃત બને છે – સ્વાદ-લોલુપ કે વિષયલોલુપ બને છે, તેમને ‘વિકૃતિ’ કહેવામાં આવે છે. પંડિત આશાધરજીએ તેમના ચાર પ્રકાર ગણાવ્યા છે – (૧) ગોરસ-વિકૃતિ - દૂધ, દહીં, ઘી, માખણ વગેરે. (૨) ઈશુરસ-વિકૃતિ – ગોળ, ખાંડ વગેરે. (૩) ફળ-રસ-વિકૃતિ – દ્રાક્ષ, કેરી વગેરે ફળોનો રસ. (૪) ધાન્ય-રસ-વિકૃતિ – તેલ, ખાંડ વગેરે.* સ્વાદિષ્ટ ભોજનને પણ વિકૃતિ કહેવામાં આવે છે. એટલા માટે રસ-પરિત્યાગ કરનાર શાક, વ્યંજન, મીઠું વગેરેનો પણ ત્યાગ કરે છે. મૂલારાધના અનુસાર દૂધ, દહીં, ઘી, તેલ અને ગોળ – આમાંથી કોઈ એકનો અથવા આ બધાનો પરિત્યાગ કરવો તે “રસ-પરિત્યાગ' છે તથા “અવગાહિમ વિકૃતિ' (મિઠાઈ) પૂડલા, પત્ર-શાક, દાળ, મીઠું વગેરેનો ત્યાગ પણ રસપરિત્યાગ છે. " રસ-પરિત્યાગ કરનાર મુનિ માટે નીચે પ્રમાણેનાં ભોજનનું વિધાન છે – (૧) અરસ-આહાર – સ્વાદ-રહિત ભોજન. (૨) અન્યવેક્ષાકૃત – ઠંડું ભોજન. (૩) શુદ્ધોદન – શાક વગેરે રહિત કોરા ભાત. (૪) રૂક્ષ ભોજન – ઘી વિનાનું ભોજન. (૫) આચાર્મ્સ – અમ્પ-રસ સાથેનું ભોજન. (૬) આયામૌદન – જેમાં થોડું પાણી અને વધુ ભાગ અન્ન તેવો આહાર અથવા ઓસામણ સહિતના ભાત. (૭) વિકટોદન – વધુ પકવેલા ભાત અથવા ગરમ પાણી મેળવેલ ભાત. જે રસ-પરિત્યાગ કરે છે, તેને ત્રણ બાબતો ફળે છે – (૧) સંતોષની ભાવના, (૨) બ્રહ્મચર્યની આરાધના અને (૩) વિરા.૬ ૯. શ્લોક (૨૭) ‘કાય-ફ્લેશ બાહ્ય-તપનો પાંચમો પ્રકાર છે. પ્રસ્તુત અધ્યયનમાં કાય-ક્લેશનો અર્થ “વીરાસન વગેરે કઠોર આસનો’ ૧. વારૂ, સૂત્ર રૂપ ! ટાઇ, ૨૩ ૩. (ક) ટાઇ, 8ા ૨૮૫. (ખ) મૂના રાધના, રૂા. ર૬રૂ I ૪. સીરથકૃત, પારૂલ, / ૫. સારથકૃત, પારૂલ, ઢલ | ૬. મૂતારાથના, રા ર ! ૭. * એજન, રૂા ૨૬ / ૮. એજન, રૂાર૨૭, મમતાત્તિ: संतोषो भावितः सम्यग्, ब्रह्मचर्यं प्रपालितम् । दर्शितं स्वस्य वैराग्यं, कुर्वाणेन रसोज्झनम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy