________________
વિનયશ્રત
૩૧
અધ્યયન-૧ : શ્લોક ૨૯-૩૨ ટિ ૪૮-૫૧
૪૮. ભયમુક્ત (વિનામયા)
‘વિયમ'નો એક અર્થ છે–ભયમુક્ત, તેનો વૈકલ્પિક અર્થ થાય છે–ભયપ્રાપ્ત. મુનિના મનમાં એક ભય પેસી જાય છે. તે વિચારે છે–જો હું ગુરુના કઠોર અનુશાસનનું પાલન નહીં કરું તો બીજાઓ વડે મારું અપમાન થશે. બીજા મુનિઓ મારી બાબતમાં શું વિચારશે–એવી ધારણાથી એ ગુરુના અનુશાસનને હિતકારી માને છે. આ રચનાત્મક ભય છે. એ અનેકવાર મુનિના જીવનમાં રચનાત્મક અને ગુણાત્મક પરિવર્તનનો હેતુ બને છે.
વૃત્તિકારે ‘યુદ્ધ' શબ્દમાં વૈકલ્પિક રૂપે પાંચમી વિભક્તિ માનીને ‘વૃદ્ધાનો અર્થ આચાર્ય વગેરે કર્યો છે અને ‘વાયપયા'ને તેનું વિશેષણ માન્યું છે–‘વિયમયાત્ વૃદ્ધા.1
૪૯. હાથ-પગ વગેરે વડે ચપળતા ન કરે (ગણવું9)
ચૂર્ણિમાં ‘પૂ'નો અર્થ નિષેધ છે. શાન્તાચાર્યે ‘’ શબ્દના અર્થ “થોડું” અને “નહીં—એમ બંને કર્યા છે. નેમિચન્દ્ર માત્ર થોડું અર્થ કર્યો છે.'
૫૦. શ્લોક ૩૧ :
‘ાતે તિં સમારે–આ વાક્ય મુનિની સામાચારીનું દ્યોતક છે. મુનિએ વિવિધ ક્રિયાઓમાં જોડાવાનું હોય છે. જો તે પ્રત્યેક ક્રિયાને ઉચિત કાળમાં કે નિર્ધારિત સમયમાં સંપન્ન કરે તો બધી ક્રિયાઓ યોગ્ય સમયે પરિસંપન્ન થાય છે.
જે દેશ કે સમાજમાં ભિક્ષાનો જે કાળ હોય, મુનિ તે જ સમયે ભિક્ષા માટે નીકળે. કેમકે અયોગ્ય સમયે જવાથી મુનિને ખિન્ન થવું પડે છે, આત્મ-ક્લેશ થાય છે. તે સમયે જાય અને સમયે જ પાછો ફરે. જો ભિક્ષા ન મળે તો પણ તે ફરતો ન રહે. તે આ સુત્રનું સ્મરણ કરે કે ભગવાને કહ્યું છે કે- અનાનો ત્તિ ન સોની, તવો ત્તિ દિયાસT'–પ્રાપ્તિ ન થાય તો રાંક ન બને. એની મેળે જ તપસ્યા થઈ રહી છે, એમ વિચારે. મને થોડુંક મળ્યું કે નથી મળ્યું—એમ વિચારી ઘરે-ઘરે ન ભટકે.
માત્ર ભટકતા રહેવાથી બીજી-બીજી ક્રિયાઓનો સમય વીતી જાય છે. એમ થવાથી તે ન સમય પર પ્રતિલેખન કરી શકે છે કે ન સ્વાધ્યાય-ધ્યાન પણ કરી શકે છે.
આ જ શ્લોક દશવૈકાલિક પારામાં આવેલ છે.
૫૧, પરિપાટી (પંક્તિ)માં ઊભો ન રહે (ારવાડી ન વિદ્વૈજ્ઞા)
બ્રહવૃત્તિમાં પરિપાટીના બે અર્થ મળે છે—ગૃપંક્તિ અને ભોજન માટે બેઠેલા માણસોની પંક્તિ.
૧. ગૃહપતિ–મુનિ એક સ્થાન પર ઊભો રહી ઘરોની લાંબી પંક્તિમાંથી લાવવામાં આવનાર આહાર ન લે. કેમકે દુરના ઘરોથી ભિક્ષા લાવનાર ગૃહસ્થની અયતનાનું સાચું જ્ઞાન થઈ શકતું નથી.
૧. વૃત્તિ , પત્ર ૧૮ ૫ २. उत्तराध्ययन चूणि, पृ० ३८ : अप्पकुक्कुए' ति न गात्राणी स्पंदयती ण वा अबद्धासणो भवति, अन्नत्थुसास-णीससितादौ
अत्थस्सेह मुक्त्वा शेषमकुकुचो। 3. बृहद्वृत्ति, पत्र ५८, ५९ : 'अप्पकुक्कुइ'त्ति अल्पस्पन्दनः
करादिभिरल्पमेव चलन्, यद्वा-अल्पशब्दोऽभावाभिधायी, તતશા -શુ તિ સુચં-૪-રર-દૂ
भ्रमणाद्यसच्चेष्टात्पकमस्येत्यल्पकौत्कुचः । ૪. સુવીધા, પત્ર ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org