SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ અધ્યયન-૨૮ : ટિ.૮ ભગવાને કહ્યું- “ગૌતમ! જીવોનાં ગમન, આગમન, ભાષા, ઉન્મેષ, મન-વચન અને કાયાના યોગીની પ્રવૃત્તિ તથા એ જ પ્રકારના બીજા ચલ ભાવો ધર્માસ્તિકાયથી જ થાય છે.'' જીવોની સ્થિતિ, નિશીદન, શયન, મનનો એકત્વ-ભાવ તથા એ જ જાતના અન્ય સ્થિર-ભાવો અધમસ્તિકાયથી થાય સિદ્ધસેન દિવાકર તેમને સ્વતંત્ર દ્રવ્યો માનવાનું આવશ્યક ગણતા નથી. તેઓ લખે છે– प्रयोगविस्त्रसाकर्म, तदभावस्थितिस्थता। लोकानुभाववृत्तान्तः, किं धर्माधर्मयोः फलम् ॥' આનો તાત્પર્યાર્થિ છે–ગતિ બે પ્રકારની હોય છે–(૧) પ્રાયોગિક અને (૨) સ્વાભાવિક જીવ અને પુદ્ગલમાં બંને પ્રકારની ગતિ હોય છે. આથી કરીને ગતિને માટે ધર્માસ્તિકાયની કોઈ ઉપયોગિતા રહેતી નથી. એ જ રીતે ગતિનો અભાવ જ સ્થિતિ છે. તેમાં પણ અધમસ્તિકાયનો કોઈ ઉપયોગ નથી. અહીં એવો પણ પ્રશ્ન થાય છે કે જો ગતિ-સ્થિતિ સ્વ પછી જીવ કે પુદ્ગલ અલોકમાં કેમ જઈ શકતા નથી ? તેનું સમાધાન પણ ઉપરોક્ત શ્લોકમાં આવી ગયું છે. કહ્યું છે કે લોકનું સામર્થ્ય જ એવું છે કે તેના અંત સુધી પહોંચતાં જ જીવ-પુદ્ગલની ગતિ અલિત થઈ જાય છે. આથી ધર્મ અને અધર્મનું ફળ જ શું છે? આચાર્યસિદ્ધસેનની ઉક્તિમાં તાર્કિકતા છે પણ લોક-અલોકની વિભાજન-રેખાનો નિર્દેશ નથી. તેમણે એ પ્રશ્નનું સમાધાન પ્રસ્તુત નથી કર્યું કે ધર્મ અને અધર્મને માન્યા વિના લોક અને અલોકનું વિભાજન કેવી રીતે થશે? વસ્તુતઃ એ બે જ દ્રવ્યો લોકઅલોકની સીમા-રેખાઓ છે. આ દ્રવ્યની દૃષ્ટિએ એક દ્રવ્ય છે; ક્ષેત્રની દૃષ્ટિએ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે; કાળની દૃષ્ટિએ અનાદિ-અનંત છે; ભાવની દષ્ટિએ અમૂર્ત છે; ગુણની દષ્ટિએ ધર્મ—ગતિ-સહાયક છે અને અધર્મ-સ્થિતિ-સહાયક. વૈજ્ઞાનિકોમાં સૌથી પ્રથમ ન્યૂટને ગતિ-તત્ત્વ (medium of motion)નો સ્વીકાર કર્યો હતો. પ્રસિદ્ધ ગણિતજ્ઞ આલ્બર્ટ આઈન્સ્ટાઈને પણ ગતિ-તત્ત્વની સ્થાપના કરી છે. તેમણે કહ્યું – લોક પરિમિત છે, લોકની પાર અલોક અપરિમિત છે. લોકના પરિમિત હોવાનું કારણ એ છે કે દ્રવ્ય અથવા શક્તિ લોકની બહાર જઈ શકતી નથી. લોકની બહાર તે શક્તિદ્રવ્યનો અભાવ છે કે જે ગતિમાં સહાયક બને છે. વૈજ્ઞાનિકો ગતિ-તત્ત્વને ઈથર (ether) કહે છે. આ ઈથરના સ્વરૂપ અને તેની ઉપયોગિતાના વિષયમાં બધા વૈજ્ઞાનિકો એકમત નથી." ૮. (શ્લોક ૭) આ શ્લોકમાં ‘લોક” શું છે, તેનું સમાધાન આપવામાં આવ્યું છે. જૈન-દૃષ્ટિએ જે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવમય છે, તે લોક છે. આ જ આગમમાં અન્ય સ્થાનોમાં તથા બીજા આગમોમાં પણ લોકોની ભિન્ન-ભિન્ન પરિભાષાઓ આવી છે. ક્યાંક ધર્માસ્તિકાયને લોક કહેવામાં આવેલ છે, તો ક્યાંક જીવ અને અજીવને લોક કહેવામાં આવેલ છે. ક્યાંક કહેવાયું છે–લોક પંચાસ્તિકાયમય છે. આ પરિભાષાઓનું નિરૂપણ અપેક્ષાભેદે કરવામાં આવ્યું છે. તેથી કરીને આ બધીમાં કોઈ વિરોધ નથી આવતો. ૧. માનવ શરૂ પદ્દા Physical World (by Sir Eddington) and (3) ૨. એજન, ૨૩ ૫૭. Mysterious Universe (by Sir James Jones) ૩. નિશ્ચયાત્રિશિl, સ્નો. ૨૪ માવઠું, ૨ ૨૪૨ Cosmology Old and New, pp. 43-44. વિશેષ જાણકારી માટે જુઓ (1) The Short History of (ક) ઉત્તરક્ય Trળ, રૂદ્ ા ૨ (ખ) તા, ૨ ૪૨૭T Science (by Dempiyon), (2) The Nature the ૮. (ક) મવડું, રૂ ૫ (ખ) નો પ્રજાળ, ૨ રૂા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy