SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ આ અધ્યયનમાં ભિક્ષુનાં લક્ષણોનું નિરૂપણ છે, એટલા માટે તેનું નામ ‘સમિફ્લુયં’—‘મિક્ષુ’ રાખવામાં આવ્યું છે. ભિક્ષુ એકલો હોય છે. તેને ન કોઈ મિત્ર હોય છે કે ન કોઈ શત્રુ. તે બધા જ સંબંધોથી વિપ્રમુક્ત હોય છે. તે સાધના કરે છે. તે અધ્યાત્મની કળાને ક્યારેય જીવિકા-ઉપાર્જન માટે પ્રયોજતો નથી. તે સદા જિતેન્દ્રિય રહે છે. (શ્લોક ૧૬) જીવન ભયાકુળ છે. તેનાં પ્રત્યેક ચરણમાં ભય જ ભય છે. ભિક્ષુ અભયની સાધના કરે છે. પહેલાં પહેલાં તે ભયને જીતવા માટે ઉપાશ્રયમાં જ મધ્યરાત્રીએ ઊઠીને એકલો જ કાયોત્સર્ગ કરે છે. બીજી વાર ઉપાશ્રયની બહાર, ત્રીજી વાર દૂર ચૌટામાં, ચોથી વાર શૂન્ય-ગૃહમાં અને અંતમાં સ્મશાનમાં એકલો જઈ કાયોત્સર્ગ કરે છે. તે ભયમુક્ત થઈ જાય છે. અભય અહિંસાનો પરિપાક છે. (શ્લોક ૧૪) મુનિને પ્રત્યેક વસ્તુ યાચિત જ મળે છે. અયાચિત કંઈ પણ મળતું નથી. જે ઈચ્છિત વસ્તુ મળવાથી પ્રસન્ન અને ન મળવાથી અપ્રસન્ન નથી થતો તે ભિક્ષુ છે. ભિક્ષુ માટે બધાં જ દ્વાર ખુલ્લાં છે. કોઈ દાતા આપે છે અને કોઈ નથી પણ આપતું. આ બંને પરિસ્થિતિમાં જે સમ રહે છે તે ભિક્ષુ છે. (શ્લોક ૧૧, ૧૨) મુનિ સરસ આહાર મળવાથી તેની પ્રશંસા અને નિરસ આહાર મળવાથી તેની નિંદા ન કરે. ઊંચા કુળોમાં ભિક્ષા લેવાની સાથે-સાથે હલકાં કુળોમાંથી પણ ભિક્ષા લે. ભિક્ષામાં જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી જ સંતોષ માનનારો ભિક્ષુ હોય છે. (શ્લોક ૧૩) મુનિ પોતાની આવશ્યકતા-પૂર્તિ માટે હીન-ભાવથી કોઈનીય પાસે હાથ ફેલાવતો નથી. તે યાચનામાં પણ પોતાના આત્મ-ગૌરવને ખોતો નથી. મોટા માણસોની ન તે ચાંપલૂસી કરે છે કે ન નાના માણસોનો તિરસ્કાર, ન તે ધનવાનોની પ્રશંસા કરે છે કે ન નિર્ધનોની નિંદા. સહુ પ્રત્યે તેનું વર્તન સમાન હોય છે. (શ્લોક ૯) દશવૈકાલિકનું દસમું અધ્યયન ‘વિવુ’ છે. તેમાં ૨૧ શ્લોક છે. આ અધ્યયનમાં ૧૬ શ્લોક છે. ઉદ્દેશ્ય-સામ્ય હોવા છતાં પણ બંનેના વર્ણનમાં તફાવત છે. ક્યાંક-ક્યાંક શ્લોકોના પદોમાં શબ્દ-સામ્ય છે. આ અધ્યયનમાં પ્રયુક્ત ભિક્ષુનાં કેટલાંક વિશેષણો નવાં છે. આનાં સમગ્ર અધ્યયનથી ભિક્ષુની જીવન-યાપન વિધિનું અથથી ઈતિ સુધી સમ્યક્ પરિજ્ઞાન થઈ જાય છે. આ અધ્યયનમાં અનેક દાર્શનિક તથા સામાજિક તથ્યોનું સંકલન થયું છે. આગમકાળમાં કેટલાક શ્રમણો અને બ્રાહ્મણો, મંત્ર, ચિકિત્સા વગેરેનો પ્રયોગ કરતા હતા. ભગવાન મહાવીરે જૈન મુનિ માટે આવું કરવાનો નિષેધ કર્યો છે. વમન, વિરેચન અને ધૂમનેત્ર–આ ચિકિત્સા-પ્રણાલીના અંગો છે. આયુર્વેદમાં પ્રચલિત ‘પંચકર્મ’ની પ્રક્રિયામાં પ્રથમ બેનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે અને આજ પણ આ પ્રક્રિયા દ્વારા ચિકિત્સા કરવામાં આવે છે. ધૂમનેત્રનો પ્રયોગ મસ્તિષ્ક સંબંધી રોગોનું નિવારણ કરવા માટે થતો હતો. આનો ઉલ્લેખ દશવૈકાલિક ૩/૯ અને સૂત્રકૃતાંગ ૨૪૬૭માં પણ થયો છે. સાતમા શ્લોકમાં અનેક વિદ્યાઓનો ઉલ્લેખ થયો છે. આજીવક વગેરે શ્રમણો આ વિદ્યાઓનો પ્રયોગ કરી પોતાની આજીવિકા મેળવતા હતા. એનાથી લોકોમાં આકર્ષણ અને વિકર્ષણ—બંને થતાં હતાં. સાધનાનો ભંગ થતો હતો. ભગવાને આ વિદ્યા-પ્રયોગો વડે આજીવિકા મેળવવાનો નિષેધ કર્યો છે. નિર્યુક્તિકારે ભિક્ષુના લક્ષણો આ પ્રમાણે બતાવ્યાં છે— ૧. ૩ત્તરાધ્યયન નિર્યુત્તિ, થા રૂ૭૮-૩૭૧ : સાદ્દોના ફંડા ખોળા તદ્ ગારવા ય સાં ય । विगहाओ सण्णाओ खुहं कसाया पमाया य ॥ एयाई तु खुहाई जे खलु भिदंति सुव्वया रिसओ । ते भिन्नकम्मगंठी उविंति अयरामरं ठाणं || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy