SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ-ગતિ ૬૯૩ અધ્યયન-૨૮: ટિ, ૨૫ (૭) વાત્સલ્ય મોક્ષના કારણભૂત ધર્મ, અહિંસા અને સાધર્મિકોમાં વત્સલ-ભાવ રાખવો, તેમની યથાયોગ્ય પ્રતિપત્તિ રાખવી, સાધર્મિક સાધુઓને આહાર, વસ્ત્ર વગેરે આપવું, ગુરુ, ગ્લાન, તપસ્વી, શૈક્ષ, પરોણા સાધુઓની વિશેષ સેવા કરવી–આ વાત્સલ્ય છે. ' (૮) પ્રભાવના તીર્થની ઉન્નતિ થાય તેવી ચેષ્ટા કરવી, રત્નત્રયી સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર વડે પોતાના આત્માને પ્રભાવિત કરવો, જિન-શાસનનો મહિમા વધારવો-આ “પ્રભાવના' છે. આઠ પ્રકારની વ્યક્તિઓને પ્રભાવક માનવામાં આવે છે– (૧) પ્રવચની–દ્વાદશાંગીધર, યુગપ્રધાન આગમ પુરુષ. (૨) ધર્મકથી—ધર્મ-કથા-કુશળ. (૩) વાદી–વાદ-વિદ્યામાં નિપુણ. (૪) નૈમિત્તિક–નિમિત્ત જ્ઞાની. (૫) તપસ્વી-તપસ્યા કરનાર, (૬) વિદ્યાધર–પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓના પારગામી. (૭) સિદ્ધ-સિદ્ધિ પ્રાપ્ત. (૮) કવિ-કવિત્વશક્તિ-સંપન્ન. આચાર્ય હરિભદ્ર સિદ્ધના સ્થાનમાં અતિશય ઋદ્ધિસંપન્ન અને કવિના સ્થાને રાજાઓ દ્વારા સમ્મત વ્યક્તિને પ્રભાવક માનેલ છે. સમ્યક્તના પાંચ ભૂષણો માનવામાં આવ્યા છે--(૧) ધૈર્ય, (૨) પ્રભાવના, (૩) ભક્તિ, (૪) જિનશાસનમાં કુશળતા અને (૫) તીર્થસેવા.૫ ધૈર્ય, પ્રભાવના અને ભક્તિ ક્રમશઃ સ્થિરીકરણ, પ્રભાવના અને વાત્સલ્ય છે. જિનશાસનમાં કુશળતા અને તીર્થ-સેવા પણ વાત્સલ્યના વિવિધ રૂપોને સ્પર્શ કરે છે. સમ્યગુ-દર્શનના આઠે અંગ સત્યની આસ્થાના પરમ અંગો છે. કોઈપણ વ્યક્તિ શંકા ભય કે સંદેહ), કાંક્ષા (આસક્તિ કે વૈચારિક અસ્થિરતા), વિચિકિત્સા (ઘણા કે નિંદા), મૂઢદષ્ટિ (પોતાની નીતિથી વિરોધી વિચારો પ્રત્યે સહમતિ)થી મુક્ત થયા વિના સત્યની આરાધના કરી શકતી નથી અને તેના પ્રત્યે આસ્થાવાન રહી શકતી નથી. સ્વ-સમ્મત ધર્મ કે સાધર્મિકોનું ઉપવૃંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના કર્યા વિના કોઈ વ્યક્તિ સત્યની આરાધના કરવામાં બીજાઓનો સહાયક બની શકતી નથી. આ દૃષ્ટિએ આ આઠેય અંગો બહુ જ મહત્ત્વપૂર્ણ છે. ર૬. (શ્લોક ૩૨-૩૩) જેનાથી કર્મનો ચય ખાલી થાય છે, તે ચારિત્ર છે. આ ‘ચારિત્ર' શબ્દની નિયુક્તિ છે. ૩૫મા શ્લોકમાં બતાવવામાં આવ્યું १. बृहद्वृत्ति, पत्र ५६७ : वत्सलभावो वात्सल्यं-साधर्मिक- ४. श्रावकधर्मविधि प्रकरण, श्लोक ६७ : जनस्य भक्तपानादिनोचितप्रतिपत्तिकरणम्। अइसेसइड्डि धम्मकहिवाइआयरियखवगनेमित्ती । એજન, a ૬૭ : પ્રભાવના –તથા તથા સ્વતીન્ન- विज्जारायागणसम्मया य तित्थं पभाति ।। तिहेतुचेष्टासु प्रवर्तनात्मिका। યોજાશાસ્ત્ર, ૨ ૨૬ : ૩. યોગશાસ્ત્ર, ૨ા ૨૬ વૃત્તિ, પત્ર દૂધ 1 स्थैर्य प्रभावना भक्तिः कौशलं जिनशासने । तीर्थसेवा च पंचास्य, भूषणानि प्रचक्षते ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy