________________
આમુખ
આ અધ્યયન મુનિ હરિકેશબલ સંબંધી છે, એટલા માટે તેનું નામ “દરિસિળં–‘હરિણીય છે.
મથુરા નગરીના રાજા શંખ વિરક્ત થઈ મુનિ બની ગયા. ગામોગામ ઘૂમતા એક વખત તેઓ હસ્તિનાગપુર (હસ્તિનાપુર) આવ્યા અને ભિક્ષા માટે નગર તરફ ચાલ્યા. ગામમાં પ્રવેશવાના બે માર્ગ હતા. મુનિએ એક બ્રાહ્મણને માર્ગ પૂક્યો. એક માર્ગનું નામ હુતાશન’ હતું અને તે તદ્દન નજીક હતો. તે અગ્નિની જેમ પ્રજવલિત રહેતો હતો. બ્રાહ્મણે કુતૂહલવશ તે ગરમ માર્ગની તરફ ઈશારો કર્યો. મુનિ નિચ્છલ ભાવથી તે માર્ગે ચાલી નીકળ્યા. તેઓ લબ્ધિસંપન્ન હતા. આથી તેમના પાદસ્પર્શથી માર્ગદંડો બની ગયો. મનિને અવિચલભાવે આગળ વધતા જોઈ બ્રાહ્મણ પણ તે જ માર્ગે ચાલી નીકળ્યો. માર્ગને બરફ જેવો ઠંડો જોઈ તેણે વિચાર્યું-“આ મુનિનો જ પ્રભાવ છે.' તેને પોતાના અનુચિત કૃત્ય ઉપર પશ્ચાત્તાપ થયો. તે દોડતો-દોડતો મુનિ પાસે આવ્યો અને તેમની સામે પોતાનું પાપ પ્રગટ કરી ક્ષમાયાચના કરી. મુનિએ ધર્મનો ઉપદેશ આપ્યો. બ્રાહ્મણના મનમાં વિરક્તિનો ભાવ ઉત્પન્ન થયો. તે મુનિ પાસે પ્રવ્રજિત થયો. તેનું નામ સોમદેવ હતું, તેનામાં જાતિનું અભિમાન હતું. ‘હું બ્રાહ્મણ છું, ઉત્તમ જાતિનો છું–આવો મદ તેનામાં સદા રહ્યો. કાળક્રમે મરીને તે દેવ બન્યો. દેવ-આયુષ્ય પૂરું કરી જાતિમદના પરિપાકરૂપે તે ગંગા નદીના તટ પર હરિકેશના અધિપ ‘બલકોષ્ઠ' નામે ચાંડાળની પત્ની ગૌરીના ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ બલ રાખવામાં આવ્યું. આ જ બાળક હરિકેશબલ નામે પ્રસિદ્ધ થયો.
એક દિવસ તે પોતાના સાથીઓ સાથે રમી રહ્યો હતો. રમતાં-રમતાં તે લડવા લાગ્યો. લોકોએ જ્યારે આ જોયું તો તેને દૂર ધકેલી દીધો. બીજા બાળકો પહેલાંની માફક રમવા લાગ્યાં પરંતુ તે માત્ર દર્શક જ રહ્યો. એટલામાં જ એક ભયંકર સર્પ નીકળ્યો. લોકોએ તેને પથ્થરથી મારી નાખ્યો. થોડીક જ ક્ષણો પછી એક અળસિયું નીકળ્યું. લોકોએ તેને જવા દીધું. દૂર બેઠેલા બાળક હરિકેશે આ બધું જોયું. તેણે વિચાર્યું–‘પ્રાણી પોતાના દોષોથી જ દુઃખ પામે છે. જો હું સાપની સમાન ઝેરીલો હોઉં તો એ સ્વાભાવિક જ છે કે લોકો મને મારશે અને જો હું અળસિયાની જેમ બિનઝેરી હોઉં તો કોઈ બીજો મને શા માટે સતાવશે ?' ચિંતન આગળ વધ્યું. જાતિસ્મરણ-જ્ઞાન પેદા થયું. જાતિ-મદના વિપાકનું ચિત્ર સામે આવ્યું. નિર્વેદ પ્રાપ્ત થતાં તેમણે દીક્ષા ગ્રહણ કરી લીધી. મુનિ હરિકેશબલ શ્રમણ્યનું વિશુદ્ધ રૂપે પાલન કરતાં-કરતાં તપસ્યામાં લીન રહેવા લાગ્યા. તેમના પ્રભાવથી અનેક યક્ષો તેમની સેવા કરવા લાગ્યા. મુનિ યક્ષ-મંદિરમાં કાયોત્સર્ગ, ધ્યાન વગેરે કરતા. એક વાર તેઓ ધ્યાનમાં લીન થઈને ઊભા હતા. તે સમયે વારાણસીના રાજા કૌશિકની પુત્રી ભદ્રા યક્ષની પૂજા કરવા ત્યાં આવી. પૂજા કરી તે પ્રદક્ષિણા કરવા લાગી. તેની દૃષ્ટિ ધ્યાનલીન મુનિ ઉપર જઈને અટકી. તેમનાં મેલાં કપડાં જોઈ તેને દૃણા થઈ આવી. આવેશમાં આવી તે મુનિ પર ઘૂંકી. યક્ષે આ જોયું. તેણે વિચાર્યું–‘આ કુમારીએ મુનિની આશાતના કરી છે. તેનું ફળ તેને મળવું જ જોઈએ. યક્ષ કુમારીના શરીરમાં પ્રવેશી ગયો. કુમારી પાગલ થઈ ગઈ. તે અનર્ગળ વાતો બોલવા લાગી. દાસીઓ તેને રાજમહેલમાં લઈ ગઈ. ઉપચાર કરવામાં આવ્યા, પરંતુ બધું નકામું. યક્ષે કહ્યું-“આ કુમારીએ એક તપસ્વી મુનિનો તિરસ્કાર કર્યો છે. જો આ તે તપસ્વી સાથે પાણીગ્રહણ કરવાનું સ્વીકારી લે તો હું તેના શરીરમાંથી બહાર નીકળીશ, નહિ તો નહિ.' રાજાએ વાત સ્વીકારી
લીધી.
રાજા પોતાની કન્યા સાથે યક્ષ-મંદિરમાં આવ્યો અને મુનિને નમસ્કાર કરી પોતાની કન્યાને સ્વીકાર કરવાની વિનંતી કરી, મુનિએ ધ્યાન માર્યું અને કહ્યું–“રાજન ! હું મુમુક્ષુ છું. સ્ત્રી મોક્ષમાર્ગમાં બાધક છે, એટલા માટે હું તેનો સ્પર્શ પણ ન કરી શકું.” આટલું કહી મુનિ ફરી ધ્યાનલીન બની ગયા.
કન્યાને મુનિના ચરણોમાં છોડી રાજા પોતાના સ્થાને પાછો ફર્યો. યક્ષે મુનિનું રૂપ ધારણ કર્યું અને રાજકન્યાનું પાણિગ્રહણ કર્યું. રાતભર કન્યા ત્યાં જ રહી. પ્રભાતે યક્ષ દૂર થયો. મુનિએ સાચેસાચી વાત કન્યાને કહી. તે દોડતી દોડતી રાજા પાસે ગઈ અને યક્ષે પોતાને ઠગી છે તે વાત કરી. રાજા પાસે બેઠેલા રુદ્રદેવ પુરોહિતે કહ્યું –“રાજન ! આ ઋષિપત્ની છે. મુનિએ તેનો ત્યાગ કર્યો છે. આથી તેને કોઈ બ્રાહ્મણને આપી દેવી જોઈએ.” રાજાએ તે જ પુરોહિતને કન્યા સોંપી દીધી. તે તેની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org