________________
ઉત્તરઝણાણિ
૩૪૨
અધ્યયન ૧૨ : શ્લોક ૪૭ ટિ ૫૦-૫ર
૫૦. કર્મ-રજ (ફોર્સ)
ચૂર્ણિકારે આનો અર્થ “પાપ” અને વૃત્તિકારે ‘કર્મ કર્યો છે. કર્મ વિશુદ્ધ આત્માને પણ દૂષિત કરી દે છે, એટલા માટે તે દોષ છે. ૫૧. (શ્લોક ૪૬)
મહાત્મા બુદ્ધ પણ જળસ્નાનને ધાર્મિક મહત્ત્વ નથી આપ્યું. તેમણે પણ ધાર્મિક મહત્ત્વ આત્મિક-શુદ્ધિને જ આપ્યું છે. આ વિષયમાં મઝિમનિકાયનો નીચેનો પ્રસંગ સુંદર પ્રકાશ પાડે છે –
તે સમયે સુંદરિક ભારદ્વાજ બ્રાહ્મણ ભગવાન પાસે થોડે દૂર બેઠો હતો. ત્યારે સુંદરિક ભારદ્વાજ બ્રાહ્મણે ભગવાનને આમ કહ્યું
ગૌતમ ! શું આપ સ્નાન માટે બાહુકા નદીએ આવશો ? બ્રાહ્મણ ! બાહુકા નદીએ શું લેવાનું છે? બાહુકા નદી શું કરશે?
હે ગૌતમ! બાહુકા નદી લોકમાન્ય (લોક-સંમત) છે, બાહુકા નદી બહુ લોકો દ્વારા પવિત્ર (પુણ્ય આપનારી) મનાય છે. ઘણા બધા લોકો બાહુકા નદીમાં પોતાનાં) કરેલાં પાપ વહાવી દે છે.
ત્યારે ભગવાને સુંદરિક ભારદ્વાજ બ્રાહ્મણને ગાથાઓમાં કહ્યું– બાહુકા, અવિકક્ક, ગયા અને સુંદરિકામાં, સરસ્વતી અને પ્રયાગ તથા બાહુમતી નદીમાં; કાળા કર્મોવાળો મૂઢ ભલે નિત્ય હાય, (પરંતુ) શુદ્ધ નહિ થાય, શું કરશે સુંદરિકા, શું પ્રયાગ, અને શું બાહુલિકા નદી? (ત) પાપકર્મી = કૃત કિલ્વેિષ દુષ્ટ નરને શુદ્ધ નથી કરી શકતાં. શુદ્ધ (નર) માટે સદાયે ફલ્ગ છે, શુદ્ધને માટે સદાય ઉપોસથ છે, શુદ્ધ અને શુચિકર્માનાં વ્રતો સદાય પૂરા થતાં રહે છે. બ્રાહ્મણ ! એટલું જ નહિ, બધા પ્રાણીઓનું શ્રેમ કર. જો તું જૂઠું નથી બોલતો, જો પ્રાણ હણતો નથી, જો વગર આપેલું લેતો નથી, (અ) શ્રદ્ધાવાન મત્સર-રહિત છે, (તો) ગયા જઈને શું કરીશ? શુદ્ર જળાશય (= ઉપાદાન) પણ તારા માટે ગયા છે.
પર. મહાસ્નાન છે (મહસિપvi)
આનો શાબ્દિક અર્થ છે—મહાસ્નાન અર્થાત્ શ્રેષ્ઠ સ્નાન. ચૂર્ણિકારે આનો લાક્ષણિક અર્થ–સમસ્ત કર્મોનો ક્ષય કર્યો છે."
૧. ઉત્તરાધ્યયન , પૃ. ૨૨૨ : ઢોસતિ પાપ ૨. વૃદત્ત, પત્ર રૂ૭રૂ : રોષ-વર્ષ ૩. નિય, શ? I૭, પૃ. ૨૬ | ४. उत्तराध्ययन चूर्णि, पृ. २१२ : महासिणाणं णाम सव्व
कम्मक्खओ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org