________________
ઉત્તરઝયણાણિ
૪૫ર
અધ્યયન ૧૮: શ્લોક ૨૯-૩૦ ટિ ૧૭-૨૦
૧૭. (પાની મહાપાત્તી)
પાલી જેવી રીતે જળને ધારણ કરે છે તેવી જ રીતે ભવ-સ્થિતિ જીવન-જળને ધારણ કરે છે. એટલા માટે તેને ‘પાલી’ કહેવામાં આવેલ છે.
‘પાલી'ને પલ્યોપમ-પ્રમાણ અને ‘મહાપાલી’ને સાગરોપમ-પ્રમાણ માનવામાં આવેલ છે. આ ગણનાતીત (ઉપમેય) કાળ છે. અસંખ્ય-કાળનો એક પલ્ય થાય છે અને દસ કોડાકોડી પલ્યોનો એક સાગર થાય છે. વિસ્તૃત જાણકારી માટે જુઓબyદ્વારાડું, સૂત્ર ૪૧૮ વગેરે.
અહીં ‘મહાપાલી” ભવ-સ્થિતિને ‘વર્ષશતોપમા’ માનેલ છે. મનુષ્ય-લોકમાં સો વર્ષનું આયુષ્ય પૂર્ણ આયુષ્ય માનવામાં આવે છે, તે જ રીતે મહાપ્રાણ દેવલોકમાં મહાપાલીને પરમ આયુષ્ય માનવામાં આવે છે. એટલા માટે ફરી મહાપાલીને વર્ષશતોપમ કહેલ છે. પલ્યોપમ-કાળને એક પત્યની ઉપમા વડે સમજાવવામાં આવેલ છે. પલ્યમાંથી એક-એક વાળ સો-સો વર્ષના અંતરે બહાર કાઢવામાં આવે છે, એટલા માટે તેને ‘વર્ષ-શતોપમ' કહેલ હોય, એમ પણ કલ્પના કરી શકાય.
૧૮. (શ્લોક ૨૯)
ક્ષત્રિય મુનિએ સંજય મુનિને પોતાના પૂર્વજન્મની હકીકત બતાવી. તે પરથી એવું સૂચિત થાય છે કે તેમને જાતિ-સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયેલું હતું. જાતિ-સ્મરણ દ્વારા પોતાના પૂર્વજન્મને જાણી શકાય છે. તેમણે આગળ કહ્યું–હું જેવી રીતે પોતાના આયુષ્યને જાણું છું તેવી જ રીતે બીજાઓનાં આયુષ્યને પણ જાણું છું. જાતિ-સ્મરણ વડે બીજાઓનાં આયુષ્યને જાણી શકાતું નથી. એટલે એમ લાગે છે કે તેમને બીજાઓનો પૂર્વજન્મ જાણવાની વિદ્યા પણ મળેલી હતી.
૧૯. રુચિ (ડું)
અહીં રુચિનો અર્થ છે–ક્રિયાવાદ, અક્રિયાવાદ વગેરે દર્શનો પ્રત્યે થનારી અભિલાષા. ૨૦. બધા પ્રકારના અનર્થ (બ્રસ્થા)
આનાં સંસ્કૃત રૂપો બે બને છે અને તેના આધારે અર્થ પણ બે થાય છે – ૧. સર્વાથ –હિંસા વગેરે અશેષ વિષયો. ૨. સર્વત્ર–‘આ’ કારને અલાક્ષણિક માનવાથી આનું સંસ્કૃત રૂપ “સર્વત્ર' થશે અને અર્થ થશે–બધા ક્ષેત્રો વગેરેમાં.
१. बृहवृत्ति, पत्र ४४५ : तथाहि-या सा पालिरिव पालि:
जीवितजलधारणाद् भवस्थितिः, सा चोत्तरत्र महाशब्दोपा
दानादिह पल्योपमप्रमाणा। ૨. એજન, પત્ર ૪૪-૪૪૬ : રવિ પવા થિી વર્ષ તેનોપમાં
यस्याः सा वर्षशतोपमा, यथा हि वर्षशतमिह परमायुः तथा तत्र महापाली, उत्कृष्टोऽपि हि तत्र सागरोपमैरेवायुरुपनीयते, न तूत्सर्पिण्यादिभिः अथवा
"योजन विस्तृतः पल्यस्तथा योजनमुत्सृतः । सप्तरात्रप्ररूढाणां केशाग्राणां स पूरितः ॥१॥ ततो वर्षशते पूर्णे, एकैकं केशमुद्धरेत् । क्षीयते येन कालेन, तत्पल्योपममुच्यते ॥२॥
इति वचनाद्वर्षशतैः केशोद्धारहेतुभिरुपमा अर्थात् पल्यविषया यस्या सा वर्षशतोपमा, द्विविधाऽपि स्थितिः, सागरोपमस्यापि पल्योपमनिष्पाद्यत्वात्, तत्र मम महापाली दिव्या भवस्थितिरासीदित्युपस्कारः, अतश्चाहं वर्षशतोपमायुरभूवमिति
ભાવ: ૩. વૃત્તિ , પત્ર ૪૪૬ : ધ -પ્રશ્નમાં વિવાદ
मतविषयमभिलाषम्। ૪. વૃત્તિ , પત્ર ૪૪૬ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org