________________
(૧૧)
નથી. સંભવ છે કે લેખકોની સામે ઉત્તરાધ્યયનનું બીજું સંસ્કરણ હોય અથવા તો ભ્રાન્ત અનુશ્રુતિના આધારે આવું લખ્યું હોય.
દિગંબર-સાહિત્યમાંથી એક વાત નિશ્ચિતરૂપે ફલિત થાય છે કે ઉત્તરાધ્યયન અંગ-બાહ્ય પ્રકીર્ણક છે. આનો અર્થ એ થયો કે તે આરાતીય આચાર્યો (ગણધરોથી ઉત્તરકાલીન આચાય)ની રચના છે.'
શ્વેતાંબર-સાહિત્યમાં ઉત્તરાધ્યયનના વિષય-વસ્તુનું વર્ણન તે જ મળે છે, જે વર્તમાન ઉત્તરાધ્યયનમાં ઉપલબ્ધ છે. -
વીરનિર્વાણની પ્રથમ શતાબ્દી પૂર્ણ થતાં થતાં જ દશવૈકાલિકની રચના થઈ ચૂકી હતી. ઉત્તરાધ્યયન તેની પૂર્વવર્તી રચના છે. તે આચારાંગની પછી વંચાવા લાગ્યું હતું. તેની આગવી વિશેષતાને કારણે તેને ટૂંકા ગાળામાં જ મહત્ત્વપૂર્ણ સ્થાન મળી ચૂક્યું હતું. આવી સ્થિતિના સંદર્ભમાં એવું અનુમાન કરી શકાય છે કે ઉત્તરાધ્યયનના પ્રારંભિક સંસ્કરણનું સંકલન વીરનિર્વાણની પહેલી શતાબ્દીના પૂર્વાદ્ધમાં જ થઈ ચૂક્યું હશે.
ઉત્તરાધ્યયનના પ્રારંભિક સંસ્કરણની પ્રાચીનતા અસંદિગ્ધ છે. તેની પ્રાચીનતા જાણવાનાં બે સાધન છે – (૧) ભાષા-પ્રયોગો અને (૨) સિદ્ધાન્તો. ભાષા-પ્રયોગો :
ત્રીજા અધ્યયન (શ્લોક ૧૪)માં ‘નવર' (સં.ચક્ષ) શબ્દનો અર્ચનીય દેવ'ના અર્થમાં પ્રયોગ થયેલો છે. આ પ્રયોગ પ્રાચીનતાનો સૂચક છે. યજ્ઞના ઉત્કર્ષ-કાળમાં જ “ક્ષ' શબ્દ ઉત્કર્ષવાચી હતી. બન્નેની નિષ્પત્તિ એક જ ધાતુ (સન)માંથી થાય છે. યજ્ઞના અપકર્ષની સાથે સાથે " શબ્દના અર્થનો પણ અપકર્ષ થઈ ગયો. ઉત્તરકાલીન સાહિત્યમાં તે દેવોની એક હીન જાતિનો વાચક માત્ર રહી ગયો.
એ જ રીતે ‘પઢવ' (૩૧૩), ‘ડુસીનો(પા૧૮), “મિત્તેવqા' (૧૯૧૬), ‘' (૬૬), ‘સમય’ (૪) વગેરે અનેક શબ્દો છે, જે આચારાંગ અને સૂત્રકૃતાંગ જેવા પ્રાચીન આગમોમાં જ મળે છે. સિદ્ધાન્તો :
જાતિવાદ (અધ્યયન ૧૨ અને ૧૩), યજ્ઞ અને તીર્થસ્થાનો (અ.૧૨). બ્રાહ્મણોના લક્ષણોનું પ્રતિપાદન (અ.૨૫) – વિષયો તે તે અધ્યયનોની પ્રાચીનતાના ઘોતક છે. તે સંબંધિત ચર્ચાઓના ઉત્કર્ષકાળમાં લખાયેલાં છે, નહીં તો શાંત ચર્ચાનું આટલું સજીવ પ્રતિપાદન થઈ શકે નહીં. આ જ તથ્યના આધારે કહી શકાય કે આ અધ્યયનો મહાવીર-કાલીન અથવા તેમની નજીકના સમયના છે. સંભવ છે કે કેટલાક અધ્યયનો પૂર્વવર્તી પણ હોય. | ચિકિત્સા-વર્જન (રા૩૨, ૩૩), પરિકર્મ-વર્જન (અ.૧૯), અચલકતાનું પ્રતિપાદન (રા૩૪, ૩૫; ર૩૨૯) તથા અલકતા અને સચેલકતાની સામંજસ્યપૂર્ણ સ્થિતિનો સ્વીકાર (રા૧૨,૧૩) – આ બધા જૈન આચારની પ્રાચીનતમ પરંપરાના અવશેષો છે, જે ઉત્તરવર્તી સાહિત્યમાં નવીન પરંપરાઓની પૃષ્ઠભૂમિમાં પ્રશ્ન-ચિહ્નો બની રહ્યા છે.
ઉત્તરાધ્યયન પોતાના મૂળરૂપમાં ધર્મકથાનુયોગ છે. તેના કથા-ભાગમાં ભગવાન મહાવીરના ઉત્તરકાલીન કોઈ પણ રાજા, મુનિ કે વ્યક્તિનું નામ આવતું નથી. તેનાથી પણ જાણી શકાય છે કે આનું પ્રારંભિક સંસ્કરણ ભગવાન મહાવીરના નિર્વાણકાળની આજુબાજુના સમયમાં જે સંકલિત થઈ ગયું હતું. ૧૧. શું ઉત્તરાધ્યયન ભગવાન મહાવીરની અંતિમ વાણી છે?
કલ્પસૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન મહાવીર કલ્યાણફળ-વિપાકવાળા પ૫ અધ્યયનો, પાપ-ફળવાળા પ૫ અધ્યયનો તથા ૩૬ પૃષ્ટ વ્યાકરણોનું વ્યાકરણ કરી ‘પ્રધાન' નામક અધ્યયનનું નિરૂપણ કરતાં કરતાં સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ
૧. તત્ત્વાર્થવતિવા, શા૨૦, પૃષ્ઠ ૭૮ : ય TUાથfશષ્ય- તવાઈમ્ | તલા સTષ્યના-નૈવવધાઃ | प्रशिष्यैरारातीयैरधिगतश्रुतार्थतत्त्वैः कालदोषादल्मेधायुर्बलानां ।
૨. ૩૧Tધ્યયન નિર્વત્તિ, ૧૮-ર૬ ! प्राणिनामनुग्रहार्थमुपनिबद्धं संक्षिप्ताङ्गार्थवचनविन्यासं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org