________________
આકાર-પ્રકાર કે વિષય-વસ્તુમાં કંઈ અભિવૃદ્ધિ કરી કે ન કરી તેનો કોઈ પ્રત્યક્ષ ઉલ્લેખ મળતો નથી, પરંતુ નથી તેવું માનવાને કોઈ કારણ નથી. આથી ઉત્તરાધ્યયને આપણે એક સહસ્રાબ્દીની વિચારધારાનું પ્રતિનિધિ સૂત્ર કહી શકીએ. તેમાં એક બાજુ જયાં વેદ અને બ્રાહ્મ-સાહિત્ય-કાલીન યજ્ઞ અને જાતિવાદની ચર્ચા છે, ત્યાં બીજી બાજુ દ્રવ્ય, ગુણ અને પર્યાયની પરિભાષાઓ પણ છે. તે પરિભાષાઓને દર્શનકાલીન (ઈ.પૂ.૫મીથી ઈ.પૂ. ૧લી શતાબ્દી) માનીએ તો એવું નિષ્પન્ન થાય કે ઉત્તરાધ્યયનનાં અધ્યયનો વિભિન્ન કાળોમાં નિર્મિત થયાં છે અને અંતિમ વાચના સમયે દેવર્ધ્વિગણીએ તેમનું એક ગ્રંથરૂપે સંકલન કર્યું હતું. એટલા માટે સમવાયાંગમાં છત્રીસ ઉત્તર-અધ્યયનોના નામો ઉલ્લિખિત થયાં, અન્યથા અંગ-સાહિત્યમાં તેમનો ઉલ્લેખ થવો સંભવિત ન હતો. વર્તમાન સંકલન સામે રાખીને આપણે ચિંતન કરીએ તો ઉત્તરાધ્યયનના સંકલયિતા દેવદ્ધિગણી છે. તેનાં પ્રારંભિક સંકલન અને દેવદ્ધિગણી-કાલીન સંકલનમાં અધ્યયનોની સંખ્યા અને વિષય-વસ્તુમાં પર્યાપ્ત અંતર પડે છે. વિષય-વસ્તુની દષ્ટિએ ઉત્તરાધ્યયનના અધ્યયનોને ચાર ભાગોમાં વહેંચી શકાય છે – (૧) ધર્મકથાત્મક – ૭, ૮, ૯, ૧૨, ૧૩, ૧૪, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૫ અને ૨૭. (૨) ઉપદેશાત્મક - ૧, ૩, ૪, ૫, ૬ અને ૧૦. (૩) આચારાત્મક - ૨, ૧૧, ૧૫, ૧૬, ૧૭, ૨૪, ૨૬, ૩૨ અને ૩૫. (૪) સૈદ્ધાત્તિક - ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૩, ૩૪ અને ૩૬ . આર્ય રક્ષિતસૂરિ (વિ.પ્રથમ શતાબ્દી)એ આગમોના ચાર વર્ગ પાડ્યા – (૧) ચરણ-કરણાનુયોગ, (૩) ગણિતાનુયોગ અને (૨) ધર્મકથાનુયોગ, (૪) દ્રવ્યાનુયોગ.
આ વર્ગીકરણમાં ઉત્તરાધ્યયન ધર્મકથાનુયોગ અંતર્ગત મૂકાયું છે.' પણ આચારાત્મક અધ્યયનો ચરણ-કરણાનુયોગમાં અને સૈદ્ધાત્ત્વિક અધ્યયનોનો દ્રવ્યાનુયોગમાં સમાવેશ થાય છે. આ રીતે ઉત્તરાધ્યયનનું વર્તમાન સ્વરૂપ અનેક અનુયોગોનું સંમિશ્રણ છે. આ સંમિશ્રણ દેવઢિંગણીના સંકલન-કાળમાં થયું હોય તે અધિક સંભવિત છે.
કેટલાંક વિદ્વાનોનો મત છે કે ઉત્તરાધ્યયનના પહેલાં અઢાર અધ્યયનો પ્રાચીન છે અને પાછળના અઢાર અધ્યયનો અર્વાચીન , પરંતુ આ મતની પુષ્ટિ માટે તેમણે કોઈ નક્કર કારણ આપેલ નથી. એમ બની શકે કે કેટલાંક ઉત્તરવર્તી અધ્યયનો અર્વાચીન હોય, પરંતુ બધાં જ ઉત્તરવર્તી અધ્યયનો અર્વાચીન છે તેવું માનવાને કોઈ કારણ નથી. એકત્રીસમાં અધ્યયનમાં આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે પ્રાચીન આગમોની સાથે સાથે દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર અને નિશીથ જેવાં અર્વાચીન આગમોનાં નામો પણ ઉપલબ્ધ થાય છે. તે શ્રુતકેવળી ભદ્રબાહુ (વીરનિર્વાણ બીજી શતાબ્દી) દ્વારા નિર્રઢ કે રચાયેલાં છે. એટલા માટે પ્રસ્તુત અધ્યયન ભદ્રબાહુ પછીની રચના છે.
અઠ્યાવીસમા અધ્યયનમાં અંગ અને અંગ-બાહ્ય – આ બે આગમિક વિભાગો ઉપરાંત અગિયાર અંગ, પ્રકીર્ણક અને દષ્ટિવાદનો ઉલ્લેખ પણ મળે છે. પ્રાચીન આગમોમાં ચૌદ પૂર્વો, અગિયાર અંગો કે બાર અંગોનાં અધ્યયનનું વર્ણન મળે છે.
१. उत्तराध्ययन चूर्णि, पृष्ठ १ : अत्र धम्माणुयोगेनाधिकारः। ૨. ઉત્તરાયfખ, રૂકા૨૬-૨૮ :
तेवीसइ सूयगडे, स्वाहिएसु सुरेसु अ । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥ पणवीसभावणाहिं, उद्देसेसु दसाइणं । जे भिक्खू जयई निच्चं, से न अच्छद मंडले ॥ अणगारगुणेहिं च, पकप्पम्मि तहेव य । जे भिक्खू जयई निच्चं, से न अच्छड़ मंडले ॥
3. (क) दशाश्रुतस्कन्ध नियुक्ति, गाथा १ :
वंदामि भद्दबाहुं, पाईणं चरिमसयलसुयणाणि । सुत्तस्स कारगमिसिं, दसासु कप्पे य ववहारे ॥ (ख) पंचकल्पभाष्य, गाथा २३, चूर्णि : तेण भगवता
आयारपकप्प दसाकप्प ववहारा य नवमपुव्वनीसंदभूता નિગૂઢા | ૪. (૪) સટ્ટાથifઇ, ૨૮ાર: ૩ વાજિa.. (૩) વી, ૨૮ર૩ : ....સંડું પUT વિમો ય |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org