SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૭૩૨ અધ્યયન-૨૯: ટિપ્પણ ૧૭-૨૦ છે–જ્યાં-જ્યાં શુભ પ્રવૃત્તિ છે ત્યાં-ત્યાં નિર્જરા છે. એક પણ શુભ પ્રવૃત્તિ એવી નથી કે જેના વડે માત્ર પુણ્યનો બંધ થાય અને નિર્જરા ન થાય. પુષ્યનો બંધ નિર્જરાનું સહકારી કાર્ય છે. ૧૭. પ્રતિક્રમણથી (ડિમvi) અકલંકે પ્રતિક્રમણનો અર્થ–ભૂતકાળના દોષોથી નિવૃત્ત થવું એવો કર્યો છે.' હરિભદ્રસૂરિ અનુસાર અશુભ પ્રવૃત્તિમાંથી ફરી શુભ પ્રવૃત્તિમાં પાછા વળવું તે પ્રતિક્રમણ છે. અશુભ યોગથી વ્રતમાં છિદ્રો ઉત્પન્ન થઈ જાય છે. પ્રતિક્રમણથી વ્રતના છિદ્રો ફરી ઢંકાઈ જાય છે. સૂત્રકારે વ્રત-છિદ્રના નિરોધનાં પાંચ કામો બતાવ્યા છે– (૧) આગ્નવનો નિરોધ થઈ જાય છે. (૨) અશુભ પ્રવૃત્તિથી થનાર ચરિત્રનાં કલંકો સમાપ્ત થઈ જાય છે. (૩) આઠ પ્રવચન-માતાઓ (પાંચ સમિતિઓ અને ત્રણ ગુતિઓ)માં જાગરુકતા વધી જાય છે. (૪) સંયમ પ્રત્યે એકરસતા કે સમાપત્તિ સધાઈ જાય છે. (૫) સમાધિની પ્રાપ્તિ થાય છે. ૧૮. કાયોત્સર્ગથી (IST) સામાચારી-અધ્યયનમાં કાયોત્સર્ગને ‘સર્વ-દુઃખ-વિમોચક” કહેલ છે. શાન્યાચાર્યે કાયોત્સર્ગનો અર્થ–‘આગમોક્ત નીતિ અનુસાર શરીરનો ત્યાગ કરવો' કર્યો છે. ક્રિયા-વિસર્જન અને મમત્વ-વિસર્જન-એ બંને આગમોક્ત નીતિનાં અંગો આવશ્યક નિર્યુક્તિમાં કાયોત્સર્ગના પાંચ કામો બતાવાયાં છે— (૧) દેહની જડતાનું વિશોધન. (૪) અનુપ્રેક્ષા. (૨) મતિની જડતાનું વિશોધન. (૫) ધ્યાન. (૩) સુખ-દુ:ખની તિતિક્ષા. ૧૯. (તીયપકુપન્ન) અહીં અતીત અને પ્રત્યુત્પન્ન–એવાં બે પદો છે. પ્રત્યુત્પન્નનો અભિપ્રાય વર્તમાન ક્ષણ નથી. અતીતનો તાત્પર્યાર્થ છે દૂરનો અતીત અને પ્રત્યુત્પન્નનો અર્થ છે નિકટવર્તી અતીત. વર્તમાન ક્ષણમાં પ્રાયશ્ચિત્ત-યોગ્ય પ્રવૃત્તિનું વિશોધન કરાઈ રહ્યું છે, એટલા માટે પ્રત્યુત્પન્નનો અર્થ નિકટવર્તી અતીત કરવો ઉચિત છે.* અહીં પ્રાયશ્ચિત્ત વડે પ્રાયશ્ચિત્ત-યોગ્ય પ્રવૃત્તિ વિવક્ષિત છે.” ૨૦. સ્તવ અને સ્તુતિ (યવથુરુ) સામાન્યપણે “સ્તુતિ’ અને ‘સ્તવ' આ બંનેનો અર્થ “ભક્તિ અને બહુમાનપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરવી છે. પરંતુ સાહિત્યશાસ્ત્રની વિશેષ પરંપરા અનુસાર એક, બે કે ત્રણ શ્લોકવાળી શ્રદ્ધાંજલિને “સ્તુતિ’ અને ત્રણથી અધિક શ્લોકવાળી શ્રદ્ધાંજલિને ૧. રાનવર્તિા , ૬ા ૨૪T. देहमइजड्डसुद्धी सुहदुक्खतितिक्खा य अणुप्पेहा । आवश्यक हारिभद्रीया वृत्ति। झायइ य सुहं झाणं, एयग्गो काउसग्गम्मि ॥ ઉત્તરાથurf, ર૬ રૂ૮, ૪૨, ૪૬, ૪૬૫ बृहवृत्ति, पत्र ५८१: अतीतं चेह चिरकालभावित्वेन प्रत्युत्पन्नमिव વૃત્તિ , પન્ન ૧૮૧ : :–શરીર તોr: प्रत्युत्पन्नं चासन्नकालभावितयाऽतीतप्रत्युत्पन्नम्। आगमोक्तनीत्या परित्यागः कायोत्सर्गः । ૭. એજન, પત્ર ૫૮૨ : પ્રાયશ્ચિત્ત ૩પવાની પ્રાયશ્ચિત્તાતિવા ૫. સાવથ નિgિ, જાથા ૨૪૬૨ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy