________________
ઉત્તરન્ઝયણાણિ
૩૯૦
અધ્યયન ૧૫: આમુખ
ભિક્ષુ તે છે જે રાગ-દ્વેષને જીતી લે છે. ભિક્ષુ તે છે જે મન, વચન અને કાયા–આ ત્રણે દંડોમાં સાવધાન રહે છે. ભિક્ષુ તે છે જે ન સાવદ્ય કાર્ય કરે છે, ન બીજાઓ પાસે કરાવે છે કે ન તેનું અનુમોદન કરે છે. ભિક્ષુ તે છે જે ઋદ્ધિ, રસ અને માતાનું ગૌરવ નથી કરતો. ભિક્ષુ તે છે જે માયાવી નથી હોતો, જે નિદાન નથી કરતો અને જે સમ્યગ્દર્શી હોય છે. ભિક્ષુ તે છે જે વિકથાઓથી દૂર રહે છે. ભિક્ષુ તે છે જે આહાર, ભય, મિથુન અને પરિગ્રહ–આ ચાર સંજ્ઞાઓને જીતી લે છે. ભિક્ષુ તે છે જે કષાયો પર વિજય મેળવે છે. ભિક્ષુ તે છે જે પ્રમાદથી દૂર રહે છે. ભિક્ષુ તે છે જે કર્મ-બંધનને તોડવા માટે સદા પ્રયત્નશીલ રહે છે. જે આવો હોય છે તે સમસ્ત ગ્રંથિઓનું છેદન કરી અજરામર પદ પામી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org