SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ તપો-માર્ગ-ગતિ ૭૬૩ અધ્યયન-૩): ટિપ્પણ ૧ ૧. સુખની ભાવના પોતાની મેળે પરિત્યક્ત થઈ જાય છે. ૨. શરીર કૃશ થઈ જાય છે. ૩. આત્મા સંગમાં સ્થાપિત થાય છે. ૪. ઇન્દ્રિય-દમન થાય છે. ૫. સમાધિ-યોગનો ઉપયોગ થાય છે. ૬. વીર્ય-શક્તિનો ઉપયોગ થાય છે. ૭. જીવનની તૃષ્ણા વિચ્છિન્ન થાય છે. ૮. સંક્લેશ-રહિત દુઃખ-ભાવના (કષ્ટ-સહિષ્ણુતા)નો અભ્યાસ થાય છે. ૯. દેહ, રસ અને સુખનો પ્રતિબંધ નથી રહેતો. ૧૦. કષાયનો નિગ્રહ થાય છે. ૧૧. વિષય-ભોગો પ્રત્યે અનાદર (ઉદાસીન ભાવ) ઉત્પન્ન થાય છે. ૧૨. સમાધિ-મરણનો સ્થિર અભ્યાસ થાય છે. ૧૩. આત્મ-દમન થાય છે. આહાર વગેરેનો અનુરાગ ક્ષીણ થાય છે. ૧૪, આહાર-નિરાશતા – આહારની અભિલાષાના ત્યાગનો અભ્યાસ થાય છે. ૧૫. અમૃદ્ધિ વધે છે. ૧૬. લાભ અને અલાભમાં સમ રહેવાનો અભ્યાસ સધાય છે. ૧૭. બ્રહ્મચર્ય સિદ્ધ થાય છે. ૧૮. નિદ્રા-વિજય થાય છે. ૧૯. ધ્યાનની દઢતા પ્રાપ્ત થાય છે. ૨૦. વિમુક્તિ(વિશિષ્ટ ત્યાગ)નો વિકાસ થાય છે. ૨૧. દર્પનો નાશ થાય છે. ૨૨. સ્વાધ્યાય-યોગની નિર્વિગ્નતા પ્રાપ્ત થાય છે. ૨૩. સુખ-દુ:ખમાં સમ રહેવાની સ્થિતિ બને છે. ૨૪. આત્મા, કુળ, ગણ, શાસન – બધાંની પ્રભાવના થાય છે. ૨૫, આળસનો ત્યાગ થાય છે. ૨૬ , કર્મ-મળનું વિશોધન થાય છે. ર૭, બીજાઓને સંવેગ ઉત્પન્ન થાય છે. ૨૮. મિથ્યા-દષ્ટિમાં પણ સૌમ્યભાવ ઉત્પન્ન થાય છે. ૨૯ મુક્તિ-માર્ગનું પ્રકાશન થાય છે. ૩૦. તીર્થકરની આજ્ઞાની આરાધના થાય છે. ૩૧. દેહ-લાઘવ પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy