SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરયણાણિ ૩૨. શ૨ી૨-સ્નેહનું શોષણ થાય છે. ૩૩. રાગ વગેરેનો ઉપશમ થાય છે. ૩૪. આહારની પરિમિતતા થવાથી નિરોગિતા વધે છે. ૩૫. સંતોષ વધે છે.૧ ૭૬૪ બાહ્ય-તપનું પ્રયોજન— (૧) અનશનનાં પ્રયોજનો ઃ ૧. સંયમ-પ્રાપ્તિ ૨. રાગ-નાશ ૩. કર્મ-મલ-વિશોધન ૪. સધ્યાનની પ્રાપ્તિ અને પ. શાસ્ત્રાભ્યાસ. (૨) અવમૌદર્યનાં પ્રયોજનો : ૧. સંયમમાં સાવધાનતા ૨. વાત, પિત્ત, શ્લેષ્મ વગેરે દોષોનું ઉપશમન અને ૩. જ્ઞાન, ધ્યાન વગેરેની સિદ્ધિ. (૩) વૃત્તિ-સંક્ષેપનાં પ્રયોજનો ઃ ૧. ભોજન સંબંધી આશા પર અંકુશ અને ૨. ભોજન સંબંધી સંકલ્પ-વિકલ્પ તથા ચિંતાનું નિયંત્રણ. અધ્યયન-૩૦ : બ્લોક ટિપ્પણ ૧ (૪) રસ-પરિત્યાગનાં પ્રયોજનો : ૧. ઇન્દ્રિય-નિગ્રહ ૨. નિદ્રા-વિજય અને ૩. સ્વાધ્યાય, ધ્યાનની સિદ્ધિ. (૫) વિવિક્ત-શય્યાનાં પ્રયોજનો ઃ ૧. બાધાઓમાંથી મુક્તિ ૨. બ્રહ્મચર્ય-સિદ્ધિ અને ૩. સ્વાધ્યાય, ધ્યાનની સિદ્ધિ (૬) કાય-ક્લેશનાં પ્રયોજનો ઃ ૧. શારીરિક કષ્ટ-સહિષ્ણુતાનો સ્થિર અભ્યાસ ૨. શારીરિક સુખની વાંછામાંથી મુક્તિ અને ૩. જૈન-ધર્મની પ્રભાવના. આપ્યંતર-તપના પ્રકારો– = આત્યંતર-તપના છ પ્રકાર છે – (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ત્વ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ. આત્યંતર-તપનાં પરિણામો– ભાવ-શુદ્ધિ, ચંચળતાનો અભાવ, શલ્ય-મુક્તિ, ધાર્મિક-દઢતા વગેરે પ્રાયશ્ચિત્તનાં પરિણામો છે. જ્ઞાન-લાભ, આચાર-વિશુદ્ધિ, સમ્યક્-આરાધના વગેરે વિનયનાં પરિણામો છે.૪ ચિત્ત-સમાધિનો લાભ, ગ્લાનિનો અભાવ, પ્રવચન-વાત્સલ્ય વગેરે વૈયાવૃત્ત્વનાં પરિણામો છે. પ્રજ્ઞાનો અતિશય, અધ્યવસાયની પ્રશસ્તતા, ઉત્કૃષ્ટ સંવેગનો ઉદય, પ્રવચનની અવિચ્છિન્નતા, અતિચાર-વિશુદ્ધિ, સંદેહનાશ, મિથ્યાવાદીઓના ભયનો અભાવ વગેરે સ્વાધ્યાયનાં પરિણામો છે. ૧. મૂળાધના, ૩૫ ૨૭-૨૪૪। ર. તત્ત્વાર્થ, ૧।૨૦, श्रुतसागरीयवृत्ति । ૩. એજન, ૧।૨૨, શ્રુતસારીયવૃત્તિ । ૪. એજન, ૧૬ ૨૩, શ્રુતસારીયવૃત્તિ । કષાયથી ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા, વિષાદ, શોક વગેરે માનસિક દુઃખોથી બાધિત ન થવું તથા ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે શરીરને પ્રભાવિત કરનારા કષ્ટોથી બાધિત ન થવું તે ધ્યાનનાં પરિણામો છે. નિર્મમત્વ, નિર્ભયતા, જીવન પ્રત્યે અનાસક્તિ, દોષોનો ઉચ્છેદ, મોક્ષ-માર્ગમાં તત્પરતા વગેરે વ્યુત્સર્ગનાં પરિણામો છે. Jain Education International ૫. ૬. ૭. ૮. એજન, ૧।૨૪, શ્રુતસાળવીયવૃત્તિ । એજન, ૧। ૨૧, શ્રુતમાળીયવૃત્તિ । ધ્યાનશત, ૨૦、-૨૦૬ I તત્ત્વાર્થ, ૧ ૫ ૨૬, શ્રુતસારીયવૃત્તિ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy