SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૧૫૪ અધ્યયન-૫: આમુખ બાલ-પંડિતની અપેક્ષાએ (૧) જયાં બે મરણની એક સમયમાં વિવેક્ષા છે, ત્યાં અવધિ અને આત્યંતિકમાંથી કોઈ એક તથા બાલ-પંડિત. (૨) તદ્ભવ-મરણ સાથે થવાથી ત્રણ મરણ. (૩) વશા-મરણ સાથે હોવાથી ચાર મરણ. (૪) કથંચિત આત્મઘાત કરનારાના વૈપાયસ અને વૃદ્ધપૃષ્ઠમાંથી એક સાથે ગણતાં પાંચ.' ૩. મરણના બે ભેદ ગોમૂસારમાં મરણના બે ભેદ કરવામાં આવ્યા છે–(૧) કદલીઘાત (અકાલ-મૃત્યુ) અને (૨) સંન્યાસ. વિષભક્ષણ, વિષધારી પ્રાણીઓના કરડવાથી, રક્તક્ષય, ધાતુક્ષય, ભયંકર વસુદર્શન તથા તેનાથી ઉત્પન્ન ભય, વસ્ત્રઘાત, સંક્લેશક્રિયા, શ્વાસોચ્છવાસનો અવરોધ અને આહાર ન કરવાથી સમયમાં જે શરીર છૂટી જાય છે, તેને કદલીવાત-મરણ કહે છે. કદલીવાત સહિત અથવા કદલીવાત વિના જે સંન્યાસરૂપ પરિણામોથી શરીરત્યાગ કરવામાં આવે છે તેને ત્યક્ત-શરીર કહે છે. ત્યાશરીરના ત્રણ ભેદ છે–(૧) ભક્ત-પ્રતિજ્ઞા, (૨) ઇંગિની અને (૩) પ્રાયોગ્ય. તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે (૧) ભક્ત-પ્રતિજ્ઞા-ભોજનનો ત્યાગ કરીને જે સંન્યાસ-મરણ પ્રાપ્ત કરવામાં આવે છે, તેને “ભક્ત-પ્રતિજ્ઞા-મરણ” કહેવાય છે. તેના ત્રણ ભેદ છે–જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. જઘન્યનું કાળમાન અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટનું બાર વર્ષ અને બાકીનાનું મધ્યવર્તી. (૨) ઈગિની–પોતાના શરીરની પરિચર્યા સ્વયં કરે, બીજાઓની સેવા ન લે, આવા વિધિથી જે સંન્યાસધારણપૂર્વક મરણ થાય છે, તેને ‘ઇંગિની-મરણ” કહેવાય છે. | (૩) પ્રાયોગ્ય, પ્રાયોગિમન–પોતાના શરીરની પરિચર્યા ન તો પોતે કરે કે ન બીજા પાસે કરાવે—એવા સંન્યાસપૂર્વકના મરણને પ્રાયોગ્ય અથવા પ્રાયોપગમન-મરણ કહ્યું છે. ૪. મરણના પાંચ ભેદ મૂલારાધનામાં બીજી રીતે પણ મરણના વિભાગો કરવામાં આવ્યા છે૧. પંડિત-પંડિત-મરણ ૨. પંડિત-મરણ ૩. બાલ-પંડિત-મરણ ૪. બાલ-મરણ ૫. બાલ-બાલ-મરણ પ્રસ્તુત અધ્યયનમાં મરણના બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. આ અધ્યયનનાં પ્રતિપાદ્ય છે એકામ-મૃત્યુનો પરિહાર અને સકામ-મૃત્યુની સ્વીકૃતિ. ૧. ઉત્તરાધ્યા નિજ, માથા ૨૨૭–૨૨૬ પૃવૃત્તિ પત્ર, ૨૩-૩૮ છે ૨. THટાર ( ક્રાઉ), નાથા ૬૭-૬૬ 3. मूलाराधना, आश्वास १, गाथा २६ : पंडिदं पंडिदं मरणं पंडिदयं बालपंडिदं चेव । बालमरणं चउत्थं पंचमयं बालबालं च ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy