________________
ઉત્તરઝયણાણિ
૩૨
અધ્યયન-૧ : શ્લોક ૩૩ ટિ પર-પ૩
૨. જ્યાં ભોજન કરનાર ગૃહસ્થોની પંક્તિ લાગેલી હોય, મુનિ તે પંક્તિમાં ઊભો ન રહે. કેમકે તેનાથી ગૃહસ્થોના મનમાં અપ્રીતિ અને અદેખકલ્યાણતા (અકલ્યાણ-દર્શન) વગેરે દોષો સંભવે છે."
ડૉ. જેકોબીએ આ રીતે અર્થ કર્યો છે-મુનિ પંક્તિમાં બેસી ભોજન કરનારા માણસો પાસે (આહારની યાચના માટે) ન જાય.'
તેમણે આ અર્થનો કોઈ આધાર આપ્યો નથી. ૫૨. પ્રતિરૂપ (મુનિ-વેશ)માં ( વે)
પ્રસ્તુત શ્લોકમાં પ્રતિરૂપ શબ્દ છે અને ૨૯માં અધ્યયનના ૪૩મા સૂત્રમાં પ્રતિરૂપતા. આ શ્લોકની વ્યાખ્યામાં ચૂર્ણિકારે પ્રતિરૂપના ત્રણ અર્થ કર્યા છે – (૧) પ્રતિરૂપ-શોભાયમાન રૂપધારી. (૨) પ્રતિરૂપ—ઉત્કૃષ્ટ વેશધારી અર્થાત રજોહરણ, ગોર્જીગ અને પાત્રધારી. (૩) પ્રતિરૂપ–જિન-પ્રતિરૂપક-અર્થાત તીર્થકરની જેમ હાથમાં ભોજન કરનાર. આનો પ્રકરણગત અર્થ એ છે કે મુનિ–સ્થવિરકલ્પી કે જિનકલ્પી–જે વેશમાં હોય તે વેશમાં ભિક્ષા લે. વૃત્તિકાળમાં આનો અર્થ– ચિરંતન મુનિઓની જેવો વેશ ધારણ કરનાર’–જ મુખ્ય રહ્યો છે."
પ્રતિરૂપનો અર્થ પ્રતિબિંબ છે. તે તીર્થકરનું પણ હોઈ શકે છે અને ચિરંતન મુનિઓનું પણ હોઈ શકે છે. અહીં ચિરંતન મુનિઓ સમાન વેશધારી–આ અર્થ પ્રાસંગિક છે અને ૨૯૪૩માં તીર્થકર સમાન વેશધારી–આ અર્થ પ્રાસંગિક છે. જુઓ૨૯ ૪૩નું ટિપ્પણ.
૫૩. શ્લોક ૩૩
આના પૂર્વવર્તી શ્લોકમાં ‘fમયે #ાર્તા મgઈ’ આ પદ દ્વારા ભોજન-વિધિનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે. છતાં પણ આ શ્લોકમાં પુનઃ ભિક્ષાટન કરવાની જે વાત કહેવામાં આવી છે, તેની સંગતિ આ રીતે થાય છે—સાધુ સામાન્ય રીતે એકવાર જ ભિક્ષા માટે જાય, પરંતુ રોગીને માટે અથવા જે આહાર મળ્યો હોય તેનાથી ભૂખ શાંત ન થાય તો તે સાધુ ફરી ભિક્ષા માટે જાય.
१. बृहत्वृत्ति, पत्र ५९ : परिपाटी गृहपंक्तिः, तस्यां न तिष्ठेत्
न पंक्तिस्थगृहभिक्षोपादानायकत्रावस्थितो भवति, तत्र दायकदोषाऽनवगमप्रसंगात्, यद्वा-पंक्त्यां-भोक्तुमुपविष्टपुरुषादिसम्बन्धिन्यां न तिष्ठेत् । अप्रीत्यदृषकल्याणतादिदोषसम्भवात् । 2. Jacobi, Jaina Sutras, p. 5: A monk
should not approach (dining people)
sitting in a row.... 3. उत्तराध्ययन चूर्णि, पृ० ३९ : पडिरूवं णाम सोभणरूवं,
जहा पासादीये दरिसणीज्जे अहिरूवे पडिरूवे, रूपं रूपं च प्रति यदन्यरूपं, तत्प्रतिरूपं, सर्वधर्मभूतेभ्यो हि तद्रूपमुत्कृष्ट,
तत्तद् रयहरण-गोच्छ-पडिग्गह माताए, जे वा पाणिपडिग्गहिया जिणकप्पिता तेसिं गहणं, तेसिं जिनरूवप्रतिरूपकं
भवति, यतस्तेन प्रतिरूपेन। ४. (क) बृहद्वृत्ति, पत्र ५९ : प्रतिप्रतिबिम्बं चिरन्तनमुनीनां
यद्रूपं तेन, उभयत्र पतद्ग्रहादिधारणात्मकेन सकलान्य
धार्मिकविलक्षणेन। (૪) સુવીધા, પત્ર ૧૨ ५. बृहद्वृत्ति, पत्र ६० : इह च मितं कालेन भक्षयेदिति भोजन
मभिधाय यत्पुनर्भिक्षाटनाभिधानं तत् ग्लानादिनिमित्तं स्वयं वा बुभुक्षावेदनीयमसहिष्णोः पुनर्भमणमपि न दोषायेति જ્ઞાપનાર્થ, ૩ - ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org