________________
આમુખ
મુનિ તે જ બને છે જેને બોધિ પ્રાપ્ત થયેલ છે. તે ત્રણ પ્રકારના હોય છે–સ્વયં-બુદ્ધ, પ્રત્યેક-બુદ્ધ અને બુદ્ધ-બોધિત (૧). જે સ્વયે બોધિ પ્રાપ્ત કરે છે, તેમને સ્વયં-બુદ્ધ કહેવામાં આવે છે, (૨) જે કોઈ એક ઘટના નિમિત્તે બોધિ પ્રાપ્ત કરે છે, તેમને પ્રત્યેક બુદ્ધ કહેવામાં આવે છે અને (૩) જે બોધિ-પ્રાપ્ત વ્યક્તિઓના ઉપદેશથી બોધિ-લાભ કરે છે તેમને બુદ્ધ-બોધિત કહેવામાં આવે છે.*
આ સૂત્રમાં ત્રણે પ્રકારના મુનિઓનું વર્ણન છે–(૧)સ્વયં-બુદ્ધ કપિલનું આઠમા અધ્યયનમાં, (૨) પ્રત્યેક-બુદ્ધ નમિનું નવમા અધ્યયનમાં અને (૩) બુદ્ધ-બધિત સંજયનું અઢારમા અધ્યયનમાં.
આ અધ્યયનનો સંબંધ પ્રત્યેક બુદ્ધ મુનિ સાથે છે. કરકંકુ, દ્વિમુખ, નમિ અને નગ્નતિ–આ ચારેય સમકાલીન પ્રત્યેકબુદ્ધ છે. આ ચારેય પ્રત્યેક બુદ્ધના જીવો પુષ્પોત્તર નામને દેવ-વિમાનમાંથી એકી સાથે તે થયા હતા. ચારેએ એક : પ્રવ્રજયા લીધી, એક જ સમયે પ્રત્યેક બુદ્ધ બન્યા, એક જ સમયે કેવલજ્ઞાની બન્યા અને એક જ સમયે સિદ્ધ થયા.'
કરકંડુ કલિંગના રાજા હતા, દ્વિમુખ પંચાલના, નમિ વિદેહના અને નગ્નતિ ગંધારના. ઘરડો બળદ, ઇન્દ્રવજ, એક કંકાની નીરવતા અને મંજરી-રહિત આમ્રવૃક્ષ-આ ચારેય ઘટનાઓ ક્રમશઃ ચારેયની બોધિ-પ્રાપ્તિની હેતુ બની.
એક વાર ચારેય પ્રત્યેક બુદ્ધ વિહાર કરતા-કરતા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવ્યા, ત્યાં વ્યંતર-દેવનું એક મંદિર હતું. તેના ચાર દ્વાર હતાં. કરકંડુ પૂર્વ દિશાના કારમાંથી પ્રવિષ્ટ થયા, દ્વિમુખ દક્ષિણ દ્વારમાંથી, નમિ પશ્ચિમ દ્વારમાંથી અને નગ્નતિ ઉત્તરદ્વારમાંથી. વ્યંતર-દેવે એમ વિચાર્યું કે હું સાધુઓને પીઠ બતાવી કેવી રીતે બેસું?” એટલે તેણે ચારે દિશામાં પોતાનું મોટું બનાવી દીધું.
કરકંડ ખુજલીથી પીડિત હતા. તેમણે એક કોમળ સળી લીધી અને કાન ખોતર્યો. ખોતર્યા પછી તેમણે સળી એક બાજુ છુપાવી દીધી. દ્વિમુખે આ જોયું. તેણે કહ્યું–‘મુનિ ! પોતાનું રાજય, રાષ્ટ્ર, પુર, અંતઃપુર વગેરે બધું છોડીને તમે આ (સળી)નો સંગ્રહ કેમ કરો છો ?' આ સાંભળતા જ કરકંડુ ઉત્તર આપે તે પહેલાં જ નમિએ કહ્યું–‘મુનિ ! તમારા રાજયમાં તમારા અનેક કર્મચારીઓ-આજ્ઞા પાળનારા હતા. તેમનું કાર્ય હતું દંડ દેવાનું અને બીજાઓનો પરાભવ કરવાનું. આ કાર્યને છોડી આપ મુનિ બન્યા. આજ આપ બીજાના દોષ કેમ જોઈ રહ્યા છો ?' આ સાંભળી નગ્નતિએ કહ્યું–‘જે મોક્ષાર્થી છે, જે આત્મમુક્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છે, જેમણે સઘળું છોડી દીધું છે, તેઓ બીજાની નિંદા કેમ કરે ? ત્યારે કરકંડુએ કહ્યું–‘મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત સાધુ અને બ્રહ્મચારી જો અહિતનું નિવારણ કરે છે, તો તે દોષ નથી. નમિ, દ્વિમુખ અને નગતિએ જે કંઈ કહ્યું છે, તે અહિત-નિવારણ માટે જ કહ્યું છે. આથી તે દોષ નથી.”
૧. સંત, મૂત્ર રૂ. ! ૨. (ક) સુવિધા, પત્ર ૨૪૪ : નગતિનું મૂળ નામ સિંહરથ હતું. તે કનકમાલા વૈતાઢ્ય પર્વત પર તોરણપુર નગરના રાજા દશક્તિની
પુત્રી)ને મળવા પર્વત પર આવ્યા કરતો હતો. મોટો ભાગ ત્યાં જ રહેવાને કારણે તેનું નામ “નગ્નતિ’ પડ્યું. (ખ) કુંભકાર જાતકમાં તેને તક્ષશિલાનો રાજા દર્શાવવામાં આવ્યો છે અને નામ નગ્નજી (નગ્નજિત) આપ્યું છે, ૩. સત્તાધ્યનિરિ, જાથા ર૭૦ :
पुप्फुत्तराउ चवणं पव्वज्जा होइ एगसमएणं । पत्तेयबुद्धकेवलि सिद्धि गया एगसमएणं ॥ उत्तराध्ययन नियुक्ति, गाथा २७६-२७९ : जया रज्जं च रटुं च, पुरं अंतेउरं तहा । सव्वमेअं परिच्चज्ज, संचयं किं करेसिमं ?॥ जया ते पेड़ए रज्जे, कया किच्चकरा बहू । तेसि किच्चं परिच्चज्ज, अज्ज किच्चकरो भवं ॥ जया सव्वं परिच्चज्ज, मुक्खाय घडसी भवं । परं गरहसी कीस?, अत्तनीसेसकारए । मुक्खमग्गं पवनेसु, साहूस बंभयारिसु । अहिअत्थं निवारितो, न दोसं वत्तुमरिहसि ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org