________________
અકામ-મરણીય
૧૬૧
અધ્યયન-૫ : શ્લોક ૩-૪ ટિ પ-૬
૫. (શ્લોક ૩)
આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પંડિત (ચારિત્રવાન) વ્યક્તિઓનું ‘સકામ-મરણ' એક વાર જ થાય છે. આ કથન કેવલિ'ની અપેક્ષાએ જ છે. બીજા ચારિત્રવાન મુનિઓનું ‘સકામ-મરણ' સાત-આઠ વાર થઈ શકે છે. "
આમાં આવેલા બાલ અને પંડિત શબ્દોનો વિશેષ અર્થ છે. બાલ-જે વ્યક્તિને કોઈ વ્રત નથી હોતું તેને બાલ કહેવામાં આવે છે. પંડિત–સર્વવ્રતી વ્યક્તિને પંડિત કહેવામાં આવે છે.
૬. (વાદ્ધિજૂરડું વ્ય)
ધર્મ, અર્થ, કામ અને મોક્ષઆ પુરુષાર્થ-ચતુી બે યુગલોમાં વિભક્ત છે. એક યુગલ છે ધર્મ અને મોક્ષનું અને બીજું યુગલ છે અર્થ અને કામનું. પહેલા યુગલમાં ધર્મ સાધન છે અને મોક્ષ સાધ્ય તથા બીજા યુગલમાં અર્થ (ધન) સાધન છે અને કામ સાધ્ય. આના આધારે બે વિચારધારાઓ બની–લૌકિક અને આધ્યાત્મિક. લૌકિક ધારાએ અર્થ અને કામના આધારે જીવનની વ્યાખ્યા કરી અને આધ્યાત્મિક ધારાએ ધર્મ અને મોક્ષના આધારે જીવનની વ્યાખ્યા કરી, બંનેનો સમન્વય જ જીવનની સમગ્રતા છે.
બે વાદો પ્રચલિત છે–સુખવાદ અને દુ:ખવાદ. સુખવાદનું મૂળ છે-કામ. વ્યક્તિ સુખથી પ્રેરિત થઈને નહિ, કામનાથી પ્રેરિત થઈને પ્રવૃત્તિ કરે છે. મહાવીર કહે છે–‘વામામી નું નવું પુરિ–આ મનુષ્ય કામ (કામના)થી પ્રેરિત થઈને પ્રવૃત્તિ કરે છે. કામ જ મનુષ્યની પ્રેરણા છે. ફ્રૉઈડ પણ કામને જ બધી પ્રવૃત્તિઓ અને વિકાસનું મૂળ માનેલ છે.
એ વાત સાચી છે કે મનુષ્ય કામનાઓથી પ્રેરિત થઈને કે કામનાઓની પૂર્તિ માટે હિંસા વગેરે કરે છે. જ્યારે તે કામનાઓમાં ગૃદ્ધ હોય છે, તેમની પૂર્તિની ઉત્કટ અભિલાષા તેનામાં જાગે છે, ત્યારે તે ક્રૂર બને છે, કૂર કર્મ કરે છે. તેનામાં કરુણાનો સ્રોત સુકાઈ જાય છે.
કામનાઓની પૂર્તિનું એકમાત્ર સાધન છે અર્થ. મનુષ્ય વિવિધ ઉપાયો વડે અર્થનું ઉપાર્જન કરે છે. તે સાધન-શુદ્ધિના વિવેકને ભૂલી જાય છે.
ચાર પુરુષાર્થોમાં ધર્મ અને મોક્ષ સ્થવિર છે, મોટા છે– ‘વિરે ધર્મક્ષે ? આનો અર્થ એવો નથી કે અર્થ અને કામ જીવનમાં જરૂરી નથી. તે બંને પણ જીવન માટે અનિવાર્ય છે. પરંતુ ભગવાન મહાવીરે અધ્યાત્મશાસ્ત્રના આધારે ધર્મ અને મોક્ષને અધિક મુલ્યવાન ગણ્યા અને અર્થ તથા કામને હેય ગણાવ્યા.
વિશ્વવિજેતા સિકંદરની કામનાઓ આકાશને આંબી રહી હતી. તેમની પૂર્તિ માટે તેણે લોહીની નદીઓ વહાવી અને વિશ્વવિજેતા બનવાના સ્વપ્રની પૂર્તિ કરવામાં તે લાગ્યો રહ્યો. અંતે તેને નિરાશા જ મળી અને તેની બધી કામના મનમાં જ રહી ગઈ. એક કામનાની પૂર્તિ બીજી કામનાને જન્મ આપે છે અને આ શૃંખલા કદી તૂટતી નથી, અનંત બની જાય છે. ફછી હું માસમ મviતિથી–ભગવાનની આ વાણી અક્ષરશ: સત્ય છે. કામનાઓનો પાર તે પામે છે જે અકામ બની જાય છે.
કામનાઓથી ગ્રસ્ત પ્રાણી અત્યન્ત ક્રુર કર્મ કે વિચારો કરતો રહે છે. મગરમચ્છની ભ્રમરમાં એક પ્રકારનું અત્યન્ત સૂક્ષ્મ
૧. વૃત્તિ, પત્ર ૨૪૨ : તન્ના ' પત્નક્ષd,
केवलिसम्बन्धीत्यर्थः, अकेवलिनो हि संयमजीवितं दीर्घमिच्छेयुरपि, मुक्त्यवाप्तिः इत:-स्यादिति, केवलिनस्तु तदपि
नेच्छन्ति, आस्तां भवजीवितमिति, तन्मरणस्योत्कर्षण सकामता 'सकृद्' एकवारमेव भवेत्, जघन्येन तु शेषचारित्रिणः सप्ताष्ट वा वारान् भवेदित्याकूतमिति सूत्रार्थः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org