SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ-પરાક્રમ ‘સ્તવ’ કહેવામાં આવે છે. કેટલાક લોકો સાત શ્લોક સુધીની શ્રદ્ધાંજલિને પણ ‘સ્તુતિ’ માને છે.૧ ૨૧. મોક્ષ-પ્રાપ્તિ (અંતિિરય) અન્નનો તાત્પર્યાર્થ છે—ભવ કે કર્મોનો વિનાશ. તેને ફલિત કરનારી ક્રિયા અંતક્રિયા કહેવાય છે. તાત્પર્યમાં એનો અર્થ છે—મોક્ષ. અન્તક્રિયા ફલિત થાય છે સૂક્ષ્મ શરીરના છૂટી જવા પર. સ્થાનાંગમાં ચાર પ્રકારની અંતક્રિયાનો નિર્દેશ મળે છે. તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે—– ૧. કેટલાક મનુષ્યો અલ્પ કર્મો સાથે મનુષ્ય જીવનમાં આવે છે, પરંતુ દીર્ઘકાલીન મુનિ-પર્યાયનું પાલન કરી મુક્ત થઈ જાય છે, જેમ કે – ચાતુરંત ચક્રવર્તી સમ્રાટ ભરત. આ પ્રથમ પ્રકારની અંતક્રિયા છે. = ૨. કેટલાક મનુષ્યો મહાકર્મ સાથે મનુષ્ય ભવમાં આવે છે અને અલ્પકાલીન મુનિ-પર્યાયનું પાલન કરી મુક્ત થઈ જાય છે, જેમ કે – ગજસુકુમાલ અણગાર. આ બીજા પ્રકારની અંતક્રિયા છે. ૩. કેટલાક મનુષ્યો મહાકર્મ સાથે મનુષ્ય ભવમાં આવે છે અને દીર્ઘકાલીન મુનિ-પર્યાયનું પાલન કરી મુક્ત થઈ જાય છે, જેમ કે – ચક્રવર્તી સનત્કુમાર. આ ત્રીજા પ્રકારની અંતક્રિયા છે. ૭૩૩ ૪. કેટલાક મનુષ્યો અલ્પ કર્મ સાથે મનુષ્ય ભવમાં આવે છે અને અલ્પકાલીન મુનિ-પર્યાયનું પાલન કરી મુક્ત થઈ જાય છે, જેમ કે – ભગવતી મરુદેવા. આ ચોથા પ્રકારની અંતક્રિયા છે. આ બધાની કથાઓ માટે જુઓ—ઠાણું ૪૧નું ટિપ્પણ. ૨૨. વૈમાનિક દેવોમાં (વિમાનો...) વૃત્તિકારે કલ્પનો અર્થ—બાર દેવલોક અને વિમાનનો અર્થ–પ્રૈવેયક અને અનુત્તર વિમાન – કર્યો છે. = ૨૩. કાલ-પ્રતિલેખના...થી (જાનડિસ્નેહાયાળુ) પ શ્રમણની દિન-ચર્યામાં કાળ-મર્યાદાનું ઘણું મોટું સ્થાન રહ્યું છે. દશવૈકાલિકમાં કહેવાયું છે – ‘તે બધા કામો યોગ્ય સમયે કરે.’૪ આ જ વાત સૂત્રકૃતાંગમાં કહેવાઈ છે. વ્યવહારમાં બતાવવામાં આવ્યું છે – અસ્વાધ્યાય-કાળમાં સ્વાધ્યાય ન કરવો.’ કાળજ્ઞાનના પ્રાચીન સાધનોમાં ‘દિક્ પ્રતિલેખન’ અને ‘નક્ષત્ર અવલોકન’ મુખ્ય હતાં. મુનિઓ સ્વાધ્યાય પૂર્વે કાળની પ્રતિલેખના કરતા. જેમને નક્ષત્રવિદ્યાનું કુશળ જ્ઞાન હોય તેમને આ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવતા. યાંત્રિક ઘડિયાળોના અભાવમાં આ કાર્યને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું. વિશેષ વિવરણ માટે જુઓ – ઓઘનિર્યુક્તિ, ગાથા ૬૪૧-૬૫૪. ૧. ૨૪. માર્ગ (સમ્યક્ત્વ) (મñ) શાન્ત્યાચાર્યે માર્ગના ત્રણ અર્થો કર્યા છે – (૧) સમ્યક્ત્વ, (૨) સમ્યક્ત્વ અને જ્ઞાન અને (૩) મુક્તિ-માર્ગ. . ૩. ૪. ૫. અધ્યયન-૨૯ : ટિપ્પણ ૨૧-૨૪ बृहद्वृत्ति, पत्र ५८१ : दुगतिसिलोगा ( थूइओ) अन्नेसिं जाव हुंति सत्तेव । देविंदत्थवमाई तेण परं थुत्तया होंति ॥ ગળું, ૪। ૬ । बृहद्वृत्ति, पत्र ५८२ : कल्पा- देवलोका विमानानिग्रैवेयकानुत्तरविमानरूपाणि । વસવેઞતિયં, ૧। ૨ ।૪ : જાતે જાાં સમાવે। सूयगडो, २।१।१५ : अन्नं अन्नकाले, पाणं Jain Education International ૬. ૭. ૮. ૯. पाणकाले, वत्थं वत्थकाले, लेणं लेणकाले, सयणं सयणकाले । व्यवहार सूत्र, ७ । १०६ : नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा असज्झाए सज्झायं करित्तए । बृहद्वृत्ति, पत्र ५८३ : मार्ग:- इह ज्ञानप्राप्तिहेतुः सम्यक्त्वम् । એજન, પત્ર ૫૭૨ : યદા માfયારિત્રપ્રાપ્તિનિનન્યનતવા दर्शनज्ञानाख्यम् । એજન, પત્ર ૬૮રૂ : અથવા ‘f =' મુર્શિ क्षायोपशमिकदर्शनादि । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy