________________
પાપ-શ્રમણીય
૪૩૫
અધ્યયન ૧૭ : શ્લોક ૨૧ ટિ ૨૫-૨૬
પ્રસ્તુત પ્રસંગમાં બંને પ્રકારના કુશીલ-પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ નિગ્રંથોનું વર્ણન છે."
૨૫. અમૃતની જેમ પૂજિત (મમય વ પૂરૂપ)
ચૂર્ણિમાં અમૃતનું વર્ણન આ પ્રકારે છે–અમૃત ઉત્કૃષ્ટ વર્ણ, ગંધ અને રસથી યુક્ત હોય છે. તે શરીરની કાંતિને વધારે છે, શક્તિનું સંવર્ધન કરે છે તથા અવયવોને પુષ્ટ કરે છે. તે સૌભાગ્યનો જનક, બધા રોગોનો નાશ કરનાર અને અનેક ગુણોથી સંપન્ન હોય છે. તે કલ્પવૃક્ષના ફળની માફક અમૃતમય હોય છે.” ૨૬. (શ્લોક ૨૦-૨૧)
આ બે શ્લોકોમાં બે માર્ગો ઉપદિષ્ટ છે–એક કુવ્રતનો, બીજો સુવ્રતનો. પહેલો અધોગમનનો માર્ગ છે. તે વ્યક્તિનાં વર્તમાન અને ભવિષ્ય–બંનેને બગાડે છે. બીજો ઊર્ધ્વગમનનો માર્ગ છે. તે વ્યક્તિનાં વર્તમાન અને ભવિષ્ય–બંનેને સુધારે છે.
માં એક સંન્યાસી સાધના કરી રહ્યો હતો. એક દિવસ કોઈ રાજા ત્યાંથી પસાર થયો. તેના હાથમાં મરેલું સસલું હતું. જંગલમાંથી શિકાર કરી પાછા ફરતી વેળાએ તે માર્ગ ભૂલી ગયો. તેણે સામે એક તાપસનો આશ્રમ જોયો. માર્ગ પૂછવા માટે તે તાપસની કુટિમાં આવ્યો અને બોલ્યો-“મહાત્મન ! હું ભૂલો પડ્યો છું. મને રસ્તો બતાવો.” સંન્યાસીએ કહ્યું- હે રાજન ! હું તો બે જ માર્ગને જાણું છું–અહિંસા સ્વર્ગનો માર્ગ છે અને હિંસા નરકનો માર્ગ છે. ત્રીજો માર્ગ હું જાણતો નથી.' રાજાએ સદા-કાળ માટે અહિંસાનો માર્ગ સ્વીકારી લીધો. આ સુવ્રતનો માર્ગ છે. સાધના કરનાર બધી વ્યક્તિઓએ પણ સુવ્રતનો માર્ગ પસંદ કરવાનો છે.
૧. જુઓ–રાઈ , I૬૮નું ટિપ્પણ.
उत्तराध्ययन चूर्णि, पृ. २४७ : अमृतं कियद् वर्णगन्धरसोपेतं वर्णबलपुष्टिसौभाग्यजननं सर्वरोगनाशनं अनेकगुणसंपन्नं कल्पवृक्षफलवदमृतमभिधीयते।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org