________________
ઉત્તરઝયણાણિ
४८८
અધ્યયન ૧૯ઃ શ્લોક ૩૩ટિ ૨૨-૨૩
‘ઘડા માત્ર અનાજનો સંગ્રહ કરીને અથવા ઉંછશિલ વડે અનાજનો સંગ્રહ કરીને કાપોતી’વૃત્તિનો આશ્રય લેનાર પૂજનીય બ્રાહ્મણો જે દેશમાં નિવાસ કરે છે તે રાષ્ટ્રની ઋદ્ધિ થાય છે.''૧
ગૃહસ્થને માટે પણ ચાર વૃત્તિઓનો ઉલ્લેખ છે. તેમાં કાપોતી ચોથી વૃત્તિ છે – ૧. કોઠાર ભરી અનાજનો સંગ્રહ કરવો એ પહેલી વૃત્તિ છે. ૨. કુંડુ ભરી અનાજનો સંગ્રહ કરવો તે બીજી વૃત્તિ છે. ૩. એટલા અનાજનો સંગ્રહ કરવો જે બીજા દિવસ માટે બાકી વધે નહિ, તે ત્રીજી વૃત્તિ છે. ૪. કાપોતીવૃત્તિનો આશ્રય લઈ જીવન-નિર્વાહ કરવો તે ચોથી વૃત્તિ છે.
કાપોતીવૃત્તિને ઉછ વૃત્તિ પણ કહેલ છે. ૨૩. દારુણ કેશ-લોચ (લોગો ચરાપ)
કેશ-લોચ-હાથ વડે ખેંચીને વાળ ઉખાડવા ખરેખર ખૂબ જ દારુણ હોય છે. લોચ શા માટે કરવામાં આવે ? એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તેનું તર્કસંગત સમાધાન આપવું સંભવત: કઠિન છે. આ એક પરંપરા છે. તે કેવી રીતે પ્રચલિત થઈ ? તેનું સમાધાન પ્રાચીન સાહિત્યમાં શોધવું જોઈએ.
કલ્પસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે સંવત્સરી પૂર્વે લોચ અવશ્ય કરવો જોઈએ. તેની વ્યાખ્યામાં લોન્ચ કરવાના કેટલાક હેતુઓ બતાવવામાં આવ્યા છે–
(૧) કેશ રાખવાથી અપકાયના જીવોની હિંસા થાય છે. (૨) ભીંજાવાથી જૂ ઉત્પન્ન થાય છે. (૩) ખજવાળવાથી મુનિ તેમને હણી નાખે છે. (૪) ખજવાળવાથી મસ્તક પર નખ-ક્ષત થઈ જાય છે. (૫) જો કોઈ મુનિ સુર (અસ્તરા) કે કાતરથી વાળ કાપે છે તો તેને આજ્ઞાભંગનો દોષ લાગે છે. (૬) આવું કરવાથી સંયમ અને આત્મા (શરીર)–બંનેની વિરાધના થાય છે. (૭) જૂઓ મરી જાય છે. (૮) હજામ પોતાના અસ્તરા કે કાતરને પાણીથી ધૂએ છે. એથી પશ્ચાતુ-કર્મ દોષ થાય છે. (૯) જૈન શાસનની અવહેલના થાય છે.
આ હેતુઓ ધ્યાનમાં રાખતા મુનિ હાથ વડે જ કેશ ખેંચી કાઢે તે જ તેના માટે સારું છે. આ લોચવિધિમાં આપવાદિક વિધિનો પણ ઉલ્લેખ છે.
દિગંબર-સાહિત્યમાં તેના કેટલાંક વધુ કારણો પણ બતાવવામાં આવ્યાં છે. (૧) રાગ વગેરેનું નિરાકરણ કરવા, (ર) પોતાના પૌરુષને પ્રગટ કરવા,
૧. અમારત : શાંતિપર્વ ૨૪૩ ૨૪ . ૨. એજન, શાંતિપર્વ ર૪રૂ. ૨, રૂા ૩. સુવાવ, પત્ર ૨૨૦-૧૨૨: સો દિ અપૂર્વવરાધના,
तत्संसर्गाच्च यूकाः समूर्च्छन्ति, ताश्च कण्डूयमानो हन्ति शिरसि
नखक्षत वा स्यात्, यदि क्षुरेण मुण्डापयति कर्त्तर्या वा तदाऽज्ञाभंगाद्याः दोषा: संयमात्मविराधना, यूकाश्छिद्यन्ते नापितश्च पश्चात्कर्म करोति शासनापभ्राजना च, ततो लोच एव श्रेयान्।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org