________________
મહા-નિર્ઝન્થીય
૫૧૯
અધ્યયન ૨૦: શ્લોક ૩૪, ૩૬, ૩૮, ૪૦ટિ ૨૧-૨૫
૨૧. સ્વસ્થ (છે)
અહીં ‘ક’ શબ્દના બે અર્થ થઈ શકે છે–નિરોગી અને આવનાર દિવસ-કાલ. પ્રસ્તુત સંદર્ભમાં આનો અર્થ ‘સ્વસ્થ' એવો કરવામાં આવ્યો છે.
૨૨. કૂટશાલ્મલી (વૂડામ7)
આ વૃક્ષો વિશાળ હોય છે અને તેમની ડાળીઓ પર નાના-નાના અણીદાર કાંટા હોય છે. ફળોમાંથી સફેદ રૂ નીકળે છે. હિંદીમાં તેમનું નામ ‘સેમલ’ કે ‘સેમર છે.
ભાવપ્રકાશનિઘંટુમાં કૂટશાલ્મલી અને શાલ્મલી–આ બંનેનો જુદો ઉલ્લેખ મળે છે. આ બંને વૃક્ષોમાં સમાનતાઓ વધુ છે, ભિન્નતા ઓછી છે.'
૨૩. (શ્લોક ૩૮)
ડૉ. હરમન જેકોબીએ ૩૮થી ૫૩ સુધીની ગાથાઓને પ્રક્ષિત માની છે. તેમણે તેનાં બે કારણ બતાવ્યાં છે– ૧. આ ગાથાઓમાં પ્રતિપાદ્ય વિષયનો સંદર્ભ સાથે મેળ ખાતો નથી. ૨. એકથી સાડત્રીસ ગાથાઓનો છંદ એક પ્રકારનો છે અને આડત્રીસથી ત્રેપન સુધીની ગાથાઓનો છંદ જુદો છે. ડૉ. હરમન જેકોબીનું આ અનુમાન યોગ્ય લાગે છે. અનાથતાની ચર્ચા નવમા શ્લોકથી શરૂ થાય છે અને તે સાડત્રીસમા શ્લોકમાં પૂરી થઈ જાય છે. તે પછી ‘તુ ય સેળિયો યા' આ ચોપનમા શ્લોકમાં સમ્રાટ શ્રેણિક મુનિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ રીતે આ કથાવસ્તુ સ્વાભાવિક જ પ્રાસંગિક બની જાય છે.
૨૪. સાવધાની (માડયા)
‘પુ' શબ્દના અનેક અર્થો થાય છે–સંબદ્ધ, ઉઘુક્ત, સહિત, સમન્વિત અને સમાહિત. ગીતાના શાંકરભાષ્યમાં તેનો અર્થ સમાહિત કરવામાં આવ્યો છે.'
ઉત્તરાધ્યયનના વૃત્તિકારે આનો અર્થ અવધાનતા–એકાગ્રતા કર્યો છે. આર્ટમાં પણ આ જ અર્થ મળે છે." ૨૫. વીર પુરુષો ચાલ્યા છે (વીનાથે)
આ શબ્દ માર્ગનું વિશેષણ છે. તેના બે અર્થ કરી શકાય છે તે માર્ગ કે જેના પર વીર પુરુષો ચાલ્યા છે અથવા તે માર્ગ કે જેના પર ભગવાન મહાવીરે પરિવ્રજન કર્યું છે. પ્રસ્તુત સંદર્ભમાં બંને અર્થો સંગત થઈ શકે છે.
૧. માવપ્રવાનિયટુ, વટવર્ક, નવા ૧૪-૧૮૫ ૨. જૈન સૂત્રાજ, ઉત્તરાધ્યયન, ભાગ ૨, પૃ. ૧૦૪.
The verses 34-53 are apparently a later addition because (1) The subject treated in them is not connected with that of the foregoing part, and (2) They are composed in a different metre.
3. दसवेआलियं, हारिभद्रीय वृत्ति, पत्र ११८ । ૪. તા,દ્દાઢશાંવાર માથ, પૃ. ૭૭:
યુ પુરાતે યોજીયુજી: સાહિત: ૫. (ક) વૃત્તિ , પત્ર ૪૭૮ : ગાયુwતા-વત્તાવધાનતા / (ખ) આર્ટ : To fix or direct (The mind) To
wards.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org