________________
ટિપ્પણ અધ્યયન ૧૩ઃ ચિત્ર-સંભૂતીય
૧. હસ્તિનાપુરમાં (સ્થિપુરીમ)
વર્તમાનકાળમાં આની ઓળખ હસ્તિનાપુર ગામ વડે આપવામાં આવે છે. તે મેરઠ જિલ્લાના મવાના તાલુકામાં મેરઠથી બાવીસ માઈલ ઉત્તર-પૂર્વમાં આવેલ છે.
વિશેષ વિવરણ માટે જુઓ–ઉત્તરઝયણાણિ, ભાગ ૨, પરિશિષ્ટ.... ૨. નિદાન (નિયા)
નિદાનનો અર્થ છે–પૌગલિક પદાર્થોની પ્રાપ્તિ માટે કરવામાં આવનાર સંકલ્પ. આ આર્તધ્યાનના ચાર પ્રકારોમાં ચોથા પ્રકારમાં આવે છે. દશાશ્રુતસ્કંધ, દશા ૧૦માં આનું વિસ્તૃત વર્ણન મળે છે.
પ્રસ્તુત પ્રસંગમાં મુનિ સંભૂત દ્વારા કરવામાં આવેલ નિદાનનો ઉલ્લેખ છે. નમૂચી વડે પરાજિત થઈને મુનિ સંભૂતે તેજલેશ્યાનો પ્રયોગ કર્યો. સમગ્ર નગર અંધકારમય બની ગયું. નગરજનો ભયભીત બની ગયા. ચક્રવર્તી સનતકુમાર અને નગરજનો મુનિ પાસે આવ્યા. અનુનય-વિનય કરી તેજોલેશ્યાના સંહરણની પ્રાર્થના કરી. ચક્રવર્તીની પત્ની સુનંદા મુનિના ચરણોમાં પડી ગઈ. તેના કેશના સુખદ અને કોમળ સ્પર્શથી મુનિ વિચલિત બની ગયા. તેમણે નિદાન કર્યું–જો મારી તપસ્યાનું ફળ હોય તો હું પછીના જન્મમાં ચક્રવર્તી બનું.
આખી કથા માટે જુઓ-આમુખ.
૩. કાંડિલ્ય નગરમાં (પ)
ઉત્તર પ્રદેશના ફરૂખાબાદ જિલ્લામાં ફતેહગઢથી અઠ્યાવીસ માઈલ ઉત્તર-પૂર્વમાં ગંગા નદી પાસે કપિલ ગામ છે. કાંડિલ્યની ઓળખ આ જ ગામ સાથે કરવામાં આવે છે.
વિશેષ વિવરણ માટે જુઓ–ઉત્તરઝયણાણિ, ભાગ ૨, પરિશિષ્ટ.... પુરિમતાલમાં (પુર તાત્કૃમિ)
માનભૂમની પાસે ‘પુલિયા’ નામે ગામ છે. આ અયોધ્યાનું શાખા-નગર છે. માનવામાં આવે છે કે આ જ પુરિમતાલ
છે.
વિશેષ વિવરણ માટે જુઓ–ઉત્તરઝયણાણિ, ભાગ ૨, પરિશિષ્ટ......
૪. (શ્લોક ૬)
સU–દશાર્ણ દેશ. બુંદેલખંડ અને કેન નદીના પ્રદેશને દશાર્ણ માનવામાં આવે છે. આ નામના બે દેશો મળે છે–પૂર્વ દશાર્ણ અને પશ્ચિમ દશાર્ણ પૂર્વ દશાર્ણ મધ્યપ્રદેશના છત્તીસગઢ જિલ્લામાં આવેલું માનવામાં આવે છે. પશ્ચિમ દિશાર્ણમાં ભોપાળ રાજય અને પૂર્વી માળવાનો સમાવેશ થાય છે.
વાલ્તિન નો કાલિંજર પર્વત. આ બાંદાથી પૂર્વમાં સ્થિત એક પહાડ છે. આને તીર્થસ્થાન પણ માનવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org