SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૭૪૬ અધ્યયન-૨૯: ટિપ્પણ ૬૫-૬૬ સમિત પણ. એ જ રીતે અકુશળ વચન અને કાયાનો નિરોધ કરનારો વચોગુપ્ત અને કાયગુપ્ત હોય છે તથા કુશળ વચન અને કાયાની પ્રવૃત્તિ કરનારો વચનગુપ્ત અને કાયગુપ્ત પણ હોય છે અને સમિત પણ. અકુશળ મનનો નિરોધ અને કુશળ મનની પ્રવૃત્તિનું પરિણામ એકાગ્રતા છે. એકાગ્રતામાં ચિત્તનો વિરોધ નથી થતો પરંતુ તેની પ્રવૃત્તિ અનેક આલંબનોમાંથી ખસીને એક આલંબન પર ચોંટી જાય છે. જયારે એકાગ્રતાનો અભ્યાસ પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે ચિત્તનો નિરોધ થાય છે. જુઓ-સૂત્ર ૨૬. અકુશળ વચનનો નિરોધ અને કુશળ વચનની પ્રવૃત્તિનું પરિણામ નિર્વિકાર-વિકથાથી મુક્ત થવું છે. “નિયિાર'નો અર્થ - જો નિર્વિચાર કરવામાં આવે તો વચન-ગુપ્તિનો અર્થ મૌન કરવો જોઈએ, બોલવાની ઈચ્છાથી વિચારો ઉત્તેજિત થાય છે અને મૌનથી વિચાર-શુન્યતા પ્રાપ્ત થાય છે તથા આત્મ-લીનતા વધે છે. કાય-ગુપ્તિનું પરિણામ સંવર બતાવવામાં આવ્યું છે. અહીં પ્રકરણ અનુસાર સંવરનો અર્થ “અકુશળ કાયિક પ્રવૃત્તિ વડે સત્પન્ન આમ્રવનો નિરોધ’ હોવો જોઈએ. જયારે અકુશળ આગ્નવનો સંવર થાય છે ત્યારે હિંસા વગેરે પાપાગ્નવ નિરુદ્ધ થવા લાગે છે. પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર કાયા છે. એટલા માટે આસ્રવ અને સંવરનો પણ તેની સાથે ગાઢ સંબંધ છે. જિનભદ્રગણિ અનુસાર મુખ્ય યોગ એક જ છે. તે છે કાયયોગ, વચન-યોગ અને મનો-યોગને યોગ્ય પુદગલો (ભાષાવર્ગણા અને મનો-વર્ગણા)નું ગ્રહણ કાય-યોગ વડે જ થાય છે. તેના સ્થિર થવાથી સ્વાભાવિકપણે જ સંવર થઈ જાય છે. કાયાની ચંચળતા કે આસ્રવાભિમુખતા વિના વચન-વ્યાપાર અને મનની ચંચળતા આપમેળે સમાપ્ત થઈ જાય છે. ૬૫. (સૂત્ર પ૭) પ્રસ્તુત અધ્યયનમાં મન-સંબંધી ત્રણ સુત્રો છે–એકાગ્રસન્નિવેશનનો સંબંધ ધ્યાન સાથે છે. એક આલંબન ઉપર મનનાં સન્નિવેશનનું પરિણામ છે–ચિત્ત-નિરોધ. મન-ગુપ્તિનો સંબંધ મનના નિગ્રહ સાથે છે. તેનું સાક્ષાત્ પરિણામ છે–એકાગ્રતા અને વ્યવહિત પરિણામ છે—સંયમની આરાધના. મન-સમાધારણાનો સંબંધ શ્રતના સ્વાધ્યાયમાં મનનાં નિયોજન સાથે છે. તેનું સાક્ષાત પરિણામ છે–એકાગ્રતા અને વ્યવહિત પરિણામ બે છે ૧. જ્ઞાનના પર્યાયો-વિવિધ આયામોનો વિકાસ. ૨. સમ્યક્તનું વિશોધન અને મિથ્યાત્વનું નિર્જરણ. ૬૬. (સૂત્ર પ૭-૫૯) આ ત્રણ સૂત્રોમાં સમાધારણાનું નિરૂપણ છે. સમાધારણાનો અર્થ છે–ન્સમ્યકૂ-વ્યવસ્થાપન અથવા સમ્યકૃ-નિયોજન. તેના ત્રણ પ્રકાર છે-(૧) મનઃસમાધારણા-મનનું શ્રતમાં વ્યવસ્થાપન કે નિયોજન, (૨) વચ:સમાધારણા–વચનના સ્વાધ્યાયમાં વ્યવસ્થાપન કે નિયોજન અને (૩) કાય-સમાધારણા- કાયાનું ચારિત્રની આરાધનામાં વ્યવસ્થાપન કે નિયોજન. મનને જ્ઞાન (તત્ત્વોપાસના)માં લીન કરવાથી એકાગ્રતા ઉત્પન્ન થાય છે. તેનાથી જ્ઞાન-પર્યાયો (જ્ઞાનના સૂક્ષ્મ-સૂક્ષ્મતર રૂપો) ઉદય પામે છે. તે જ્ઞાન-પર્યાયોના ઉદયથી સમ્યફ દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય છે અને મિથ્યા-દષ્ટિકોણ સમાપ્ત થાય છે. વચનને સ્વાધ્યાય (શબ્દોપાસના)માં લગાડવાથી પ્રજ્ઞાપનીય દર્શન-પર્યાયો વિશુદ્ધ બને છે–અન્યથા નિરૂપણ કરી શકાતું નથી. દર્શનની વિશુદ્ધિ જ્ઞાન-પર્યાયોના ઉદયથી જ થઈ જાય છે. એટલા માટે અહીં વાક સાધારણ અર્થાત વચન વડે પ્રતિપાદનીય દર્શન ૩. ૧. વિશેષાવવા માળ, રૂબર : લિંપુ તપુરમે ને મુંફ મ વા નો मण्णइ च स माणसिओ, तणुजोगो चेव य विभत्तो । बृहद्वृत्ति, पत्र ५९२ : मनसः समिति-सम्यग्आिितमर्यादयाऽऽगमाभिहितभावाभिव्याप्त्याऽवधारणा व्यवस्थापनं मनःसमाधारणा तया। એજન, પત્ર ૧૨૨ : ‘વામથારાયા' સ્વાધ્યાય પ્રવ वाग्निवेशनात्मिकया। એજન, પન્ન ૨૨: સમાધા' સંયમપુરી सम्यग्व्यवस्थापनरूपया। ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy